Surat : મોબાઈલ બજાર જનતા માર્કેટમાં પોલીસનું સર્ચ ઓપરેશન, બિલ વગરના મોબાઈલ વેચાતા હોવાની ફરિયાદ

Baldev Suthar

|

Updated on: Mar 17, 2023 | 8:41 PM

સુરતના ચોક બજાર ભાગા તળાવ ખાતે આવેલ મોબાઈલ લે વેચના સૌથી મોટા જનતા માર્કેટમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે 70 જેટલા પોલીસ કર્મચારીઓ મળી એક સાથે મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Surat : મોબાઈલ બજાર જનતા માર્કેટમાં પોલીસનું સર્ચ ઓપરેશન, બિલ વગરના મોબાઈલ વેચાતા હોવાની ફરિયાદ
Surat Mobile Market Police Raid

Follow us on

સુરતના ચોક બજાર ભાગા તળાવ ખાતે આવેલ મોબાઈલ લે વેચના સૌથી મોટા જનતા માર્કેટમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે 70 જેટલા પોલીસ કર્મચારીઓ મળી એક સાથે મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરમાં મોબાઇલ ચોરી અને સ્નેચિંગની ઘટનાઓ વધ્યા બાદ તેને જનતા માર્કેટમાં બિલ વગરના મોબાઈલ વેચાણ કરાતા હોવાની ફરિયાદને  આધારે પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.જનતા માર્કેટમાં જુના અને નવા મોબાઈલનું વેચાણ મોટા પાયે થાય છે. અત્યારે વેપારીઓ બિલ સાથેના અને ચોરીના મોબાઈલ વેચાણમાં કરે છે કે નહીં તે અંગેનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.આ સર્ચ માં સુરત DCB,SOG,ECO સેલની ટીમો જોડાઈ હતી.

જુદી જુદી ટીમ બનાવી એક સાથે સમગ્ર જનતા માર્કેટમાં રેડ કરી સર્ચ હાથ ધર્યું હતું

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભાગા તળાવ સ્થિત આવેલા જનતા માર્કેટમાં મોટું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં  આવ્યું હતું. જેસીપી ક્રાઇમ શરદ સિંઘલ, ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ રૂપલ સોલંકી, સહિત ક્રાઈમ બ્રાન્ચ ના એસીપી તમામ પીઆઈ, સ્થાનિક અથવા પોલીસ મથકના પીઆઇ, એસઓજી પીસીબી ના ઉચ્ચ અધિકારીઓ સહિત 50 થી વધુ પોલીસની ટીમ સાથે મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારી સાથેની જુદી જુદી ટીમ બનાવી એક સાથે સમગ્ર જનતા માર્કેટમાં રેડ કરી સર્ચ હાથ ધર્યું હતું.

વેપારીઓ પાસેના જુના મોબાઇલ અંગે બિલની ખરાઈ કરી હતી

સુરતના ચોક બજાર આવેલું જનતા માર્કેટ જૂના અને નવા મોબાઈલ ના લે વેચ નું સૌથી મોટું માર્કેટ છે. અહીં મોટા પાય કરોડોના મોબાઇલની લે વેચ થતી હોય છે. ક્યારે શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોબાઇલ સ્ટેચિંગ અને ચોરીની ઘટના બની રહી છે અને આ તમામ મોબાઈલ જનતા માર્કેટમાં વેચવા માટે આવતા હોવાની સુરત ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ મળી હતી. જેને આધારે પોલીસે આજે ઓચિંતી જનતા માર્કેટમાં રેડ કરી હતી. અને મોબાઈલની લે-વેચ કરનાર વેપારીઓ પાસેના જુના મોબાઇલ અંગે બિલની ખરાઈ કરી હતી.

મોબાઇલ કબ્જે કરવાની અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે

જેમાં બિલ વગરના કે ચોરીના ફોન વેચાઈ છે કે નહીં તે અંગેનું ઓપરેશન હાથ ધરાયું હતું.સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસ એસઓજી પીસીબી ની ટીમ દ્વારા એક સાથે જનતા માર્કેટમાં રેડ કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો હતો. પોલીસની એક સાથે આટલી મોટી ટીમ જોતા જનતા માર્કેટના અનેક વેપારીઓ પોતાની દુકાન બંધ કરી પલાયન થઈ ગયા હતા. પોલીસે અનેક દુકાનમાં થી સર્ચ ઓપરેશન હાથ ધરી બિલ વગરના મોબાઇલ કબ્જે કરવાની અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

જનતા માર્કેટમાં આ પ્રકારના મોબાઈલ લે વેચ થતી હોવાની અનેકવાર ફરિયાદ મળી

જોઈન્ટ પોલીસ કમિશનર એન્ડ ક્રાઈમ કંટ્રોલ ના અધિકારી શરદ સિંઘલે જણાવ્યું હતું કે સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રૂપલ સોલંકીની અધ્યક્ષતામાં જનતા માર્કેટમાં રેડ કરવામાં આવી છે. આ રેડમાં ક્રાઈમ બ્રાન્ચ એસઓજી, પીસીબી સહિત સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા છે. પોલીસ કમિશનરના આદેશ મુજબ ચોરીના અને બિલ વગરના મોબાઇલની લે વેચ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જેને જનતા માર્કેટમાં આ પ્રકારના મોબાઈલ લે વેચ થતી હોવાની અનેકવાર ફરિયાદ મળી હતી.

ત્યારે સુરત પોલીસની જુદી જુદી ટીમ એક સાથે મળીને જનતા માર્કેટમાં હાથ ધર્યું છે. જેમાં કોઈપણ વેપારી પાસે બિલ વગરના કે ચોરીના મોબાઈલ વેચાણ થતા હોવાનું જણાશે તો તેના સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ ખૂબ જ મોટી કાર્યવાહી એક સાથે હાથ ધરવામાં આવી છે. આ જ પ્રકારની કામગીરી આવનારા દિવસોમાં છૂટક છૂટક પોલીસની ટીમ બનાવીને નિયમિતપણે કરવામાં આવશે.

આ પણ વાંચો : Surat: સાયબર ક્રાઇમે આરોપી પાસેથી રૂપિયા 32. 40 લાખ પરત મેળવ્યા, દિલ્લીથી ઝડપાયા ઠગ

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati