AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi 2022 : સુરતમાં વૈદિક હોળીનો વધ્યો ટ્રેન્ડ, હોલિકા દહન માટે ગોબર સ્ટીકનું છ ગણું ઉત્પાદન

સુરત પાંજરાપોળ ટ્રસ્ટની ચારેય શાખા મળીને 8 હજાર પશુઓનું જતન , સંવર્ધન થઇ રહ્યું છે . એક પશુ માટે રોજનું સરેરાશ 70 રૂપિયા જેટલા નિભાવ ખર્ચની જરૂરિયાત રહે છે . દરમિયાન ગાયના છાણામાંથી બનતી ગોબરસ્ટીક થકી ગૌમાતાના સ્વાવલંબન સાથે સામાજિક જાગૃતિ અને જંગલો બચાવવાની દિશામાં પ્રયાસ  કરવામાં આવશે. 

Holi 2022 : સુરતમાં વૈદિક હોળીનો વધ્યો ટ્રેન્ડ, હોલિકા દહન માટે ગોબર સ્ટીકનું છ ગણું ઉત્પાદન
Surat Dung Stick Holi (File Image)
Parul Mahadik
| Edited By: | Updated on: Mar 12, 2022 | 4:19 PM
Share

હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મય ધરાવતા હોળી(Holi)પર્વની ઉજવણી સાથે જ લાખો કિલો લાકડાનું આંધણ અટકે એ માટે વૈદિક હોળી ( Vedic Holi) પ્રગટાવવાની ઝુંબેશ રંગ લાવી રહી છે . છેલ્લા ઘણા વર્ષોથી વૈદિક હોળીની ઝુંબેશ , સંકલ્પયાત્રાનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે . દરમિયાન ગૌવંશના સંવર્ધન અને પર્યાવરણના જતનના ઉદ્દેશ સાથે ગૌપ્રેમીઓ , ગૌશાળાઓ , પ્રબુદ્ધ નાગરીકો પણ કટીબદ્ધ થયા છે . ગત વર્ષે સુરતની(Surat) ચાર જાણીતી , મોટી ગૌશાળાઓ દ્વારા 95 ટન ગોબરસ્ટીક બનાવાઇ હતી . તે સામે આ વર્ષે લોકજાગૃતિને જોતાં 200 ટન ગોબરસ્ટીક બનાવવાનો નિર્ધાર કર્યો છે. સુરત પાંજરાપોળ ટ્રસ્ટના ટ્રસ્ટી ભરત સુતરિયાએ જણાવ્યુ હતુ કે , વૈદિક હોળી માટે હાલમાં રોજની 10 થી વધારે ઇન્કવાયરી આવી રહી છે . મોટી સોસાયટી અને મોટા પાયે થતા હોળીકાદહનના કાર્યક્રમોમાં 500 કિલો ગોબરસ્ટીકની માંગ રહે છે . નાના પાયે કે સામાન્ય આયોજનોમાં 300 કિલો સુધીની ગોબરસ્ટીકની માંગ રહે છે . તેને જોતાં 70 હજાર કિલો ગોબરસ્ટીક અને સરેરાશ 300 કિલોની ગણતરી કરીએ તો 250 જેટલી વૈદિક હોળી પ્રગટાવી શકાશે .

સામાજિક જાગૃતિ અને જંગલો બચાવવાની દિશામાં પ્રયાસ

હાલમાં સુરત પાંજરાપોળ ટ્રસ્ટની ચારેય શાખા મળીને 8 હજાર પશુઓનું જતન , સંવર્ધન થઇ રહ્યું છે . એક પશુ માટે રોજનું સરેરાશ 70 રૂપિયા જેટલા નિભાવ ખર્ચની જરૂરિયાત રહે છે . દરમિયાન ગાયના છાણામાંથી બનતી ગોબરસ્ટીક થકી ગૌમાતાના સ્વાવલંબન સાથે સામાજિક જાગૃતિ અને જંગલો બચાવવાની દિશામાં પ્રયાસ  કરવામાં આવશે.

ગોબરસ્ટીક બનાવવાનો સંકલ્પ કરાયો

પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે છ ગણી ગોબરસ્ટીક બનાવવાનો સંકલ્પ કરાયો છે . ગત વર્ષે 12 ટન સામે આ વર્ષે 70 ટન ગોબરસ્ટીક બનાવાઇ છે . જ્યારે પીપોદરાની એલ.બી.ગૌક્રાંતિ સંસ્થામાં આ વર્ષે 20 ટકાના વધારા સાથે 70 ટન , કોસાડ રોડની હરી ગૌશાળામાં ગત વર્ષે 10 ટન સામે આ વર્ષે 25 વૈદિક ગોબરસ્ટીક બનાવવાનો નિર્ધાર કરાયો છે .

૭૦ ટન ગોબરસ્ટીકથી ૨૫૦ વૈદિક હોળી પ્રગટાવાશે

જ્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં વૈદિક હોળી પ્રગટે એ માટે ગૌરક્ષકો , ગૌશાળા , પ્રબુદ્ધ નાગરીકો આગળ આવ્યા છે .આમ, ગણતરીના વર્ષમાં સુરત અને દક્ષિણ ગુજરાતમાં જાગૃતિની લ્હેર ફૂંકાતા ગૌશાળાઓએ બમણા જોર સાથે ઝુંબેશમાં ઝંપલાવ્યું છે .વૈદિક હોળી વૈદિક પરંપરાને આધારિત પર્યાવરણના જતનના ઉદ્દેશ સાથે વૈદિક હોળી પ્રગટાવવાનો વધેલો વ્યાપ 200 ટન ગોબર સ્ટીકથી હોળી કરવા જનજાગૃતિ અભિયાન એલ.બી.ગૌક્રાંતિ , સુરત પાંજરાપોળ , શ્રી હરિ ગૌશાળા , સોમોલાઇ હનુમાન ગૌશાળાનો સંકલ્પ રંગ લાવશે ૭૦ ટન ગોબરસ્ટીકથી ૨૫૦ વૈદિક હોળી પ્રગટાવાશે.

આ પણ વાંચો : Gujarat: અમદાવાદમાં PM મોદીના રોડ શોમાં કેસરીયા ટોપી બની ખાસ આકર્ષણનું કેન્દ્ર, સુરતમાં તૈયાર થઇ છે ડિઝાઈન

આ પણ વાંચો : અંબાજીમાં ટ્રાફિક સમસ્યા હળવી થશે, સરકારે 5 કિલોમીટર લાંબા બાયપાસને આપી મંજૂરી

Follow Us
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
g clip-path="url(#clip0_868_265)">