Surat : પાંડેસરામાં ડાઇંગ પ્રોસેસિંગ એકમોની હાલત કફોડી , કોલસાના ભાવ વધતાં ઉદ્યોગમાં મંદી
જેમાં મિલ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારીયાએ જણાવ્યું કે, શહેરમાં અંદાજે 409 જેટલી મિલો છે અને કોલસાનો દૈનિક વપરાશ સમગ્ર ઇન્ડસ્ટ્રીઝનો સરેરાશ 15-16 હજાર ટન છે . અઠવાડિયામાં બે -ત્રણ રજા અને કેટલીક મિલો બંધ હોવાથી વપરાશ થોડો ઓછો છે
સુરતના(Surat)પાંડેસરામાં ડાઇંગ પ્રોસેસિંગ(Dyeing processing units)એકમોની હાલત કોલસાના ભાવ વધતાં ફરી કફોડી થઇ છે. 10-12 દિવસમાં કોલસાના(Coal)ભાવ 34 ટકા વધી ગયાં છે. રૂપિયા 7550 નો ભાવ વધીને આજે રુ .10,150 થયો છે. ટેક્સટાઇલ ઉદ્યોગની ખાસ કરીને ડાઇંગ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે કામકાજ જાળવી રાખવું મંદીના આ દિવસોમાં વધુ કપરું બની ગયું છે. એક બાજુ મંદીનો માર છે અને બીજી બાજુ કોલસાના ભાવમાં આડેધડ વધારો પરિસ્થિતિને વધુ કપરી બનાવી રહ્યો છે . હાલમાં કોલસાની કોઇ તંગી નથી . પ્રોડક્શન પણ પૂરતું નીકળી રહ્યું છે . તેમ છતાં કોલસાનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે .
જોબચાર્જમાં 5 થી 10 ટકાનો વધારો અમલમાં મૂકી દીધો
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની આ આડકતરી અસર ગણી શકાય . પરંતુ કોલસાના વેપારીઓ પૂરતો સ્ટોક કરીને બેઠાં હોવાથી , ભાવ વધારાનો લાભ મેળવી રહ્યાં હોવાનું ચિત્ર છે . અત્યારે કોલસામાં જે ભાવ વધારો થયો છે , તેમાં એડવાન્સ પેમેન્ટની પણ શરત વેપારીઓની છે . કોલસાના ભાવમાં વધારો આવતાં ડાઈગ પ્રોસેસિંગ એકમોમાંના ઘણાંએ જોબચાર્જમાં 5 થી 10 ટકાનો વધારો અમલમાં મૂકી દીધો છે.
કોલસાનો દૈનિક વપરાશ સમગ્ર ઇન્ડસ્ટ્રીઝનો સરેરાશ 15-16 હજાર ટન
જેમાં મિલ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારીયાએ જણાવ્યું કે, શહેરમાં અંદાજે 409 જેટલી મિલો છે અને કોલસાનો દૈનિક વપરાશ સમગ્ર ઇન્ડસ્ટ્રીઝનો સરેરાશ 15-16 હજાર ટન છે . અઠવાડિયામાં બે -ત્રણ રજા અને કેટલીક મિલો બંધ હોવાથી વપરાશ થોડો ઓછો છે . આ અગાઉ જૂન મહિનામાં કોલસાના ભાવમાં 60 ટકાનો વધારો થયો હતો રૂપિયા 5500 ટન દીઠ ભાવ રૂપિયા 8000 થઈ ગયો હતો . આને કારણે જ દિવાળી સમયે ડાઇગ પ્રોસેસિંગના જોબચાર્જમાં 20 ટકા વધારવાની મિલ માલિકોને ફરજ પડી હતી.
આ પણ વાંચો : સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા કેસુડા ટૂરની શરૂઆત કરવામાં આવી, વિંધ્યાચલના જંગલમાં પ્રવાસીઓને ફેરવવામાં આવશે
આ પણ વાંચો : Gandhinagar: મહુડી ખાતે યુથ કોંગ્રેસના હોદ્દેદારોની તાલીમ શિબિરમાં જૂથવાદ સામે આવ્યો