AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ગણેશ ચતુર્થીના આગમન સાથે જ ફૂલ માર્કેટના વેપારીઓના ધંધામાં પણ તેજીના શ્રીગણેશ

Ganesh Chaturthi festival 2021: શહેરભરમાં ચાલુ વર્ષે શ્રીજીની સ્થાપના કરવા દેવાના નિર્ણયને પગલે ડેકોરેશન અને પ્રતિમાઓ બનાવનારા બાદ હવે ફૂલના વ્યવસાય કરનારાઓને પણ ચાંદી થવા પામી છે.

Surat : ગણેશ ચતુર્થીના આગમન સાથે જ ફૂલ માર્કેટના વેપારીઓના ધંધામાં પણ તેજીના શ્રીગણેશ
Surat: With the arrival of Ganapati, the business of flower market traders also boomed
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 7:58 AM
Share

Ganesh Chaturthi  2021: કોરોનાની મહામારી ભૂલીને સુરતીલાલાઓ શ્રીજીના આગમન માટે તડામાર તૈયારીઓમાં વ્યસ્ત થઈ ચૂક્યા છે. ગયા વર્ષે કોરોનાની મહામારી ને પગલે  ગણેશ મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી ન હતી. જ્યારે આ વર્ષે ચોક્કસ ગાઇડલાઇન્સ ના પાલન સાથે શ્રીજીની ભક્તિ માટે છૂટછાટ મળતા ગણેશભક્તોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ચૂક્યો છે. શહેરભરમાં ચાલુ વર્ષે શ્રીજીની સ્થાપના કરવાના નિર્ણયને પગલે ડેકોરેશન અને પ્રતિમાઓ બનાવનારા બાદ હવે ફૂલના વ્યવસાય કરનારાઓને પણ ચાંદી થવા પામી છે.

સાર્વજનિક મંડળો દ્વારા મોટાપાયે ફૂલહાર અને ડેકોરેશન માટે ગુલાબોના અને વિવિધ ફૂલો સાથેના શણગાર ઓર્ડર આપવામાં આવતા આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં પણ આનંદની લાગણી છવાઈ જવા પામી છે. સુરત સહિત રાજ્યભરમાં કોરોના મહામારી ના બીજા તબક્કાની અસર હવે ભૂતકાળ બની ચૂકી છે. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે કોરોના ની સાથે ગણેશોત્સવની પરવાનગી આપવામાં આવતા સાર્વજનિક મંડળોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સુરત શહેરમાં અને જિલ્લામા શ્રીજીની સ્થાપના કરીને 10 દિવસ સુધી ધામધૂમથી પૂજા-અર્ચના કરનારા સાર્વજનિક ગણેશ મંડળોની સંખ્યા ચાલુ વર્ષે 2 હજારથી 2500 સુધી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગણેશોત્સવના પ્રારંભ સાથે જ મોટાભાગના મંડળ દ્વારા એક અઠવાડિયા પહેલા જ ફ્લાવર માર્કેટના વેપારીઓ ઓર્ડર આપી દેવામાં આવતો હોય છે. જોકે ચાલુ વર્ષે ગુલાબ અને ગલગોટા સહિતના ફૂલોની કિંમતમાં દોઢથી બે ઘણો ભાવ વધારો હોવાના કારણે મંડળોના બજેટ સીધી અસર જોવા મળી રહી છે.

અડાજણ ખાતે ફ્લાવર માર્કેટ ના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીનું કહેવું છે કે પહેલાં જે ગુલાબ 200 રૂપિયા કિલોની આસપાસ મળતા હતા તેનો ભાવ કિલોએ 300 રૂપિયા પહોંચી ચૂક્યાં છે. આ સિવાય ગલગોટા પણ પહેલા 100 થી એકસો વીસ રૂપિયા કિલો ની આસપાસ મળતા હતા. તે હવે 200 રૂપિયાની આસપાસ મળી રહ્યા છે. ફક્ત એક ફ્લેવર માર્ટના વેપારી પાસે સરેરાશ રોજના 50 થી 60 કિલો ગલગોટા અને 15 થી 20 કિલો ગુલાબ નું વેચાણ થતું હોય છે.

આમ, હવે ગણેશ ઉત્સવની સાથે સાથે અન્ય વેપાર ધંધામાં પણ તેજીના શ્રીગણેશ થયા છે એવું કહીએ તો ખોટું નથી.

આ પણ વાંચો : Surat : ગણપતિ ઉત્સવમાં ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા પોલીસ કમિશનરનું નોટિફિકેશન

આ પણ વાંચો:  Surat પોલીસે ATM પર લોકો સાથે છેતરપીંડી કરતી ગેંગ ઝડપી, આવી હતી મોડસ ઑપરેન્ડી

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">