Dhanteras 2022 : 27 વર્ષ બાદ આજે વાઘ બારસ અને ધનતેરસનો શુભ સંયોગ, વાહનો અને સોનાની ખરીદી માટે શ્રેષ્ઠ દિવસ
ધનતેરસના (Dhanteras) દિવસે ખરીદી કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. માન્યતા છે કે ધનતેરસના દિવસે તમે જેટલી ખરીદી કરો છો, તેમાં અનેક ગણો વધારો થાય છે.
દિવાળીના પર્વની (Diwali Festival) શરૂઆત થઈ ચૂકી છે. આજે વાઘ બારસ અને ધનતેરસનો શુભ સંયોગ છે, ત્યારે વહેલી સવારથી સાંજના 6 વાગ્યા પૂર્વે વાઘબારસ રહેશે. ધનતેરસના શુભ મૂહુર્ત શરૂ થશે. આજે મહાલક્ષ્મીના પર્વ ધનતેરસની (Dhanteras) દેશભરમાં ધામધૂમ પુર્વક ઉજવણી થશે. આજના મુહૂર્તની વાત કરીએ તો, સાંજે 6:15થી 7:40 સુધી અને 9.55થી 11.55 સુધી સારા મુહૂર્ત રહેશે. આ મુહૂર્તમાં પુજા અર્ચના કરવામાં આવશે. આજના વણજોયા મુહૂર્તમાં નાગરિકો કોઇપણ સારું કામ, વાહનો સાથે આભૂષણોની ખરીદી કરી શકે છે. માનવામાં આવે છે કે ધનતેરસના (Dhanteras) દિવસે ખરીદી કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. માન્યતા છે કે ધનતેરસના દિવસે તમે જેટલી ખરીદી કરો છો, તેમાં અનેક ગણો વધારો થાય છે.
સાંજે પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ
ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ અને કુબેરની પૂજા થાય છે. આ દિવસે સાંજે પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પણ પૂજા કરવામાં આવે છે. ધન્વંતરિ અને કુબેરની (Kuber) ઉપાસના ભગવાન ધન્વંતરિ વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાનને પીળી વસ્તુ ગમે છે. એટલે કે ભગવાનને પિત્તળ અને સોનું અતિપ્રિય હોય છે અને એટલા જ માટે આજના દિવસે સોનાની ખરીદીનું વિશેષ મહત્વ રહેલું છે અને આ ખરીદીને શુભ માનવામાં આવે છે.