AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કોરોનાની ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે દવાઓનો બમણો સ્ટોક કરાશે

ત્રીજી લહેરમાં પરિસ્થિતિ હાથ બહાર ન નીકળે તે માટે સરકાર બીજી લહેરમાં હતી તેના કરતા બમણો સ્ટોક રાખવા માંગે છે.

Surat : કોરોનાની ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે દવાઓનો બમણો સ્ટોક કરાશે
Surat: Drugs will be doubled in preparation for the third wave of Corona
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 8:36 AM
Share

કોરોનાના કેસો ભલે ઓછા થઇ ગયા હોય પરંતુ ત્રીજી લહેરની આશંકાને જોતા સરકાર કોઈપણ રિસ્ક લેવા માંગતી નથી. જેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્રીજી લહેરમાં પરિસ્થિતિ હાથ બહાર ન નીકળે તે માટે સરકાર બીજી લહેરમાં હતી તેના કરતા બમણો સ્ટોક રાખવા માંગે છે.

કોરોનાની પહેલી લહેરમાં સરકાર તૈયારી કરી શકી ન હતી. જયારે બીજી લહેરમાં સરકારને અંદાજો પણ નહતો કે તે આટલી ઘાતક સાબિત થશે. અને એટલા માટે ઓક્સિજન, વેન્ટિલેટર, દવા, ડોક્ટર, નર્સીંગ સ્ટાફ, અન્ય હેલ્થ કર્મીઓ, હોસ્પિટલ સહિતની તમામ સુવિધાઓ અંતિમ ઘડીએ કરવી પડી હતી. તેના કારણે ઓક્સિનની અછત અને રેમડેસીવર દવા મામલે ખુબ મુશ્કેલી પણ પડી હતી.

હોસ્પિટલોમાં જગ્યા ન મળવાને કારણે બેઝિક દવાઓ પણ ઉપલબ્ધ થઇ શકી ન હતી. ચૂંટણી પણ નજીક છે તેને લઈને સરકારે સાવધાની રાખીને ત્રીજી લહેર આવવાની રાહ નથી જોવા માંગતી. જેથી બધી જ મોટી હોસ્પિટલો દ્વારા બીજી લહેરમાંથી બોધપાઠ જરૂરી તમામ સુવિધાઓ અગાઉથી જ કરી દેવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ દ્વારા બીજી લહેરમાં વપરાયેલી દવાઓનો બમણો સ્ટોક ઉપલબ્ધ કરાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા બીજી લહેરમાં વપરાશમાં લેવાયેલી દવાઓની લિસ્ટ આરોગ્ય વિભાગને મોકલી દેવામાં આવી છે. બહુ જલ્દી બમણી માત્રામાં હોસ્પિટલમાં દવાઓનો જથ્થો આવી જશે.

કોરોના માટેની દવાઓ બ્લડ ક્લોટિંગ રોકવા માટે લો મોલેક્યુલર વેંત હિપોરીનના 40 હજાર ડોઝ, હિપેરીન ઈન્જેક્શનના 45 હજાર ડોઝ, મિથાઇલપ્નીઝોલ ઇજનકશનના 60 હજાર ડોઝ, ડકેસોનાં ઈનેજંકશનના 70 હજાર ડોઝ, રેમડેસીવર ઈન્જેક્શનના 60 હજાર ડોઝ, તોસીલીઝુમેબ ઈન્જેક્શનના 1188 ડોઝ, ટેવીપીરાબિલની 2 લાખ ગોળીઓ બીજી લહેરમાં ઉપયોગમાં લેવામાં આવી હતી. હવે ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે તેનાથી બમણી દવાઓ મંગાવી લેવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલમાં 10,550 રેમડેસીવર ઇન્જેક્શન પડ્યા છે. જે આવનાર છ મહિનામાં એક્સપાયર થઇ જશે. જો દિવાળી સુધી ત્રીજી લહેર આવે છે તો તેનો ઉપયોગ થઇ જશે. ડોક્ટર તેની સાથે ટોસીલીઝુમેબ ઇન્જેક્શનો પણ સ્ટોક રાખશે.

આ પણ વાંચો : Surat : ગણેશ ચતુર્થીના આગમન સાથે જ ફૂલ માર્કેટના વેપારીઓના ધંધામાં પણ તેજીના શ્રીગણેશ

આ પણ વાંચો : Surat : આ પાંચ કારણે સુરત મહાનગરપાલિકા, વેક્સિનેશનની દોડમાં સમગ્ર રાજ્યમાં સૌથી આગળ

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">