Surat: રિસોર્ટમાં મેમ્બરશિપના માને રૂપિયા પડાવનારની ધરપકડ
સુરત જિલ્લા અદાલતના સુપ્રિન્ટેન્ડન્ટે કર્મા રિસોર્ટ એન્ડ હોસ્પિટાલિટીમાં મેમ્બરશીપ કેન્સલ કરાવી છતા રીફંડ આપ્યું નહોતું, રાજ્યભરમાં આવા અસંખ્ય લોકો છેતરાયા હોઈ શકે છે, ગુજરાત પોલીસ સમગ્ર રેકેટની તપાસ કરી રહી છે
સુરત શહેરમાં હજુ પણ સાયબર ક્રાઇમ (Cyber Crime) ના કિસ્સોઓ સતત વધી રહ્યા છે હવે ગુનેગારો સાયબર ગુના આચરી રહ્યા છે ત્યારે કર્મા રીસોર્ટ (resort) એન્ડ હોસ્પિટાલિટીમાં મેમ્બરશીપ (Membership) ના નામે કોર્ટમાં કામ કરતાં સુપ્રિટેન્ડટની પાસેથી રૂ. 40 હજાર લઈને રીફંડ નહીં કરવાના કેસમાં રીસોર્ટમાં મેનેજરનું કામ કરતાં અમદાવાદના યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જ ઠગાઈનો આંકડો 4 લાખની ઉપર પહોંચ્યો છે. અને આગામી દિવસોમાં આ આંકડો વધે તેવી શકયતાઓ છે..
પોલીસ પાસેથી મળતી માહીતી પ્રમાણે મુળ રાજકોટના વતની અને સુરતમાં પીપલોદ લેકવ્યુ ગાર્ડન પાસે કંચેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા હંસરાજગીરી ધીરજગીરી ગોસાઈની ઉપર અમીત પટેલ તેમજ રૂષિકા પટેલ નામની વ્યકતિઓનો ફોન આવ્યો હતો. તેઓએ હંસરાજગીરીને કર્મા રીસોર્ટ એન્ડ હોસ્પિટાલિટી કંપનીમાં મેમ્બરશીપ માટે હોટેલ મેરીઓટમાં બોલાવીને ત્યાં વિવિધ સ્કીમો બતાવી હતી. આ દરમિયાન હંસરાજગીરીએ મેમ્બરશીપ માટે રૂ. 40 હજાર ભર્યા હતા. પરંતુ ત્યારબાદ વેરીફીકેશન નહીં થતાં હંસરાજગીરીએ પોતાના રૂપિયા પરત માંગ્યા હતા.
કર્મા રીસોર્ટની એક ઓફિસ વીઆર મોલ નજીક લકઝરીયા બિઝનેસ હબમાં આવી છે. હંસરાજગીરીએ ત્યાં જઈને તપાસ કરતાં ત્યાંથી અમદાવાદના વસ્ત્રાપુર પાસે પ્રેરણા ટાવરમાં રહેતા પ્રશાંત રમેશચંદ્ર દવેની સાથે વાત કરવા માટે કહ્યું હતુ.
આ પ્રશાંત દવેએ રૂપિયા રીફંડ આવી જશે તેમ કહીને હંસરાજગીરીને લબડાવ્યા હતા.આ મામલે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને હંસરાજગીરીની ધરપકડ કરી હતી. આ મામલે સાયબર ક્રાઈમના ઈન્સ્પેકટર તરૂણ ચૌધરીએ માહીતી આપતા કહ્યું હતુ કે ગુનો નોંધાયાના બે જ દિવસમાં પોલીસને બીજા ચાર સાહેદો મળ્યા છે. જેઓની સાથે અંદાજિત રૂ. 4.47 લાખની ઠગાઈ થઈ હોવાનું બહાર આવ્યું છે.
પ્રશાંત દવે અને તેની સાથેના બીજા માણસોએ અન્ય લોકોની સાથેની ઠગાઈ કરી હોવાની પણ શકયતા છે. હાલમાં પ્રશાંત દવેને કોર્ટમાં રજુ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અને આગામી દિવસોમાં ઠગાઈનો ભોગ બનનાર અન્ય વ્યકતિઓ પણ સામે આવે તેવી શકયતાઓ છે.
આ પણ વાંચોઃ Corona: ગુજરાતમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો, જો કે મોતના આંકડા ડરામણા