AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : આ નેતાને કારણે આખું પાકિસ્તાન શરમથી પાણી-પાણી, ચાર અક્ષર અંગ્રેજી વાંચવામાં થરથર કાંપ્યો MPA !

પાકિસ્તાની ધારાસભ્ય મોહમ્મદ શબ્બીર કુરેશીનો ઝીણાને અંગ્રેજીમાં શ્રદ્ધાંજલિ આપતો એક વીડિયો વાયરલ થયો છે. જુઓ કે નેતા અંગ્રેજી વાંચવાનો પ્રયાસ કરતા કેવી રીતે ભાંગી પડ્યા.

Trending Video : આ નેતાને કારણે આખું પાકિસ્તાન શરમથી પાણી-પાણી, ચાર અક્ષર અંગ્રેજી વાંચવામાં થરથર કાંપ્યો MPA !
Pakistan MLA, Shabbir Qureshi
| Updated on: Sep 15, 2026 | 2:50 PM
Share

સોશિયલ મીડિયા પર હાલમાં પાડોશી દેશ પાકિસ્તાનનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને હસવું રોકવું મુશ્કેલ બની જાય છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતના ધારાસભ્ય મોહમ્મદ શબ્બીર કુરેશી (Pakistani MPA Muhammad Shabbir Qureshi) અલી જિન્નાહને શ્રદ્ધાંજલિ (Tribute To Jinnah) આપવા માટે ઊભો થયો હતો. તેના હાથમાં અંગ્રેજીમાં લખાયેલો એક લાંબો સરકારી પ્રસ્તાવ હતો. પરંતુ બોલતી વખતે તે વારંવાર અટકી રહ્યો હતો. તેનો આ અંદાજ જોઈને સોશિયલ મીડિયા પર લોકો મજાક કરતા કહેવા લાગ્યા કે, “અંગ્રેજીની આવી હાલત તો ભાગ્યે જ જોઈ હશે.”

જિન્નાહને શ્રદ્ધાંજલિ આપવાની હતી

કરાચીના કિમારી વિસ્તાર સાથે સંકળાયેલો MPA મોહમ્મદ શબ્બીર કુરેશીનો વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેના પર મીમ્સની ભરમાર જોવા મળી રહી છે. વિધાનસભા સત્ર દરમિયાન કુરેશીને જિન્નાહને શ્રદ્ધાંજલિ આપવાની હતી. તે અંગ્રેજીમાં બોલવાનું શરૂ કર્યું અને ત્યારબાદ જે થયું તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો. તેની અંગ્રેજી સાંભળીને કેટલાક લોકો મજાકમાં કહી રહ્યા છે કે મોટા-મોટા પ્રોફેસરો પણ માથું પકડી લે.

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે તેઓ એક-એક શબ્દ વાંચવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. પરિસ્થિતિ એવી બની કે તેને નજીક બેઠેલા સાથી ધારાસભ્યોની મદદ પણ લેવી પડી. તેનો વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે તેની અંગ્રેજી વાંચવાની મુશ્કેલી પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે.

સોશિયલ મીડિયા પર મીમ્સની ભરમાર

વીડિયો અપલોડ થતાં જ સોશિયલ મીડિયા પર મીમ્સની ભરમાર જોવા મળી રહી છે. લોકોએ અલગ-અલગ પ્રકારની મજેદાર કમેંટ્સઓ કરી છે તો કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યો કે જો નેતાને અંગ્રેજી આવડતી ન હોય તો તેને અંગ્રેજીમાં ભાષણ કેમ આપવામાં આવ્યું? કેટલાક યુઝર્સે તેના સ્ટાફને પણ નિશાન બનાવતા કહ્યું કે ઓછામાં ઓછું ભાષણ પહેલાં પ્રેક્ટિસ તો કરાવી શકાઈ હોત અથવા ઉર્દૂમાં લખેલી ચિઠ્ઠી આપી શકાઈ હોત.

હાલમાં કુરેશી તરફથી આ અંગે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. જોકે, સોશિયલ મીડિયા પર તેનો આ વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે અને તેના પર સતત પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

જુઓ Video

નોંધ : આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર @AbdulAzizANP દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં કરવામાં આવેલા દાવાની સ્વતંત્ર રીતે TV9 ગુજરાતી દ્વારા ચકાસણી કરવામાં આવી નથી.

આ પણ વાંચો, Trending Video : શું તમે પણ ચાલતા-ચાલતા મોબાઈલ વાપરો છો ? મોબાઈલમાં ખોવાયેલો શખ્સ અચાનક ખુલ્લી છતમાં પડ્યો, જુઓ CCTV Video

Follow Us
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
g clip-path="url(#clip0_868_265)">