Gujarati Video : સુરતના વેસુમાંથી ઝડપાયો નશાકારક દવાનો જથ્થો, SOGએ નકલી ગ્રાહક મોકલી મેડિકલ સ્ટોર પર બોલાવી તવાઇ
સુરતમાં પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર SOGએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને દરોડા પાડ્યા છે. સુરતના વેસુ આગમ ઓર્ચીડ કોમ્પલેક્ષમાં ટ્રેપ ગોઠવી દરોડા પાડ્યા છે.SOGએ ડમી ગ્રાહકને મોકલી મેડિકલ સ્ટોરના સંચાલકને ગેરકાયદે નશાકારક સીરપનું વેચાણ કરતા ઝડપી પાડ્યો છે.
સુરત શહેરમાં નશીલા પદાર્થ વેચાણ સામે લાલ આંખ કરવાં આવી રહી છે. સુરતમાં પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર SOGએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને દરોડા પાડ્યા છે. સુરતના વેસુ આગમ ઓર્ચીડ કોમ્પલેક્ષમાં ટ્રેપ ગોઠવી દરોડા પાડ્યા છે. SOGએ ડમી ગ્રાહકને મોકલી મેડિકલ સ્ટોરના સંચાલકને ગેરકાયદે નશાકારક સીરપનું વેચાણ કરતા ઝડપી પાડ્યો છે. મહત્વપૂર્ણ છે સુરત પોલીસ “નો ડ્રગ્સ ઈન સુરત સિટી” અભિયાન અંતર્ગત ખાસ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન અંતર્ગત જ SOGએ કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો : Surat: જૂના મોબાઈલના લે-વેચ ઉપર મહત્વપૂર્ણ જાહેરનામું, પોલીસે મોબાઈલ ચોરી કરતી ટોળકીને ઝડપી
“NO DRUGS IN SURAT CITY ”અભિયાન
આ અગાઉ પણ સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા સુરત શહેરમાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે “NO DRUGS IN SURAT CITY ” અભિયાન ચાલુ કરવામાં આવેલું હતુ. જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહ્યું હતુ. કોઈક જગ્યાએ ડ્રગ્સ કે પછી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે નશાકારક સીરપ અને દવાઓ વેચતા મેડિકલ સ્ટોર પર પણ તવાઇ બોલાવવામાં આવી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…