Surat: વીર નર્મદ યુનિવર્સિટીમાં પરીક્ષામાં ફોર્મ માટે વિદ્યાર્થીઓને ફરજીયાત વોટર કાર્ડ અપલોડ કરાવાતા વિવાદ

|

Jun 08, 2022 | 5:45 PM

સુરતમાં (Surat) વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ની અંદર 15 જૂનથી વિવિધ વિદ્યાશાખાની શરૂ થતી પરીક્ષામાં આવેદન પત્ર ભરવા માટે વિદ્યાર્થીઓએ પોતાના વોટિંગ કાર્ડ ની માહિતી ફરજીયાત ભરત ભરવાની રહેશે તે પરિપત્ર યુનિવર્સિટી દ્વારા આજે બહાર પાડવામાં આવ્યો છે તેનો વિરોધ સેનેટ સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

Surat: વીર નર્મદ યુનિવર્સિટીમાં પરીક્ષામાં ફોર્મ માટે વિદ્યાર્થીઓને  ફરજીયાત વોટર કાર્ડ અપલોડ કરાવાતા વિવાદ
Surat Veer Narmad University

Follow us on

સુરતમાં (Surat) વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી(Veer Narmad University) ઉપર ફરી એક વખત આક્ષેપો થયા છે કે 15 સપ્ટેમ્બર 2022 ની માં લેવાનારી પરીક્ષા જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાના છે તે વિદ્યાર્થી ઓનલાઈન ફોર્મની અંદર પોતાના વોટિંગ કાર્ડ (Voting Card) ફરજિયાત અપલોડ કરવા માટેની જે સૂચન કર્યું છે તેને લઈને આવનાર વિધાનસભા ઇલેક્શન ને ધ્યાનમાં રાખીને આ પરિપત્ર બહાર પાડ્યો હોય તેવું સેનેટ સભ્ય ભાવેશ રબારી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ નિર્ણય રદ કરવા માટે પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે કારણ કે કેટલાક વિદ્યાર્થીઓને અઢાર વર્ષની ઉંમર પણ થતી નથી અને વોટિંગ કાર્ડ વગર ફોર્મ છે તે અપલોડ થઈ ગયા નથી જ્યારે બીજી બાજુ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ છે તેના ઉપરથી ભાજપના પર્સનલ પ્રોગ્રામો છે તેને પણ રિપીટ કરવામાં આવ્યા છે તેની ઉપર પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર 15 જૂનથી વિવિધ વિદ્યાશાખાની શરૂ થતી પરીક્ષામાં આવેદન પત્ર ભરવા માટે વિદ્યાર્થીઓએ પોતાના વોટિંગ કાર્ડ ની માહિતી ફરજીયાત ભરત ભરવાની રહેશે તે પરિપત્ર યુનિવર્સિટી દ્વારા આજે બહાર પાડવામાં આવ્યો છે તેનો વિરોધ સેનેટ સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યો છે.  કેટલાક બાકી રહી ગયેલ વિદ્યાર્થીઓના જૂના  વોટિંગ કાર્ડ હોવાથી અપલોડ નથી થઈ રહ્યા જેથી આ મોટો પ્રશ્ન ઉભો થયો છે સાથે બીજો એક આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ટ્વિટર હેન્ડલ પરથી રાજકીય પાર્ટીઓના પ્રોગ્રામને રીટ્વિટ કરવામાં આવી રહ્યા છે તે પણ એક મોટો પ્રચાર કરતા હોય તેવો આક્ષેપ સેનેટ સભ્ય ભાવેશ રબારી દ્વારા કરવામાં આવ્યો છે કારણ કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા મહેસાણા ખાતે એક કાર્યક્રમની અંદર ગયા હતા અને તે પોતાના ટ્વિટર હેન્ડલ પર મૂકવામાં આવ્યું હતું અને તે રિટ્વિટ નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના દ્વારા કરતાની સાથે જ આ વિવાદ વકર્યો છે. ત્યારે આ બાબતે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે વોટિંગ કાર્ડ એટલા માટે ફરીયાદ કરવી છે કે લોકોમાં અને વિદ્યાર્થીઓની અંદર જાગૃતતા માટે પરિપત્ર બહાર પાડવામાં આવે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તેની પાછળ કોઈ બીજો કોઈ રાજકીય હેતુ નથી તેઓ સ્પષ્ટપણે જણાવ્યું હતું હવે લોકો એ સમજવાનું રહ્યું કે આ તમામ જે આક્ષેપો થઈ રહ્યા છે તે ખરેખર શું હકીકત બતાવે છે તે એક મોટો સવાલ છે સુરત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અવારનવાર વિવાદ માં આવતી હોય છે થોડા સમય પહેલાં પણ એક કોલેજમાંથી પેપર લીક થવાની વાત હતી તેને પણ ભીનું સંકેલાઇ હોય તેવા આક્ષેપો થયા હતા એ બાબતે પણ કોઇ નક્કર કાર્યવાહી થઈ હતી તો હવે આ પરિપત્રને રદ કરવામાં આવે છે કે નહિ તેના ઉપર સૌ વિદ્યાર્થીઓને નજર મંડાઇ રહી છે..

Published On - 5:43 pm, Wed, 8 June 22

Next Article