AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત : 53 હજાર માટે કારખાનેદારે કામદારનું અપહરણ કરાવ્યું, પોલીસે બે લોકોની ધરપકડ કરી

સુરતમાં 53 હજારની લેતીદેતીમાં કારખાનાના માલિકે કરિગરનું ફિલ્મી ઢબે અપહરણ કર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત  પોલીસે મુંબઈના પાલઘર ખાતેથી કારીગરોને  મુક્ત કરાવ્યો છે. 

સુરત : 53 હજાર માટે કારખાનેદારે કામદારનું અપહરણ કરાવ્યું, પોલીસે બે લોકોની ધરપકડ કરી
Baldev Suthar
| Edited By: | Updated on: Nov 28, 2023 | 11:47 AM
Share

સુરતમાં 53 હજારની લેતીદેતીમાં કારખાનાના માલિકે કરિગરનું ફિલ્મી ઢબે અપહરણ કર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત  પોલીસે મુંબઈના પાલઘર ખાતેથી કારીગરોને  મુક્ત કરાવ્યો છે.

સુરતમાં રેઈનકોટની ફેટકરીમાં સિલાઈ મશીનના કારીગરનું તેના પુર્વ મલિક દ્વારા નાણાની લેતીદેતી મામલે કેટલાક સાગરીતો દ્વારા ફિલ્મી ઢબે સુરત રેલવે સ્ટેશન પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ અપહૃતને છોડવાના બદલામાં તેના ભાઈ પાસે 53 હજારની માંગણી કરી હતી.

યુવકે પોલીસની મદદ લેતા પોલીસે ગણતરીના કલાકોમાં મુંબઈના પાલધર ખાતે આવેલ આરોપીની ફેકટરીમાંથી મુખ્ય આરોપી સહિત બે લોકોને ઝડપી પાડી કારીગરને સહી સલામત મુક્ત કરાવ્યો હતો.

ખટોદરા હેલ્થ સેન્ટરની સામે રણછોડનગર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ રેઈનકોટ બનાવવાની ફેકટરીમાં કામ કરતા મોહમદ દુલારે મોહમદ બસીર અન્સારી (ઉ.વ.૨૪)એ તેની ફેકટરીમાં સિલાઈ મશીનના કારીગરની જરૂર હોવાથી તેઓ દિવાળીમાં વતન બિહાર ગયો હતો અને ત્યાંથી તેના પિતરાઈ ભાઈ ઓઝેર ઝનીફ અન્સારી, નઈમ અન્સારી સહિત પાંચ કારીગરોને લઈને સુરત આવ્યો હતો.

રાત્રીના સાડા આઠેક વાગ્યાના આરસામાં તેઓ સુરત રેલવે સ્ટેશનની બહાર ઉભા હતા. તે વખતે કારમાં આવેલ સારીક જુનૈદ અન્સારી સહિત ત્રણ જણા તેમની પાસે આવી ઓઝેર અન્સારી પાસે રૂપિયા 53 હજરની ઉઘરાણી કરી  મારમારી કારમાં અપહરણ કરી લઈ ગયા હતા.

જોકે અપહરણ કરી લઇ ગયા બાદ તેના ભાઈ મોહમદ દુલારે અન્સારીને ફોન કરી ઓઝેર અન્સારીને છોડવાના બદલામાં રૂપિયા 53 હજાર ખંડણીની માંગણી કરી હતી. બનાવ અંગે ઓઝેર અન્સારીએ પોલીસમાં જાણ કરતા મહિધરપુરા પીઆઈ જે.બી.ચૌધરીએ બનાવને ગંભીરતાથી લઈ સર્વલન્સ સ્ટાફના પીએસઆઈ કે.બી.સોલંકી સહિત સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી હતી.

મોહમદ દુલારીની પુછપરછમાં તેના ભાઈનું અપહરણ મુંબઈના પાલધર ખાતે રેઈનકોટની ફેકટરી ધરાવતા સારીક જુનૈદ કરી ગયો હોવાનુ બહાર આવતા એક ટીમ પાલધર રવાના કરવામાં આવી હતી. આ ટીમના માણસોએ પાલઘરની ફેકટરીમાંથી સારીક જુનૈદ અને અલી હુસૈનને ઝડપી પાડી ઓઝેર અન્સારીને સહી સલામત મુક્ત કરાવ્યો હતો.

આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં ઓઝેર અન્સારી બે વર્ષ પહેલા સારીક જુનૈદની ફેકટરીમાં કામ કરતો હતો તે વખતે તેણે 53 હજાર એડવાન્સમાં લીધા બાદ પૈસા આપ્યા વગર નોકરી છોડી નાસી ગયો હોવાની કબુલાત કરી હતી.જેને લઇ રૂપિયા પરત મેળવવા ઓઝર અન્સારીનું અપહરણ કરી સાથે લઇ ગયા હતા.જોકે બનાવને પગલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">