AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત : કરોડોની કમાણી કરતી કંપનીઓમાં કામદારોની સુરક્ષા સામે ફરી એકવાર પ્રશ્નાર્થ મુકાયો

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રી કેમિકલ કંપનીમાં ભયંકર બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં મોડી રાત્રે કંપનીમાં કામ કરતા કામદારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

સુરત : કરોડોની કમાણી કરતી કંપનીઓમાં કામદારોની સુરક્ષા સામે ફરી એકવાર પ્રશ્નાર્થ મુકાયો
Baldev Suthar
| Edited By: | Updated on: Nov 30, 2023 | 12:30 PM
Share

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રી કેમિકલ કંપનીમાં ભયંકર બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં મોડી રાત્રે કંપનીમાં કામ કરતા કામદારોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનામાં 27 જેટલા કામદારો દાઝ્યા છે.જે પૈકી  આઠથી વધુ કામદારો ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે. કામદારો 70 થી 100 ટકા સુધી દાજી જતા જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.

27  કામદારો દાઝી ગયા

સુરતના સચિન જીઆઇડીસી ખાતે કેમિકલનું કામ કરતી એથર ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આ દુર્ઘટનામાં કંપનીમાં કામ કરતા 27 જેટલા કામદારો આગની ઝપેટમાં આવી ગયા હતા. મોડી રાત્રે સચિન જીઆઇડીસીનો વિસ્તાર શાયરોના અવાજથી ગુંજી ઉઠ્યો હતો. ઘટનામાં ભોગ બનનાર કામદારોને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે. શહેરની સંજીવની, સુરત સુપર સ્પેશિયાલિસ્ટ, એપલ હોસ્પિટલ અને મૈત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે.

ઈજાગ્રસ્ત મોત સામે લડી રહ્યા છે

કંપનીમાં લાગેલી ભીષણ આગની આ દુર્ઘટનામાં 27 જેટલા કર્મચારીઓ આગની જપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝ્યા હતા. આ 27 કામદારો પૈકી આઠથી વધુ કામદારોની સ્થિતિ ખૂબ જ નાજુક જોવા મળી રહી છે. કામદારો 70 ટકા સુધી  દાઝી ગયા છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આ દર્દીઓમાંથી કેટલાક કામદારોની તો એવી હાલત છે કે તેમને જોતા તેઓ જીવનના અંતિમ શ્વાસ લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો : સુરત : એથર ઇન્ડસ્ટ્રીઝ દુર્ઘટનાની ત્રણ સરકારી એજન્સીઓએ સ્વતંત્ર તપાસ શરૂ કરી

કામદારોની દયનિય સ્થિતિ

એથર કેમિકલ મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીમાં સ્ટોરેજ ટેન્કમાં વિસ્ફોટની ઘટનાના કારણે આ દુર્ઘટના બની છે ત્યારે કંપનીના સુરક્ષા અને સલામતીના પ્રયાસો સામે પ્રશ્નાર્થ મુકાયો છે. કંપનીમાં કામ કરનાર કામદારો પૈકી જે સ્ટોરેજ ટેન્કની પાસે હતા કે જ્યાં બ્લાસ્ટ થયો છે ત્યાંથી સાત જેટલા કામદારો લાપતા થયા હતા છે. વિસ્ફોટ ખુબ પ્રચંડ હતો. કલાકો બાદ આ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.

આ પણ વાંચો : Surat Breaking News : સચિન GIDCની એથર ઈન્ડસ્ટ્રીઝમાંથી લાપતા 7 કામદારોના મૃતદેહ મળી આવ્યા, બુધવારે વિસ્ફોટ બાદ આગ લાગી હતી

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">