માત્ર સુરત કે ગુજરાત જ નહીં પરંતુ દેશભરના ગોલ્ડ સ્મગલરો માટે હોટ ફેવરિટ એવા સુરત એરપોર્ટ પરથી ફરી એકવાર સોનાની દાણચોરી પકડાઇ છે. શારજાહ – સુરતની ફ્લાઈટમાં આવતા એક શખ્સ પાસેથી સોનું ઝડપાયું છે. કસ્ટમ વિભાગને એક શખ્સ પર શંકા જતા તેને તપાસ કરવામાં આવી હતી. ત્યારે તેના પાસેથી દાણચોરીનું 28 લાખનું સોનું ઝડપાયું હતું. આરોપીએ સોનાંની ત્રણ કેપ્સુલ બનાવી ગુદામાર્ગમાં છુપાવી લાવવામાં આવી હતી. કસ્ટમ વિભાગે મુસાફરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Surat : મોબાઈલ બજાર જનતા માર્કેટમાં પોલીસનું સર્ચ ઓપરેશન, બિલ વગરના મોબાઈલ વેચાતા હોવાની ફરિયાદ
થોડા દિવસો અગાઉ સુરત એરપોર્ટને જ્યારથી ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. ત્યારથી વિદેશથી આવતી ફ્લાઇટમાં દાણચોરીની ઘટનાઓ બનતી હોવાનું સામે આવી રહ્યુ છે. ત્યારે સુરત એરપોર્ટ પર વધુ એક આવી ઘટના સામે આવી છે. સુરત એરપોર્ટ પરથી 67 લાખના 10 સોનાના બિસ્કિટ બિનવારસી હાલતમાંથી મળી આવ્યા હતા. સુરત એરપોર્ટ પર લગેજ ટ્રોલીમાંથી આ સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. પકડાઇ જવાના ડરથી મુસાફર બિસ્કિટ મુકીને ફરાર થયા હોવાની પોલીસને આશંકા હતા. કસ્ટમ વિભાગે સોનાના બિસ્કીટનો કબજો લઇ તપાસ હાથ ધરી હતી.
અમદાવાદ એરપોર્ટ પર બાથરુમમાંથી 116 ગ્રામ સોનું પકડાયુ હતું. અમદાવાદ એરપોર્ટ પર વારંવાર સોનું પકડાવાની ઘટના સામે આવી હતી. થોડા દિવસ પહેલા પણ એરપોર્ટના ટોઇલેટમાંથી 800 ગ્રામ સોનું મળી આવ્યુ હતુ. ત્યારે ફરી એકવાર એરપોર્ટના બાથરૂમમાંથી સોનાના 6 બિસ્કિટ મળી આવતા હડકંપ મચી ગઇ હતી.
અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરીનું હબ બની રહ્યું છે. અમદાવાદ એરપોર્ટના બાથરૂમમાંથી 116 ગ્રામના સોનાના 6 બિસ્કિટ મળી આવ્યા. જેની માર્કેટ કિંમત આશરે 39 લાખ રૂપિયા હતી. બાથરૂમનો ફ્લશ કામ ન કરતો હોવાની એક પેસેન્જરે સફાઈ કર્મચારીને ફરિયાદ કરી હતી. જે બાદ સફાઈ કર્મચારીએ ફ્લશની તપાસ કરતા કાળા કલરના એક પાર્સલમાં સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. જેની કસ્ટમ વિભાગને જાણ કરવામાં આવી હતી. કુવૈતની ફ્લાઈટમાં આવેલા કોઈ પેસેન્જરે સોનું છુપાવ્યા હોવાની કસ્ટમ વિભાગે આશંકા વ્યક્ત કરી હતી. હાલ તો કસ્ટમ વિભાગે સોનાના બિસ્કીટ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે આઠ દિવસ પહેલા પણ એરપોર્ટના બાથરૂમ ફ્લશમાંથી પણ સોનાના કડા મળી આવ્યા હતા.