AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: શહેરના અઠવામાં સૌથી વધુ 165 હાઈ રિસ્ક એરિયા, માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 500ની નજીક પહોંચી

રોકેટગતિએ વધી રહેલા કેસોને પગલે માત્ર સુરત શહેરમાં જ હાલ માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોનની સંખ્યા 500ની નજીક પહોંચી ચુકી છે.

Surat: શહેરના અઠવામાં સૌથી વધુ 165 હાઈ રિસ્ક એરિયા, માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 500ની નજીક પહોંચી
Micro Containment Zone (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 5:12 PM
Share

સુરત (Surat) શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ (Corona Virus) કેસોની સાથે સાથે હવે માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોન (Micro Containment Zone)ની સંખ્યામાં પણ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. રોકેટગતિએ વધી રહેલા કેસોને પગલે માત્ર સુરત શહેરમાં જ હાલ માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોનની સંખ્યા 500ની નજીક પહોંચી ચુકી છે.

એક તબક્કે સુરત શહેરમાંથી કોરોના મહામારીએ વિદાય લઈ લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. અલબત્ત, ઓમીક્રોન વેરિયેન્ટ (Omicron)ની શહેરમાં એન્ટ્રી કોરોના સંક્રમણના ત્રીજા તબક્કાની લહેર માટે નિમિત્ત બની ચુકી હોય તેવું ફલિત થઈ રહ્યું છે. સુરત શહેરમાં હવે મહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં હાઈરિસ્ક એરિયા સાથે ચેતવણીના બોર્ડ મુકવાની ફરજ પડી રહી છે.

બીજા તબક્કાની મહામારી દરમ્યાન શહેરના વિવિધ ઝોન વિસ્તારોના માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોનમાં પ્રવેશબંધીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે તેવા દ્રશ્યો પુનઃ જોવા મળી રહ્યા છે. શહેરના અઠવા અને રાંદેર ઝોન તો કોરોના મહામારીના હોટ સ્પોટ સાબિત થઈ ચુક્યા છે.

સુરત શહેરમાં 1લી જાન્યુઆરીએ 264 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન નોંધાયા હતા, જે હવે વધીને 490 પર પહોંચી ચુક્યા છે. જેને પગલે વધુ એક વખત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા રસ્તાઓ પર સાવચેતીના ભાગરૂપે બેરિકેડ મુકીને હાઈ રિસ્ક એરિયાની ચેતવણીના બેનરો લગાવવામાં આવી રહ્યા છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર સુરત શહેરમાં હાલ સેન્ટ્રલ ઝોનમાં 27, વરાછા એ ઝોનમાં 7, વરાછા બી ઝોનમાં 16, રાંદેર ઝોનમાં 125, કતારગામ ઝોનમાં 32, ઉધના એ ઝોનમાં 19, ઉધના બી ઝોનમાં 10 અને લિંબાયતમાં 89 માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અઠવા ઝોનમાં આ આંકડો સૌધી વધુ 165 નોંધાવા પામ્યો છે.

10 જાન્યુઆરીએ રાજ્યમાં 6,097 કેસ નોંધાયા

ગુજરાતમાં 10 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 6,097 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના લીધે બે વ્યકિતના મૃત્યુ થયા છે. જ્યારે કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનના નવા 25 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 32,469 થઇ છે. જેના પગલે કોર્પોરેશને ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કર્યો છે. અમદાવાદ શહેરમાં દરરોજ કોરોનાના 14,000 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Surat: પતંગ રસિક અજય રાણાએ જાગૃતિ ફેલાવવા બનાવી અનોખી પતંગ, ‘ઓમિક્રોન’ અને ‘STOP રેપ’ થીમ પર બનાવી પતંગો

આ પણ વાંચો: Surat: 790 સિનિયર સિટીઝન સહિત 1,465ને બુસ્ટર ડોઝ, શહેરમાં બપોર સુધી કોરોનાના અધધ 810 કેસ નોંધાયા

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">