Surat: પતંગ રસિક અજય રાણાએ જાગૃતિ ફેલાવવા બનાવી અનોખી પતંગ, ‘ઓમિક્રોન’ અને ‘STOP રેપ’ થીમ પર બનાવી પતંગો
સુરતમાં દર વર્ષે પતંગ રસિકો અવનવી પતંગ ચગાવી જાગૃતિ પણ ફેલાવતા હોય છે. તેવા જ એક પતંગ રસિક અજય રાણાએ આ વર્ષે અનોખી પતંગો બનાવી છે. અજય રાણાએ કોરોનાના નિયમોની જાગૃતિ ફેલાવતા સૂત્રોવાળી પતંગો બનાવી છે.
ઉત્તરાયણ (Uttarayan)ના પર્વને ગણતરીના દિવસ બાકી છે. પતંગ રસિકોમાં તેનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. જો કે બીજી તરફ ગુજરાતમાં કોરોનાના કેસ (Corona virus)માં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકો કોરોનાના નિયમોને ધ્યાને રાખી ઉત્તરાયણનો પર્વ મનાવે તેવી જાગૃતિ ફેલાવવા સુરત (Surat)ના એક વ્યક્તિએ અનોખી પતંગો બનાવી છે.
સુરતમાં ઉત્તરાયણનું આગવું જ મહત્વ છે. સુરતમાં દર વર્ષે પતંગ રસિકો અવનવી પતંગ ચગાવી જાગૃતિ પણ ફેલાવતા હોય છે. તેવા જ એક પતંગ રસિક અજય રાણાએ આ વર્ષે અનોખી પતંગો બનાવી છે. અજય રાણાએ કોરોનાના નિયમોની જાગૃતિ ફેલાવતા સૂત્રોવાળી પતંગો બનાવી છે. સાથે જ અજય રાણાએ 25 ફૂટ લાંબી પતંગ પણ બનાવી છે. આ વર્ષે ઓમિક્રોન વેરિએન્ટને ધ્યાનમાં રાખી અજય રાણાએ 7 ફૂટની પતંગ બનાવી છે.
બીજી તરફ ગુજરાતમાં આ વર્ષે નાની બાળકીઓ સાથે દુષ્કર્મ થયાની અનેક ઘટના સામે આવી છે. તેથી આવી અમાનુષી ઘટનાઓ અટકાવવા અને જાગૃતિ ફેલાવવા અજય રાણાએ ‘STOP રેપ’ થીમ પર પણ 7 ફૂટ લાંબી પતંગ બનાવી છે. જેથી સમાજમાં થતી આવી ગુનાખોરીની ઘટનાઓ અટકી શકે.
મહત્વવનું છે કે કોરોનાને ધ્યાનમાં રાખીને આ વર્ષે ગુજરાત સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. જે મુજબ લોકો સ્વજનો સાથે જ અને માસ્ક પહેરીને જ ધાબા પર પતંગ ઉડાવી શકશે.
આ પણ વાંચોઃ Surat: કેસ વધતા SMC એલર્ટ મોડમાં, હાઇ રિસ્ક કન્ટેનમેન્ટ ઝોન વિશે જાગૃતિ લાવવા શરૂઆત
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
