Surat: વરાછામા એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

એસબીઆઈ બેન્કની પુણે ખાતેની શાખામાં કર્મચારીઓને સીસીટીવી ફૂટેજમા શંકાસ્પદ હિલચાલ જણાતા રાત્રે 3 વાગ્યાના સુમારે સુરત પોલીસને જાણ કરાતા વરાછા પોલીસ મથકની પીસીઆર માત્ર 8 મિનિટના સમયગાળામા પહોંચી ચોર એટીએમ તોડે તે પહેલા જ ચોરને દબોચી લીધો હતો.

Surat: વરાછામા એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો
Surat ATM Theft Accused
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 12, 2022 | 5:58 PM

સુરતના(Surat) વરાછા વિસ્તારમા રાત્રીના સમયે એસબીઆઈ બેન્કના એટીએમને(ATM Break)  તોડવાનો પ્રયાસ કરનાર આરોપી પોલીસના (Police) હાથે રંગેહાથ ઝડપાઇ ગયો હતો.પુણે ખાતેની મેઈન બ્રાન્ચમાં સીસીટીવીમાં ચોર એટીએમ તોડવાનો પ્રયાસ કરતો દેખાતા પોલીસને જાણ કરાઈ હતી.પોલીસે તાત્કાલિક ચોરને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.હાલ સોશીયલ મીડિયાના માધ્યમની અનેક આડ અસર જોવા મળી રહી છે અને લોકો વીડિયો જોઈ અને તેમાં શીખી ગુનાને અંજામ આપતા હોવાના અનેક કિસ્સા સામા આવ્યા છે તેવામાં સુરતમા પણ એવો કિસ્સો સામે આવ્યો છે.વરાછા વિસ્તારના એક રોડ પર રાત્રીના ત્રણ વાગ્યાના સુમારે રોડ પર આવેલા એટીએમને તોડવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે.વરાછા પોલીસ મથક માંથી મળતી માહિતી અનુસાર બબલુ વર્મા નામનો ઈસમ રાત્રીના સમયે એટીએમમાં હથોડી અને કટર લઈને ઘૂસ્યો હતો અને એટીએમ તોડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો

ત્યારે બેન્કની પુણે ખાતેની શાખામાં કર્મચારીઓને સીસીટીવી ફૂટેજમા શંકાસ્પદ હિલચાલ જણાતા રાત્રે 3 વાગ્યાના સુમારે સુરત પોલીસને જાણ કરાતા વરાછા પોલીસ મથકની પીસીઆર માત્ર 8 મિનિટના સમયગાળામા પહોંચી ચોર એટીએમ તોડે તે પહેલા જ ચોરને દબોચી લીધો હતો.પોલીસ પૂછપરછ દરમ્યાન આરોપી બબલુ પરસનાથ વર્મા વરાછા વિસ્તાર માં આવેલી પાટી ચાલ નો રહેવાસી છે અને તે યુ ટ્યુબ માંથી એ ટી એમ તોડવાનો વીડિયો જોઈ એ ટી એમ તોડવાનો પ્રયાસ કર્યો હતો..જોકે બેન્ક કર્મચારીઓ ને જાણ થઈ જતા પોલીસે સતર્કતા દાખવી આરોપી ને ઝડપી પાડ્યો હતો.

આ ઘટનામાં પોલીસ  કંટ્રોલ રૂમ દ્વારા વરાછા પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી  અને ત્યારે વરાછા પોલીસની પીસીઆર પેટોલિંગમાં હતી તે  દરમ્યાન માત્ર 8 મિનિટ ના સમયગાળા મા ATM પાસે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક ચોર એટીએમ તોડે તે પહેલા જ ચોરને દબોચી લીધો હતો

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ  પણ વાંચો : Holi 2022 : સુરતમાં વૈદિક હોળીનો વધ્યો ટ્રેન્ડ, હોલિકા દહન માટે ગોબર સ્ટીકનું છ ગણું ઉત્પાદન

આ  પણ વાંચો :   અમદાવાદમાં RSSની વાર્ષિક પ્રતિનિધિ બેઠકઃ જાણો, ગુજરાતમાં કોણે શરૂ કરી હતી સંઘને પહેલી શાખા

g clip-path="url(#clip0_868_265)">