Banaskantha : બનાસકાંઠાના ધાનેરા નજીક બાઈક અને જીપ વચ્ચે અકસ્માત, 2 યુવકનાં મોત
બનાસકાંઠાના (Banaskantha) ધાનેરા નજીક અકસ્માતમાં 2 યુવકનાં મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. જાડી અને સેરા ગામ વચ્ચે બાઈક અને જીપ વચ્ચે અકસ્માત થયો હતો.
આજનો શનિવાર ગોઝારો સાબીત થયો છે. એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. બનાસકાંઠામાં પણ આવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના (Banaskanth) ધાનેરા નજીક અકસ્માતમાં 2 યુવકનાં મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. જાડી અને સેરા ગામ વચ્ચે બાઈક અને જીપ વચ્ચે અકસ્માત થયો હતો. બાઇક પર સવાર બે યુવકના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક રાહદારી અડફેટે આવતા તેને ઇજા પહોંચી હતી. ઇજાગસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયો છે. જ્યારે બન્ને યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયા છે.
આ પણ વાંચો-Mandi : અમરેલીની સાવરકુંડલા APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 7655રહ્યા , જાણો જુદા-જુદા પાકના ભાવ
ભાવનગરમાં અકસ્માતમાં એકનું મોત
ભાવનગરમાં પણ અકસ્માત થયો છે. ભાવનગરના રીંગરોડ ઉપર કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અડાથડાતા કારમાં બ્લાસ્ટ થયો હતો. કારમાં બે લોકો સવાર હતા. જેમાંથી એક વ્યક્તિ કારમાં ફસાતા તેનું કરુણ મોત નિપજ્યું છે.અન્ય એક વ્યક્તિને દાઝી જતા સારવાર માટે તાત્કાલીક ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો.
ગઇકાલે દીવ અને ભરુચમાં પણ થયો હતો અકસ્માત
ગઇકાલે સંઘ પ્રદેશ દીવના જોલાવાડી ફાટક પાસે છકડો પલટી ગયો. ડ્રાઈવરે કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માતમાં ડ્રાઈવરને માથાના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. જેના પગલે વધુ સારવાર માટે ઉના ખસેડવામાં આવ્યો છે. છકડો ચાલક સંજય કોડીનારના કડોદરા રહેવાસી છે.
આ પણ વાંચો-Gujarat ના સીએમ ભૂપેન્દ્ર પટેલના પહેરવેશને લઇને ચર્ચા, જોવા મળ્યા અલગ લુકમાં
ગઇકાલે ભરૂચના હાંસોટના વાલનેર પાટિયા નજીક અકસ્માત થયો હતો. કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આગળ ચાલતા કન્ટેનરમાં પાછળથી કાર ધડાકાભેર અથડાઈ હતી. કારમાં સવાર 2 યુવાનના મોત થયા હતા. જ્યારે એક યુવાન ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…