અમદાવાદમાં RSSની વાર્ષિક પ્રતિનિધિ બેઠકઃ જાણો, ગુજરાતમાં કોણે શરૂ કરી હતી સંઘને પહેલી શાખા

27 સપ્ટેમ્બર 1925ના રોજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સ્થાપના નાગપુરમાં કરવામાં આવી હતી. આરએસએસની પ્રથમ શાખામાં ફક્ત 5 લોકો જોડાયા હતા પરંતુ આજે આરએસએસની દેશભરમાં 60,000 થી વધુ શાખાઓ છેજેમાં 6 કરેડ જેટલા સ્વયંસેવકો છે.

અમદાવાદમાં RSSની વાર્ષિક પ્રતિનિધિ બેઠકઃ  જાણો, ગુજરાતમાં કોણે શરૂ કરી હતી સંઘને પહેલી શાખા
RSS (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 2:07 PM

શુક્રવારથી અમદાવાદ (Ahmedabad) માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની ત્રણ દિવસીય વાર્ષિક પ્રતિનિધિ બેઠક (Annual Representative Meeting) નો પ્રારંભ થયો છે. પીરાણા ગામમાં શરૂ થયેલી બેઠકમાં, સરસંઘચાલક મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે સહિત દેશભરમાંથી સંઘના લગભગ 1200 અધિકારીઓ અને પ્રચારકો હાજરી આપી રહ્યા છે ત્યારે એ જાણવું રસપ્રદ રહેશે કે આરએસસ અને ભાજપનો ગુજરાત (Gujarat) સાથે ખાસ સંબંધ રહ્યો છે.

27 સપ્ટેમ્બર 1925ના રોજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સ્થાપના નાગપુરમાં કરવામાં આવી હતી. તેને ભારતીય જનતા પાર્ટીનું જનક માનવામાં આવ છે. આજે પણ ભાજપમાં આરએસએસના સભ્યોનો દબદબો છે. અને ભાજપના નિર્ણયો પર આરએસએસની અસર રહે છે. ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે આરએસએસ દ્વાર પોતાનું ફોકસ ગુજરાતમાં કરાયું હોવાનું તેમ અમદાવાદમાં ત્રણ દિવસીય વાર્ષિક પ્રતિનિધિ બેઠકનું આયોજન કરાયું છે.

ગુજરાતમાં સંઘના કાર્યનો પ્રારંભ 1938માં વડોદરાથી થયો હતો

ગુજરાતમાં સંઘના કાર્યનો પ્રારંભ 1938ની સાલથી થયો હતો. વડોદરામાં કલાભવન ખાતે અભ્યાસ કરતા ગોપાલરાવ ઝીંઝર્ડે નામના વિદ્યાર્થીએ વડોદરામાં સંઘની પ્રવૃત્તિઓ શરૂ કરી હતી અને તેને નિયમિત ચલાવવા માટે વડોદરાના ગોખરૂ મેદાનમાં સંઘની શાખા શરૂ કરી હતી. જે ગુજરાતમાં સંઘની સૌ પ્રથમ શાખા હતી. સંઘના આંકડા પ્રમાણે અત્યારે ગુજરાતમાં સંઘની 1500થી વધુ શાખાઓ કાર્યરત છે અને તેમાં એક લાખથી વધુ કાર્યકરો જોડાયેલા છે.

#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?

સંઘની રાજકીય પાંખ ભારતીય જનતા પાર્ટીનો ઉદય પણ ગુજરાતમાં જ થયો

1980માં જનસંઘ તૂટ્યા બાદ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી. 1984ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 2 બેઠકો મળી હતી જેમાં એક ગુજરાતમાં હતી. ગુજરાતમાં 1987માં જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન ભાજપના હાથમાં આવ્યું ત્યારથી ભાજપ માટે ટર્નિંગ પોઈન્ટ આવ્યો હોવાનું કહેવાય છે.

આરએસએસની પ્રથમ શાખામાં ફક્ત 5 લોકો હતા

આરએસએસની પ્રથમ શાખામાં ફક્ત 5 લોકો જોડાયા હતા પરંતુ આજે આરએસએસની દેશભરમાં 60,000 થી વધુ શાખાઓ છે અને એક શાખામાં આશરે 100 સ્વયંસેવકો છે.આજે, આરએસ એસ એ વિશ્વની સૌથી મોટી સ્વૈચ્છિક સંસ્થા છે. આરએસએસમાં કોઈ મહિલા નથી. રાષ્ટ્રીય સેવિકા સમિતિ મહિલાઓ માટે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને રાષ્ટ્રીય સેવિકા સમિતિ બંને જુદા જુદા છે પરંતુ બંનેનો મત સમાન છે. ઘણા લોકોને એવી ગેરસમજ થાય છે કે સેવિકા સમિતી પણ આરએસએસનો એક ભાગ છે પરંતુ તે આવું નથી.

સ્વયંસેવકે સંઘના પ્રચારક બનવું હોય તો 3 વર્ષ તાલિમ લેવી પડે

સંઘમાં કોઈ પણ માણસ જોડાઈ શકે છે અને સ્વયંસેવક તરીકે સેવા આપી શકે છે. સમાન્ય સ્વયંસેવક માટે કોઈ ખાસ બંધકારી નિયમો હોતા નથી. તેમને સંઘની શાખાઓમાં નિયમિત હાજરી આપવાની હોય છે. જો કોઇ સ્વયંસેવકે સંઘના પ્રચારક બનવું હોય તો 3 વર્ષ માટે અધિકારી તાલીમ શિબિરમાં ભાગ લેવો પડે છે. જ્યારે બ્રાંચ હેડ બનવા પ્રશિક્ષક તાલીમ શિબિરમાં 7 થી 15 દિવસ સુધી ભાગ લેવો પડે છે.

સંઘમાં 10,000થી વધુ મુસ્લિમો છે

એવું નથી કે આરએસએસમાં ફક્ત હિન્દુ છે,તમારી માહિતી માટે, કહો કે આરએસએસમાં પણ મુસ્લિમ છે.2002 થી આરએસએસ ‘મુસ્લિમ રાષ્ટ્રીય મંચ’ નામની પણ ચલાવે છે. જે આશરે 10,000 મુસ્લિમો છે.

સંઘના ઉચ્ચ અધિકારીને પણ મોટા ભાગના કામ જાતે કરવાં પડે છે

આરએસએસમાંમાં સ્વવલંબન પર ભાર મૂકવામાં આવે છે. સભ્યો કોઈપણ પોસ્ટ પર જાય મોટાભાગના કામ જાતે કરવાના હોય છે. જેમ કે કપડાં ધોવા, રાંધવા,વગેરે. અને તેઓ ઉચ્ચ અધિકારીને ખૂબ જ આજ્ઞાકારી છે. સંઘ માટે કામ કરતી વખતે આરએસએસ પ્રચારકે અપરિણીત રહેવું પડે છે અને અન્ય સંઘના વિસ્તૃતકો છે,જે ગૃહસ્થ જીવનમાં રહે છે અને કિશોરોને સંઘ સાથે જોડવાનું કામ કરે છે.

સંઘ પોતાના ભગવા ધ્વજને જ ગુરુ માને છે

રાજકીય પક્ષોની જેમ આરએસએસનો પોતાનો અલગ ધ્વજ છે, આ ધ્વજ ભગવા રંગનો છે. સંધની શાખાઓ પર ધ્વજ ફરકાવવામાં આવે છે. આરએસએસના સ્વયંસેવકો ભગવા ધ્વજને તેના ગુરુ માને છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના 40 દેશોમાં પોતાની શાખાઓ ધરાવે છે. વિદેશમાં સંઘની પ્રથમ શાખા કેન્યાના મોમ્બાસામાં શરૂ થઈ હતી.

આ પણ વાંચોઃ Gandhinagar: કલોલમાં ઝાડા ઉલટીના રોગચાળાએ માઝા મૂકી, એક અઠવાડિયામાં 473 કેસ નોંધાયા

આ પણ વાંચોઃ PM MODI દહેગામથી ભવ્ય રોડ-શૉ, મોદી ખુલ્લી જીપમાં થયા સવાર, મોટા ચીલોડા સર્કલ પર લોકોએ ભવ્ય સ્વાગત કર્યું, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહમાં પહોંચશે

g clip-path="url(#clip0_868_265)">