Surat : વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી દ્વારા કમિશનરને રજુઆત, માર્શલની પરીક્ષામાં દલાલોનો એકડો કાઢવા ટોલ ફ્રી નંબર જાહેર કરો

પાલિકાના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં છાશવારે પરીક્ષા માટે રાત - દિવસ મહેનત કરતા ઉમેદવારો સાથે અન્યાયની ફરિયાદો ઉઠવા પામે છે, ત્યારે હવે માર્શલમાં નોકરી અપાવવા નામે પણ કેટલાક દલાલો સક્રિય થઈ ચુક્યા છે.

Surat : વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી દ્વારા કમિશનરને રજુઆત, માર્શલની પરીક્ષામાં દલાલોનો એકડો કાઢવા ટોલ ફ્રી નંબર જાહેર કરો
SMC Opposition leader Dharmesh Bhanderi ( File Image )
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 09, 2022 | 5:26 PM

સુરત મહાનગર પાલિકા (Surat Municipal Corporation) દ્વારા માર્શલની ભરતી (Recruitment ) પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોને દલાલોથી છેતરાતા બચાવવા માટે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) દ્વારા ટોલ ફ્રી નંબરની જાહેરાત કરવા મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરવામાં આવી છે. હાલમાં જ માર્શલ માટેની પરીક્ષા દરમિયાન એક ઉમેદવારની છાતીનું ખોટી પદ્ધતિથી માપ લેવામાં આવ્યું હોવાના આક્ષેપને પગલે ભારે હોબાળો થયો હતો. જેને પગલે મ્યુનિસિપલ કમિશનરને આ રજુઆત કરવામાં આવી છે.

હાલમાં જ સુરત મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી માર્શલની ભરતી પ્રક્રિયા દરમિયાન વિવાદ ઉભો થયો હતો. પીએસઆઈની પરીક્ષામાં ફીઝીકલ રીતે પાસ થયેલા ઉમેદવારને પ્રાથમિક કક્ષાએ જ રિજેક્ટ કરી દેવામાં આવતાં ભારે હોબાળો મચી ગયો હતો. જેમાં ઉમેદવારની છાતીનું ખોટી પદ્ધતિથી માપ લેવાયુ હોવાનો આક્ષેપ થયો હતો. ત્યારે ફરીથી આવી કોઇ ક્ષતિના કારણે ઉમેદવારને ભોગવવાનું ન આવે તે માટે રજુઆત કરવામાં આવી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તો બીજી તરફ પરીક્ષા સ્થળે ચોક્કસ કોર્પોરેટરોની હાજરીને પગલે પણ વિવાદ ઉભો થયો હતો. આ સંદર્ભે હવે વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી દ્વારા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને રજુઆત કરવા સાથે ઉમેદવારો માટે એક ટોલ ફ્રી નંબર જાહેર કરવાની રજુઆત કરવામાં આવી છે.

આ સંદર્ભે પાલિકાના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં છાશવારે પરીક્ષા માટે રાત – દિવસ મહેનત કરતા ઉમેદવારો સાથે અન્યાયની ફરિયાદો ઉઠવા પામે છે, ત્યારે હવે માર્શલમાં નોકરી અપાવવા નામે પણ કેટલાક દલાલો સક્રિય થઈ ચુક્યા છે.

આ સ્થિતિમાં જો મહાનગરપાલિકા ખરેખર નિષ્પક્ષ અને પારદર્શી પરીક્ષા યોજવા ઈચ્છતુ હોય તો વહીવટી તંત્ર દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરવો જોઈએ. જેના થકી કોઈપણ ઉમેદવારને જો પરીક્ષા દરમિયાન ગેરરીતિ જોવા મળે તો તે ફરિયાદ કરી શકે છે. આ સિવાય નોકરી અપાવવાના નામે સક્રિય થયેલા દલાલોથી બચવા માટે પણ આ ટોલ ફ્રી નંબર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો-SURAT : NGO દ્વારા તારીખ 9 અને 10 એપ્રિલના રોજ અનોખો ગીનીસ બુક ઓફ રેકોર્ડ બનાવવાની તૈયારી

આ પણ વાંચો-ડર્ટી પોલિટીક્સઃ રાદડિયા સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે સરકાર હરીફ જૂથને પ્રોત્સાહન પણ આપી રહી છે અને કાર્યવાહી પણ નથી કરતી!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">