Surat: સુરતની એલ.પી.સવાણી અને વ્હાઇટ લોટસ સ્કૂલની મનમાની, વાલીઓએ DEO કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજી આક્રોશ દર્શાવ્યો

Surat : સુરતની પાલ ખાતે આવેલ એલ.પી.સવાણી અને વ્હાઇટ લોટસ સ્કૂલ દ્વારા RTE હેઠળ પ્રવેશ મેળવનાર 15 થી વધુ વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશનથી (Online Education) વંચિત રાખવામાં આવતા, વાલીઓએ DEO કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 15, 2021 | 4:13 PM

Surat: સુરતની પાલ ખાતે આવેલ એલ.પી.સવાણી અને વ્હાઇટ લોટસ સ્કૂલ દ્વારા RTE હેઠળ પ્રવેશ મેળવનાર 15 થી વધુ વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશનથી (Online Education) વંચિત રાખવામાં આવતા, વાલીઓએ DEO કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી આક્રોશ ઠાલવ્યો હતો.

કોરોના કાળમાં ફી ને લઈને ચર્ચામાં આવેલી સ્કૂલો વધુ એક વાર ચર્ચામાં આવી છે, સુરતની એલ.પી.સવાણી અને વ્હાઇટ લોટસ સ્કૂલ દ્વારા RTE અંતર્ગત એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન ન આપતી હોવાની  ફરિયાદો સામે આવી છે.

ત્યારે , વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી બહાર વિરોધ દર્શાવી ન્યાયની માંગણી કરી છે, વાલીઓનું કહેવું છે કે, “એલ.પી.સવાણી અને વ્હાઇટ લોટસ સ્કૂલ RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરી રહી છે.”

વાલીઓએ વધુમાં જણાવ્યું કે,  આ મામલે  શાળાનાં સંચાલકોને  અનેકવાર ફરિયાદ કરી છે પણ કોઈ ઉકેલ આવ્યો નથી.  ઉપરાંત શાળાનાં સંચાલકોનું કહેવું છે કે,  પેઈડ સર્વર(Paid server)  હોવાથી ઓનલાઈન એજ્યુકેશન નહિ આપવામાં આવે તેવો વાલીઓનો આરોપ છે.

RTE એક્ટ

સામાન્ય રીતે RTE એક્ટ, (Right to education)  2009 નો અમલ ભારતમાં 1 એપ્રિલ 2010થી થયો છે,  આ એક્ટ મુજબ ખાનગી શાળાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગનાં બાળકોને મફતમાં શિક્ષણ (free education) આપવામાં આવશે, જેમાં 6 થી 14 વર્ષનાં બાળકોનો સમાવેશ થાય છે.

મહત્વપૂર્ણ છે કે, બાળકોનાં બંધારણીય અધિકાર પર ખાનગી સંચાલકો દ્વારા ત્રાપ મુકવામાં આવી રહી છે, આ અગાઉ પણ શહેરની અનેક સ્કુલોની મનમાની સામે આવી છે પરંતુ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાતા આવી  પ્રવુતિઓને વેગ મળી રહ્યો છે.

Follow Us:
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">