Surat: ઉમરા-પાલ બ્રિજ પર પુરપાટ ઝડપે પસાર થતો બાઈકસવાર ડિવાઈડર સાથે અથડાયો, એકની હાલત ગંભીર

Baldev Suthar

|

Updated on: Mar 17, 2023 | 1:45 PM

પાલથી ઉમરા તરફ બાઈક પર બે યુવાનો પુરપાટ ઝડપે જઈ રહ્યા હતા. ત્યારે બાઈક ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બ્રિજના છેવાળા તરફ ડિવાઇડર સાથે અથડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

Surat: ઉમરા-પાલ બ્રિજ પર પુરપાટ ઝડપે પસાર થતો બાઈકસવાર ડિવાઈડર સાથે અથડાયો, એકની હાલત ગંભીર
Follow us

સુરતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી છે. તેવામાં આજે વહેલી સવારે શહેરના પાલ વિસ્તારથી ઉમરા તરફ જઈ રહેલા બ્રિજ ખાતે અકસ્માત સર્જાયો છે. પાલથી ઉમરા તરફ બાઈક પર બે યુવાનો પુરપાટ ઝડપે જઈ રહ્યા હતા. ત્યારે બાઈક ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બ્રિજના છેવાળા તરફ ડિવાઈડર સાથે અથડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચો : Surat પોલીસે 10 માસ પૂર્વે ભાગીદાર સાથે છેતરપિંડી કરી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી

બંને યુવાનો રફતારગતિએ બાઈક પર જઈ રહ્યા હતા. ક્યારે ઉમરા તરફના બ્રિજ પર ડિવાઈડર સાથે અથડાયા ત્યારે બંને યુવાનો ત્રણ ફૂટ હવામાં ઉછળ્યા હતા. અકસ્માત એટલો વિચિત્ર અને ગંભીર બન્યો હતો કે બંને યુવાનો હવામાં ઉછડી બ્રિજની રેલિંગ કુદાવી 15 ફૂટ બ્રિજ નીચે ફટકાયો હતા. જ્યારે બાઈકનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. અકસ્માતને પગલે આસપાસથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને 108ને બોલાવી બંને યુવકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

અકસ્માતને લઈ મળતી વિગત મુજબ બંને યુવાનોને સારવાર માટે 108ના મારફતેથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈમરજન્સી વોર્ડમાં બંનેની સારવાર કરવામાં આવી રહી છે. બંને પૈકી એક યુવકની હાલત ખૂબ જ નાજુક હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસના કર્મચારીઓ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.

રાજ્યમાં બનેલ અન્ય અકસ્માતની ઘટના

બીજી તરફ ધંધુકા-બગોદરા રોડ પરના ફેદરા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બે કાર સામસામે ધડાકાભેર અથડાતાં આશરે 10 લોકો ઈજાગ્રસ્ત છે. જેમાં એક સાથે મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થતા ધંધુકા, ફેદરા અને પીપળી ગામથી 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ઘટના સ્થળે એક સાથે 3 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

થોડા દિવસ અગાઉ અડાજણમા ફિટનેસની ડોક્ટર ઓડી કાર લઈને જઈ રહી હતી દરમિયાન અચાનક એક્ટીવા પર સવાર મહિલા સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એકટીવા સવાર મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે અકસ્માત થતા કાર ચલાવનાર ડોક્ટર મહિલાને ચક્કર આવી ગયા હતા અને તે બેભાન થઈ ગઈ હતી જેને લઈ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી.

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati