Gujarati Video: સુરતમાં કેમિકલ કંપનીના ગોડાઉનમાંથી સબસિડીવાળુ યુરિયા ખાતર ઝડપાયુ, 54 ગુણી સાથે એકની ધરપકડ

Surat News: કેમિકલના ગોડાઉનમાંથી બીજી 541 ખાલી ગુણો પણ મળી આવી હતી. પાંડેસરા અને પલસાણાની મિલમાં યુરિયા ખાતર સપ્લાય કરવામાં આવતું હતું.

Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 28, 2023 | 4:27 PM

યુરિયા ખાતર મેળવવા ખેડૂતો ખાતર કેન્દ્રોની બહાર લાઈન લગાવતા હોય છે. તેમ છતાં અપૂરતા સ્ટોકના કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી. ત્યારે સુરતના સચિન વિસ્તારમાંથી સબસિડીવાળું યુરિયા ખાતરની 54 ગુણી સાથે એક શખ્સ ઝડપાયો છે. કેમિકલના ગોડાઉનમાંથી બીજી 541 ખાલી ગુણો પણ મળી આવી હતી. પાંડેસરા અને પલસાણાની મિલમાં યુરિયા ખાતર સપ્લાય કરવામાં આવતું હતું.

આ પણ વાંચો- Tender Today : જુદી જુદી સાઇઝના 3 કોર ફ્લેટ PVC કોપર કેબલના કામ માટે ટેન્ડર જાહેર

સચિન ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કેમિકલના ગોડાઉનમાંથી 54 ગુણી જપ્ત કરવામાં આવી છે. સચિનના કેમિકલ ગોડાઉનમાંથી સબસિડીવાળું યુરિયા ખાતર મળી આવતા નાયબ ખેતી નિયામકે ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે હિમાશું ભગતવાલા અને જથ્થો સપ્લાય કરનાર સામે ગુનો નોંધ્યો છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

સુરતના સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર સબસિડીવાળા યુરિયા ખાતરનો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો છે. ખેતી નિયામક અધિકારીઓને માહિતી મળી હતી કે સચિન ઈન્ડસ્ટ્રી પાર્કમાં આવેલી ઝિયા ટેક્સ કેમિકલ કંપનીમાં કેટલાક લોકો સબસિડીવાળુ ખાતર વેચે છે. આ માહિતીના આધારે ખેતી નિયામક અધિકારીએ સુરત ક્રાઈમને સાથે રાખીને રેડ કરી હતી. જે પછી ગોડાઉનમાંથી યુરિયાની થેલીઓ મળી આવી હતી.

આરોપી મિલોમાં 750થી 800 રૂપિયા ભાવોમાં વેચતો હતો

સચિન ઈન્ડસ્ટ્રીયલમાં ગોડાઉનમાં કેમિકલનો ધંધો કરતા હિમાશું ભગતવાલાની ધરપકડ કરી છે. સરકારી સબસિડીવાળા યુરિયા ખાતર એક ગુણીના 550 રૂપિયામાં ખરીદી કરીને આરોપી હિમાશું ભગતવાલા મિલોમાં 750થી 800 રૂપિયા ભાવોમાં વેચતો હતો. આરોપી હિમાંશુ ભગતવાલા ખાસ કરીને પાંડેસરા અને પલસાણાની મિલમાં સબસિડીવાળું ખાતર સપ્લાય કરતો હતો.

પાંડેસરા પોલીસે પહેલા સિક્યુરિટી ગાર્ડને પકડ્યો હતો

હિમાંશુ ભગતવાલા આ સબસિડીવાળું યુરિયા ખાતર કોની પાસે લઈ આવ્યો તે અંગે હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે. અગાઉ પાંડેસરા વિસ્તારમાં 6 ફેબુઆરીએ મિલમાંથી યુરિયા ખાતર મળી આવ્યું હતું, જેમાં પાંડેસરા પોલીસે પહેલા સિક્યુરિટી ગાર્ડને પકડી પાડયો બાદમાં આ કેસની ક્રાઈમબ્રાંચને તપાસ સોંપી દેવામાં આવી હતી. જેમાં મિલ માલિક સહિત 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

ચેકિંગ થાય તો યુરિયા મળવાની શક્યતા ખેતી નાયક નિયામક કચેરીનો સ્ટાફ જો પોલીસને સાથે રાખી પાંડેસરા, સચીન અને પલસાણાની કેટલીક મિલોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરે તો તેમાંથી મોટી માત્રામાં સબસીડીવાળું યુરિયા ખાતર મળવાની શક્યતા છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">