AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India’s Best Dancer 3 : ટેરેન્સ લુઈસે ઓડિશન રાઉન્ડમાં આપી હતી સોનાની ચેઈન, વર્ષોથી પરિવારના સભ્યોના ચહેરા નહોતા જોયા, જાણો કોણ છે સમર્પણ લામા

સોની ટીવીના 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 3'ના વિજેતા સમર્પણ લામા હંમેશા તેમના રમુજી સ્વભાવ અને શાનદાર ડાન્સિંગ સ્ટાઇલથી દરેકનું દિલ જીતી લે છે. તો ચાલો IBD સાથે સમર્પણ લામાની આકર્ષક સફર પર એક નજર કરીએ.

India’s Best Dancer 3 : ટેરેન્સ લુઈસે ઓડિશન રાઉન્ડમાં આપી હતી સોનાની ચેઈન, વર્ષોથી પરિવારના સભ્યોના ચહેરા નહોતા જોયા, જાણો કોણ છે સમર્પણ લામા
IBD 3 winner samarpan lama
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2023 | 9:40 AM
Share

સોની ટીવીના ડાન્સ રિયાલિટી શો એટલે કે IBDથી ઘર-ઘરમાં જાણીતા શોની ટ્રોફી હવે સમર્પણના ઘરની શોભા બની છે. તમને જણાવી દઈએ કે આ શો જીતનારા સમર્પણનો જન્મ આસામમાં થયો છે. પરંતુ મહારાષ્ટ્ર તેની જન્મભૂમી છે. શોમાં આવતા પહેલા સમર્પણ પુણેમાં કામ કરતો હતો. પોતાના નટખટ સ્વભાવમાં સમર્પણે ઓડિશન રાઉન્ડ વખતે જ જજોની સામે શોમાં આવવા પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે તેણે પૈસા કમાવવા છે અને સાથે તેના ફેમિલિને બતાવવું છે કે તેનો છોકરો જીવે છે.

આ પણ વાંચો : IBD 3 : કરિના કપૂર નહીં પરંતુ કરિશ્મા હતી સૈફ અલી ખાનની પ્રથમ બાઇક પાર્ટનર, IBD 3 પર કર્યો ખુલાસો

તમને જણાવી દઈએ કે સમર્પણના પિતા 17 વર્ષથી લગાતાર કામ કરી રહ્યો છે. તેમનો પરિવાર આસામમાં રહે છે. આ જ કારણ છે કે પુણેમાં રહેતો સમર્પણ ન તો તેના પિતાને મળી શકે છે કે ન તો તેના પરિવારના સભ્યોને. આ વિશે વાત કરતાં તેણે ઓડિશન રાઉન્ડમાં કહ્યું – ‘ટીવી પર આવીને હું મારા પરિવારને પણ કહી શકીશ કે જુઓ, તમારો પુત્ર હજી જીવતો છે અને કંઈક કરી રહ્યો છે. જો કે IBD ના પ્લેટફોર્મે શોના ગ્રાન્ડ ફિનાલેમાં સમર્પણને તેના પરિવાર સાથે ફરીથી જોડ્યો. તેના પિતાએ પણ 17 વર્ષ બાદ સમર્પણ સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી.

સમર્પણ એક અલગ સપનું લઈને શોમાં જોડાયો હતો

જજોની સાથે તેની હૃદયસ્પર્શી લાગણીઓ શેર કરતી વખતે સમર્પણએ એમ પણ કહ્યું હતું કે, તેણે શો જીતવા વિશે કંઈપણ વિચાર્યું નથી. પરંતુ તેણે ઘણા ડાન્સ રિયાલિટી શોમાં જોયું છે કે લોકો ઓડિશનમાં આવે છે અને ડાન્સ કરે છે, એકવાર તેમનો ચહેરો ટીવી પર જોવા મળે છે અને પછી તેઓ પુણે અથવા નાસિકના ઘણા સ્થાનિક ડાન્સ શોને જજ કરવાનું શરૂ કરે છે. સમર્પણ પણ ઓડિશન આપીને પોતાના માટે આવકનો આટલો સારો સ્ત્રોત બનાવવા માંગે છે.

(Credit source : @SonyTV)

ખૂબ જ નટખટ છે સમર્પણ

સમર્પણે પોતાના સ્વભાવથી સોનાલી, ગીતા અને ટેરેન્સને ખૂબ જ હસાવ્યા હતા. પરંતુ પોતાના ડાન્સ પર પણ ખૂબ જ મહેનત કરી હતી. તેનું પહેલું પરફોર્મન્સ જોઈને ટેરેન્સ ઈમ્પ્રેસ થઈ ગયો હતો. તેણે પોતાની સોનાની ચેઈન સમર્પણને ભેટ સ્વરૂપે આપી દીધી હતી. જજની પેનલની સાથે-સાથે જનતાએ વધારે વોટ આપીને સમર્પણને આ શોનો વિનર બનાવ્યો છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">