સુરત ઉધના રેલવે સ્ટેશન પર ગર્ભવતી મહિલાની હત્યા બીજા કોઈ નહિ પણ તેના ભણેજે જ કરી હોવાનો ખુલાસો થયો, શું હતું હત્યાનું કારણ?
રેલવે પોલીસે સીસીટીવી ચેક કરતા 21-03-2022 ના રોજ માસૂમ બે વર્ષની બાળકીને બાંકડે સુવડાવીને મહિલા સાથે આ યુવક લઈ જતા દેખાય છે અને બાદમાં પરત એકલો યુવક દેખાય છે મહિલાની હત્યા આ યુવકે જ કરી હોવાની પોલીસને શંકા જતાં તેને મોબાઈલ સર્વેલન્સથી બિહારથી પકડી લીધો હતો.
સુરત (Surat) ઉધના રેલવે યાર્ડ (Udhana Railway Yard) માં સગર્ભા મહિલાની હત્યા (Murder) કરવાના કેસમાં રેલવે પોલીસ (Police) એ હત્યારાને બિહાર (Bihar) થી દબોચી લીધો છે. બિહારથી હત્યારાને લઈ રેલવે પોલીસ સુરત પહોંચી હતી. ભાણેજે મામી સાથે પ્રેમ સબંધ હતા જેથી તેને લઈ પરિવારમાં અને સમાજમાં ઝઘડાઓ થતા હતા, જેથી કંટાળીને આ ગર્ભવતી મહિલા મામીની ભાણેજે હત્યા કરી દીધી અને 2 વર્ષની માસૂમ બાળકીને સ્ટેશન બહાર એકલી મૂકી દીધી હતી અને ત્યારે બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને છેક પોતાના વતમ બિહાર પહોંચી ગયો હતો.
ગત 22 મી માર્ચના રોજ ઉઘના યાર્ડના પ્લેટફોર્મ નંબર- 7 અને 8 વચ્ચેથી સગર્ભા મહિલાની લાશ મળી આવી હતી. જ્યારે આ ઘટનાની જાણ થતા રેલવે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પહેલા તો પોલીસ થોડી વાર માટે ચોકી ઉઠી હતી અને તાત્કાલિક તપાસ તેજ કરી હતી જેમાં તેણીનું ગળુ દબાવી હત્યા કરી દેવામાં આવી હોવાનું ખુલ્યું હતું. તેમજ લાશને ઘાસથી ઢાંકી દેવામાં આવી હતી.જેથી કોઈને ખ્યાલ ન આવે. આ મહિલા ગર્ભવતી હોવાથી પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનવીને તપાસ તેજ કરી અને ઉધના રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી ચેક કરતાં યુવક સગર્ભાની હત્યા કર્યા બાદ તાપ્તીગંગા ટ્રેન મારફતે નાસી છુટયો હોવાનું સામે આવ્યું હતું.
રેલવે પોલીસે સીસીટીવી ચેક કરતા હકીકત એવી જાણવા મળી હતી વલસાડ તરફથી આવતી એક ટ્રેનમાંથી તારીખ 19 ના બપોરના સમયે આ મહિલા અને એક બે વર્ષની બાળકી સાથે એક યુવક દેખાય છે અને બાદમાં થોડા સમય માટે ઉધના રેલવે સ્ટેશન પર બેસે છે અને બીજા દિવસ તારીખ 21-03-2022 ના રોજ માસૂમ બે વર્ષની બાળકીને બાંકડે સુવડાવીને મહિલા સાથે આ યુવક લઈ જતા દેખાય છે અને બાદમાં પરત એકલો યુવક દેખાય છે જેથી આ ગર્ભવતી મહિલાની હત્યા આ યુવકે જ કરી હોવાનું બહાર આવ્યું હતું. જેથી હત્યારાનો મોબાઈલ નંબર પોલીસને તેના વતન સુધી લઈ ગઈ હતી.
મોબાઈલ સર્વેલન્સના આધારે પોલીસે હત્યારા લાલુ ઉર્ફે લલ્લુ બિંદને બિહારમાં તેના ઘરેથી દબોચી લીધો હતો. હત્યારા અને મૃતક સગર્ભા મહિલા સંબંધે ભાણેજ- મામીનો છે. પરંતુ બંને વચ્ચે આડાસંબંધ હતા.સગર્ભા મહિલા અને તેના ભાણેજ વચ્ચે છેલ્લા ઘણા વખતથી આડાસંબંધ હતા.જે બબાતે પરિવારજનોને પણ જાણ હતી.જ્યારે આ હત્યા થઈ તેના એકાદ દિવસ પહેલા તેણી પરિવારને જાણ કર્યા વગર બિહારથી સંજાણ આવી પહોંચી હતી. ગર્ભને નવ મહિના થઈ ગયા હોવાથી આગામી એકાદ – બે દિવસમાં જ પ્રસુતિ થાય તેની સંભાવના હતી. તેવા સમયે તેણીને મોતને ઘાટ ઉતારી.
હાલમાં તો સુરત રેલવે પોલીસે હત્યારા ભાણેજની ધરપકડ કરી સુરત લાવી અને તપાસ શરૂ કરી છે જેમાં અનેક ખુલાસા થયા છે મામી અને ભાણેજ વચ્ચે જે સબંધો હતો જેનું આ પરિણામ છે હાલમાં તો પોલીસે આ હત્યા બાબતે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ Jamnagar: મનપા દ્વારા લાખોના ખર્ચે સાધનો, વાહનો અને ટ્રીગાર્ડની ખરીદી, અત્યારે ઉપયોગ પહેલા જ ભંગાર હાલતમાં