Surat : 50 વર્ષના વ્યકિત પર બેથી ત્રણ શ્વાને કર્યો હુમલો, ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ખસેડાયા
Surat News : એક 50 વર્ષના વ્યકિત પર શ્વાને હુમલો કર્યો. કામ માટે બહાર નીકળેલા વ્યક્તિ પર બેથી ત્રણ શ્વાન તૂટી પડ્યાં હતા અને જીવલેણ હુમલો કર્યો હતો.

સુરત (Surat) શહેરમાં રખડતા શ્વાનનું સંકટ હજી પણ યથાવત છે. રસ્તા પર રખડતી રંજાડનો નિર્દોષ લોકો ભોગ બની રહ્યાં છે. ત્યારે શ્વાન હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. એક 50 વર્ષના વ્યકિત પર શ્વાને હુમલો કર્યો. કામ માટે બહાર નીકળેલા વ્યક્તિ પર બેથી ત્રણ શ્વાન તૂટી પડ્યાં હતા અને જીવલેણ હુમલો કર્યો હતો. શ્વાન હુમલામાં 50 વર્ષીય વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત વ્યક્તિને હાલ સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા છે.
આ પણ વાંચો- Banaskantha : બનાસકાંઠાના ધાનેરા નજીક બાઈક અને જીપ વચ્ચે અકસ્માત, 2 યુવકનાં મોત
સિવિલ હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થા
તો બીજી તરફ શ્વાન હુમલાની વધેલી ઘટનાને લઇ નવી સિવિલ હોસ્પિટલમાં એક અલાઇદી વ્યવસ્થા ઉભી કરાઇ છે. નવી સિવિલના ટ્રોમા સેન્ટરમાં રખડતા શ્વાનના હુમલા બાદ રસી માટે વોર્ડ શરૂ કરાયો છે. રોજ આ વોર્ડમાં 30થી વધુ કેસ ડોગ બાઇટના નોંધાઇ રહ્યાં છે.
થોડા દિવસ પહેલા શ્વાનના હુમલાથી બાળકનું મોત થયુ હતુ
થોડા દિવસ પહેલા પણ સુરતમાં શ્વાને ભેસ્તાન વિસ્તારમાં 5 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. રખડતા શ્વાને 5 વર્ષના બાળકને બચકાં ભરી લેતા બાળકને ગંભીર ઈજાઓ થઇ હતી. તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતા બાળકનું મોત થયું હતું. બાળકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. બાળકના માતા-પિતાના સિવિલ હોસ્પિટલમાં હૈયાફાટ રુદનથી સમગ્ર સિવિલમાં શોકની લાગણી પ્રસરી હતી.
સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક બંધ થવાનું નામ લેતું નથી. થોડા દિવસો અગાઉ ખજોદમાં બાળકીને શ્વાને બચકા ભરતા બાળકીનું મોત નીપજ્યું હતું. જે પછી ભેસ્તાન વિસ્તારમાં વધુ એક 5 વર્ષીય બાળકને શ્વાને બચકા ભરીને ફાડી ખાતા તેનું મોત નીપજ્યું હતુ. આ ઘટનાને લઈને સુરત શહેરમાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
આ બાળક રમી રહ્યો હતો તે દરમ્યાન ત્યાં શ્વાનોનું ઝુંડ આવીને બાળક પર તૂટી પડ્યું હતું. બાળકને આખા શરીર પર બચકા ભરી લીધા હતા. શ્વાને બાળકના પેટ, ગાલ તેમજ શરીરના અન્ય ભાગે બચકા ભરી લીધા હતા.ત્યારે બાળકના બૂમાબૂમ કરવાથી અન્ય લોકો દોડી આવ્યા હતા અને શ્વાનના હુમલાથી છોડાવ્યો હતો. પરંતુ તે પહેલા બાળકને ખૂબ જ ગંભીર રીતે કુતરાઓએ બચકા ભરી લીધા હતા. જેને લઇ બાળક ગંભીર રીતે ઘવાયો હતો. જેને લઇ બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના બાળકને મૃત જાહેર કર્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…