સુરત : જમીનના સોદામાં 4 કરોડની ઠગાઈના મામલામાં લખાણી બંધુ આગોતરા જામીન સાથે ઇકો સેલમાં હાજર થયા

સુરતમાં ઠરાવ સાથે ચેડાં કરી જમીન પચાવવાના ખેલમાં ભાગીદારી પેઢી સાથે રૂપિયા 4 કરોડની છેતરપિંડીમાં લખાણી બંધુની પૂછપરછ કરવામાં આવી છે. મેહુલ અને વીરેન્દ્ર લખાણી આગોતરા જામીન સાથે ઇકો સેલમાં હાજર થયા હતા.

સુરત : જમીનના સોદામાં 4 કરોડની ઠગાઈના મામલામાં લખાણી બંધુ આગોતરા જામીન સાથે ઇકો સેલમાં હાજર થયા
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 27, 2024 | 9:17 AM

સુરતમાં ઠરાવ સાથે ચેડાં કરી જમીન પચાવવાના ખેલમાં ભાગીદારી પેઢી સાથે રૂપિયા 4 કરોડની છેતરપિંડીમાં લખાણી બંધુની પૂછપરછ કરવામાં આવી છે. મેહુલ અને વીરેન્દ્ર લખાણી આગોતરા જામીન સાથે ઇકો સેલમાં હાજર થયા હતા.

મેસર્સ લખાણી એન્ડ દેસાઈ ડેવલોપર્સ નામની ભાગીદારી પેઢી સાથે ભાગીદાર એવા લખાણી પિતા-પુત્રોએ રૂપિયા 4.04 કરોડની ઠગાઈ કરી હતી. પખવાડિયા પહેલાંના આ ગુનામાં લખાણી બંધુ આગોતરા જામીન સાથે હાજર થતાં ઈકો સેલે ધરપકડની કાર્યવાહી કરી હતી.

કતારગામમાં રહેતા મગનભાઈ વેલજીભાઇ દેસાઇ વ્યવસાયે બિલ્ડર છે. લાભુ ધરમશીભાઈ લખાણી તેમના સગા મામાના દીકરા થાય છે. મેહુલ અને વિરેન્દ્ર લાભુભાઇના દીકરા થાય છે. છેલ્લાં 30 વર્ષથી તેઓ મેસર્સ લખાણી એન્ડ દેસાઈ ડેવલોપર્સના નામથી પાર્ટનરશિપમાં કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે. ભાગીદારી પેઢીના નામથી કતારગામમાં રેવન્યુ સર્વે નં. ૭૮-૧વાળી જમીન લેવાનું નક્કી કર્યુ હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

11300 ચોમી જમીન પર ધ એટલાન્ટીના નામે ૧૩ માળના પાંચ હાઇરાઇઝ બિલ્ડિંગો બનાવવાનું આયોજન હતું. અહીં ઈ-બિલ્ડિંગવાળી 2490.58 ચોમી જમીન પચાવી પાડવાના ઇરાદે મેહુલે તેના પિતા લાભુભાઈની તરફેણમાં રજિસ્ટર્ડ દસ્તાવેજ કરી આપ્યો હતો. ભાગીદારી પેઢીમાં ભાગીદાર હોવા છતાં લાભુભાઈ તથા તેમના બે પુત્રો મેહુલ અને વિરેન્દ્રએ ભાગીદારી પેઢીમાં આવેલા 4 કરોડ પરિવારજનોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા.

આ રકમની એન્ટ્રીઓ વેચાણ દસ્તાવેજમાં ઉલ્લેખ કરી બિલ્ડિંગવાળી જમીન પર ભાગીદારી પેઢી વતી દેસાઈનો હક્ક, હિસ્સો હોવાની જાણકારી છતાં એક જ એન્ટ્રીનો બે વખત ઉપયોગ કરી વેચાણ દસ્તાવેજમાં 4કરોડનો ઉલ્લેખ કરી તે રકમ ભાગીદારી પેઢીમાં ચૂકવી ન હતી. સાથોસાથ વર્ષ ૨૦૧૮ના ઠરાવમાં ચેડાં કરી વર્ષ ૨૦૧૯ કરી તે ઠરાવને ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. ઠરાવના આધારે દસ્તાવેજમાં જમીન પર પ્લીન્થ લેવલ સુધીનું કામકાજ થયું હોવા છતાં ખુલ્લી જમીન દર્શાવી એ પ્રકારનો ખોટો ફોટો ઊભો કરી બોગસ દસ્તાવેજ કરી લીધો હતો. મેહુલ લાભુ લખાણી અને વિરેન્દ્ર લાભુ લખાણી (બંને રહે. સાધના સોસાયટી, વરાછા) મંગળવારે બપોરે આગોતરા જામીન સાથે કોર્ટમાં હાજર થતા પોલીસે ધરપકડની પ્રોસિજર પૂરી કરી બંનેને મુક્ત કરી દીધા હતા.

આ  પણ વાંચો : ભરૂચ વીડિયો : લોકસભા ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી કોની મુશ્કેલી વધારશે? કોંગ્રેસના નારાજ નેતાને તક અપાઈ શકે છે

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">