Surat માં આજે પારો 39 ડિગ્રીએ પહોંચતા શહેરીજનો પરસેવે રેબઝેબ, રસ્તા પર સ્વયંભૂ કર્ફ્યૂ જેવો માહોલ
હવામાન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર એન્ટિ સાયક્લોનિક સર્ક્યુલેશનથી શરૂ થયેલા ગરમ-સૂકા પવનોથી સુરત સહિત સમગ્ર રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે.
Surat : માર્ચ મહિનાના પ્રારંભ સાથે જ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) તાપમાનનો (Temperature) પારો રોજેરોજ નવા રેકોર્ડ કાયમ કરી રહ્યો છે. આજે બપોરે સુરત શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીએ પહોંચ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાવા પામ્યું છે. હવામાન વિભાગના (Meteorological Department)જણાવ્યા અનુસાર હજી આગામી પાંચ દિવસ સુધી સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો (Heat)પ્રકોપ જોવા મળી શકે છે.
હવામાન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર એન્ટિ સાયક્લોનિક સર્ક્યુલેશનથી શરૂ થયેલા ગરમ-સૂકા પવનોથી સુરત સહિત સમગ્ર રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. આજે સુરત સહિત રાજ્યના 17 શહેરોનું તાપમાન 38 ડિગ્રીને પાર કરી જતાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે.
આગામી પાંચ દિવસમાં રાજ્યમાં હજુ ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા છે. ખાસ કરીને 14થી 17 માર્ચ દરમિયાન સુરત, અમદાવાદ, ડીસા, ભુજ અને રાજકોટ જેવાં શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. બાદમાં ગરમી એકથી બે ડિગ્રી સુધી ઘટશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે.
હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બીજી તરફ સતત વધી રહેલી ગરમીને પગલે હવે સુરત શહેરમાં મોટા ભાગના રસ્તો પર બપોરના સુમારે સ્વયંભૂ કર્ફ્યુ જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે. આ સ્થિતિ વચ્ચે નોકરિયાત વર્ગની હાલત સૌથી વધુ કફોડી થવા પામી છે.
જે લોકોને ઘરની બહાર નીકળવું પણ પડે છે તેઓ રૂમાલ, સ્કાર્ફ, ગ્લવ્ઝ કે ચશ્મા પહેરીને નીકળવાની ફરજ પડે છે. જોકે આવનારા પાંચ દિવસ સુધી હજીપણ કાળઝાળ ગરમી પડવાની આગાહી છે. તે જોતા ઉનાળાની વિધિવત શરૂઆત હોળી પહેલા જ થઇ ગઈ હોય તેવું શહેરીજનો અનુભવી રહ્યા છે.
આ પણ વાંચો : Punjab: સીએમના શપથ ગ્રહણ સમારોહમાં સામાન્ય જનતા પણ ભાગ લેશે, માને કહ્યું- સાથે મળીને ભગત સિંહના સપના સાકાર કરીશું
આ પણ વાંચો : Surat : ‘આપ’માંથી ભાજપમાં જોડાયેલી મહિલા કોર્પોરેટર મનીષા કુકડિયાની ઘર વાપસી, કહ્યું કે ભાજપમાં અન્યાય થયો