Surat: 790 સિનિયર સિટીઝન સહિત 1,465ને બુસ્ટર ડોઝ, શહેરમાં બપોર સુધી કોરોનાના અધધ 810 કેસ નોંધાયા
મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આજે બપોર સુધી સુરત શહેરના તમામ ઝોન વિસ્તારમાં મળીને 810 નાગરિકો કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બન્યા છે.
સુરત (Surat) શહેરમાં આજે બપોર સુધીમાં અધધધ 810 કોરોના સંક્રમણ (Corona Virus)ના કેસ નોંધાયા છે. જ્યારે આજે સતત બીજા દિવસે બપોર સુધીમાં સિનીયર સિટીઝન સહિત હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઈન વોરિયર્સ સહિતના 1,465 નાગરિકોને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે.
મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આજે બપોર સુધી સુરત શહેરના તમામ ઝોન વિસ્તારમાં મળીને 810 નાગરિકો કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બન્યા છે.
જ્યારે ગત રોજ સુરત શહેરમાં કોરોનાના કુલ 1,678 કેસ નોંધાયા હતા. ગઈકાલથી સુરત સહિત સમગ્ર દેશમાં ત્રીજા તબક્કાની લહેરને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારની ચોક્કસ ગાઈડલાઈન સાથે બુસ્ટર ડોઝનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જે અંતર્ગત આજે પણ શહેરના તમામ ઝોન વિસ્તારોમાં અલગ-અલગ વેક્સીનેશન સેન્ટરો પર બપોર સુધી 790 સિનીયર સિટીજનોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે. આ સિવાય આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા 487 અને 188 ફ્રન્ટલાઈન વોરિયર્સને પણ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે.
નોંધનીય છે કે રવિવારે કેસોની સંખ્યા 500 કરતા ઓછી નોંધાઈ હતી. ત્યાં આજે બપોરે વધુ એક વખત કેસોની સંખ્યા 500ને પાર થઈ ગઈ હતી. ત્યાં એવું લાગે છે કે સાંજ સુધી કેસોની સંખ્યા 2 હજાર નજીક પહોંચે તો નવાઈ નહીં.
10 જાન્યુઆરીએ રાજ્યમાં 6,097 કેસ નોંધાયા
ગુજરાતમાં 10 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 6,097 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના લીધે બે વ્યકિતના મૃત્યુ થયા છે. જ્યારે કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનના નવા 25 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 32,469 થઇ છે. જેના પગલે કોર્પોરેશને ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કર્યો છે. અમદાવાદ શહેરમાં દરરોજ કોરોનાના 14,000 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં 10 જાન્યુઆરીએ નોંધાયેલા કોરોના કેસમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 1893, સુરતમાં 1778, વડોદરામાં 410, વલસાડમાં 251, રાજકોટમાં 191, ગાંધીનગરમાં 131, ખેડામાં 126, સુરતમાં 114, મહેસાણામાં 111, કચ્છમાં 109, નવસારીમાં 107, ભાવનગરમાં 93, આણંદમાં 88, ભરૂચમાં 78, ગાંધીનગર જિલ્લામાં 64, વડોદરા જિલ્લામાં 60, રાજકોટ જિલ્લામાં 58, મોરબીમાં 51, જામનગરમાં 47, જૂનાગઢ માં 33 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો: સાવચેત રહેજો, બુસ્ટર ડોઝના નામે છેતરપિંડી કરનારા થયા છે સક્રીય, OTP કોઈને આપશો નહી
આ પણ વાંચો: Deltacron Variant: આટલા વેરિયન્ટ્સ પૂરતા ન હતા? Cyprusમાં ફરી રૂપ બદલતો દેખાયો કોરોના