Surat : કોલસાના ભાવમાં થઇ રહેલા વધારાથી કંટાળીને હવે ડાઇંગ મિલો સોલાર એનર્જી તરફ વળશે

પ્રોસેસીંગ સેક્ટરમાં માત્ર કોલસાનો ઉપયોગ ડાઈંગ પ્રોસેસ પ્રક્રિયા માટે ગરમી પેદા કરવા માટે થાય છે. હવે તેના બદલે સોલાર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આનાથી બે ફાયદા થશે, એક તો તેનાથી પ્રદૂષણ ઘટશે અને બીજું કોલસાના ખર્ચમાંથી મુક્તિ મળશે.

Surat : કોલસાના ભાવમાં થઇ રહેલા વધારાથી કંટાળીને હવે ડાઇંગ મિલો સોલાર એનર્જી તરફ વળશે
Tired of rising coal prices, dyeing mills will now turn to solar energy(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 11:17 AM

દિવાળી પહેલા પણ કોલસાના(Coal ) ભાવ સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં કોલસા આધારિત કાપડ મિલોની(Mills ) ચિંતા વધી રહી છે. કોલસાની માથાકૂટ દૂર કરવા પાંડેસરાના આઠ એકમોએ કોલસાનો યોગ્ય વિકલ્પ(Option ) પસંદ કરવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં હવે આ એકમો, પુનઃપ્રાપ્ત ઊર્જાના સ્ત્રોત તરફ વળ્યા, તેમના વિસ્તારમાં સૌર પેનલો સ્થાપિત કરવા જઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ, યુનિડો, EESL અને DESLના અધિકારીઓએ પાંડેસરામાં દક્ષિણ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસિંગ એસોસિએશનના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં MSME ઉદ્યોગોમાં સૌર ઊર્જાના ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે કોન્સન્ટ્રેટિંગ સોલાર થર્મલ ટેક્નોલોજીના ઉપયોગ માટે સુરતની પસંદગી કરવામાં આવી છે, જેમાં 2 વર્ષ માટે સોલાર ટેક્નોલોજીના લગભગ 8 યુનિટનો ઉપયોગ કરવામાં આવશે, જ્યાં પહેલા કોલસાનો ઉપયોગ થતો હતો.

આ મીટીંગમાં હાજર રહેલા યુનિડોના નેશનલ પ્રોજેકટ કોઓર્ડિનેટર દેબાજીત દાસે જણાવ્યું હતું કે પ્રોસેસીંગ સેક્ટરમાં માત્ર કોલસાનો ઉપયોગ ડાઈંગ પ્રોસેસ પ્રક્રિયા માટે ગરમી પેદા કરવા માટે થાય છે. હવે તેના બદલે સોલાર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આનાથી બે ફાયદા થશે, એક તો તેનાથી પ્રદૂષણ ઘટશે અને બીજું કોલસાના ખર્ચમાંથી મુક્તિ મળશે. યુનિડોકના નેશનલ ટેકનિકલ એક્સપર્ટ પંકજ કુમારે જણાવ્યું હતું કે જે એકમોમાં સોલાર પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે, ત્યાં તેના દ્વારા 15 થી 30%ની વિભાગીય સહાય પણ આપવામાં આવશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

નોંધનીય છે કે દિવાળી પહેલાથી જ કોલસાના ભાવમાં સતત વધવાથી હવે અકળાયેલી કાપડ મિલો રિન્યુએબલ એનર્જી તરફ વળી છે. જો આ શક્ય બને છે તો MSME મંત્રાલય અને UNIDO ના સહયોગથી  થઇ રહેલો આ પ્રોજેક્ટ જો સફળ થાય છે તો આ પ્રોજેક્ટથી 15 થી 20 ટકા કોલસાનો ઉપયોગ ઘટશે અને ઇન્ડસ્ટ્રી પર આવનારો મોટો બોજો પણ ઘટશે.

હાલ અમુક એકમોએ કોલસાનો આ વિકલ્પ પસંદ કરવાનો નિર્ણય લઇ લીધો છે. અને જો તેમાં તેમને સફળતા મળે છે, તો અન્ય ઉધોગો પણ સોલાર પેનલ તરફ વળશે તો મોટી બચત પણ થઇ રહેશે.

આ પણ વાંચો :

વતન વાપસી : સુરતના 70 કરતા વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા, ફ્લાઈટનું ભાડું 3 ગણું વધ્યું

VNSGU : 400 અને 600 રૂપિયા લઈને પણ ફ્રેમના બદલે ફોલ્ડરમાં જ પદવી પ્રમાણપત્ર આપવામાં આવશે

g clip-path="url(#clip0_868_265)">