Surat : ધનતેરસના દિવસે 21 કરોડના હીરાથી તૈયાર કરાયા લક્ષ્મી માતા, આંખો અંજાવી દે તેવું સ્વરૂપ આવ્યું સામે, જુઓ VIDEO
તેઓએ સૌથી પહેલા એક ફૂટની એક્રેલિક સહિત પર લક્ષ્મી માતાનું ચિત્ર કટિંગ કરીને મૂક્યું હતું. અને પછી આ પ્લેટમાં 1.50 કિલોના 7500 કેરેટના હીરા નાંખ્યા હતા. અને તે પછી આ શીટ ખસેડી દીધી હતી.
ગણપતિ (Ganpati )મહોત્સવ હોય, નવરાત્રી(Navratri ) હોય કે બીજો કોઈ તહેવાર હોય. સુરત હંમેશા કંઈ ને કંઈ નવું કરવા માટે જાણીતું છે. આજે દેશભરમાં ધનતેરસની(Dhanteras ) ઉજવણી થઇ રહી છે. ત્યારે ડાયમંડ સીટી સુરતમાં ડાયમંડ જડિત લક્ષ્મી માતાની આકૃતિ તૈયાર કરવામાં આવી છે. અને આ કૃતિ એક બે લાખ કે ચાર પાંચ કરોડ નહીં પણ પુરા 21 કરોડની કિંમતના હીરાથી તૈયાર કરવામાં આવી છે. આંખોને અંજાવી નાંખે તેવા ઝગમગતા હીરાથી ચમકતા લક્ષ્મી માતાની આ આકૃતિ જોનાર દરેકનું મન મોહી લે તેવી નજરે ચડે છે.
સુરતના ડાયમંડ ઉધોગકારો અને કારીગરો દ્વારા લક્ષ્મીમાતાની સૌથી મોંઘી આકૃતિ તૈયાર કરવામાં આવી છે. વાસ્તવમાં કોઈપણ હીરા કંપનીમાં એક સાથે આટલી મોટી રકમની હીરાનો સ્ટોક અવેલેબલ હોતો નથી. પરંતુ તેમના દ્વારા ત્રણ દિવસનો સ્ટોક કંપનીમાં રાખવામાં આવ્યો હતો. અને તે બાદ આ લક્ષ્મીજીની તસ્વીર તૈયાર કરવામાં આવી છે.
આ માટે તેઓએ સૌથી પહેલા એક ફૂટની એક્રેલિક સહિત પર લક્ષ્મી માતાનું ચિત્ર કટિંગ કરીને મૂક્યું હતું. અને પછી આ પ્લેટમાં 1.50 કિલોના 7500 કેરેટના હીરા નાંખ્યા હતા. અને તે પછી આ શીટ ખસેડી દીધી હતી. અને આ રીતે તૈયાર થયા હતા 21 કરોડના લક્ષ્મી માતાજી. આજે જયારે ધનતેરસની ઉજવણી દેશભરમાં થઇ રહી છે. ત્યારે ડાયમંડ સીટી સુરતની ડાયમંડ કંપનીએ ડાયમંડ જડિત લક્ષ્મી માતા તૈયાર કરીને આવનારું વર્ષ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે સુખ અને સમૃદ્ધિ લાવનારું બની રહે તેવી પ્રાર્થના પણ કરી હતી.
જુઓ વિડીયો :
ડાયમંડ સીટી સુરતમાં હીરા વેપારીઓ અને કારીગરો દ્વારા તૈયાર કરાયાં ડાયમંડના લક્ષ્મીજી#Dhanteras #DhanterasCelebration #dhanterash #Dhanteraspuja #laxmipujan #Surat #Gujarat #TV9News pic.twitter.com/nS8Y9UwF4C
— Tv9 Gujarati (@tv9gujarati) October 22, 2022