Surat : મગોબમાં કરોડોના ખર્ચે બનેલા ખાડીપુલનુ લોકાર્પણ, ચોમાસામાં સ્થાનિકોએ નહીં વેઠવી પડે હાલાકી
સુરતના (Surat) મગોબ વિસ્તારમાં રંગ અવધૂત સોસાયટી નજીક ખાડીપુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સંગીતા પાટીલ, સુરતના મેયર હેમાલી બોઘાવાલા સહિત સુરત મનપાના હોદ્દેદારો તેમજ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરતના મગોબ વિસ્તારમાં બનેલા નવીન બ્રિજનું લોકાર્પણ થયુ છે. દર ચોમાસામાં ખાડીમાં પૂરના પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ જતો હતો. જો કે કરોડોના ખર્ચે બનેલા હાઈટેક પુલ બાદ હવે ચોમાસામાં પણ સ્થાનિકો આરામથી અવર-જવર કરી શકશે. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વસતા કારીગર વર્ગને બ્રિજ બનતા ચોમાસામાં પણ કામ મળી રહેશે. તો બાળકો, મહિલાઓ પણ જરૂરી ચીજો લેવા સામે જઈ શકશે. આ બ્રિજ બનતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે.
ચોમાસામાં ખાડીપુરની સમસ્યાથી મળશે મુક્તિ
સુરતના મગોબ વિસ્તારમાં રંગ અવધૂત સોસાયટી નજીક ખાડીપુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સંગીતા પાટીલ, સુરતના મેયર હેમાલી બોઘાવાલા સહિત સુરત મનપાના હોદ્દેદારો તેમજ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મગોબ વિસ્તારમાં આ ખાડી પુલ બનવાના કારણે દર વર્ષે ખાડીપુરની સમસ્યાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો, તે હવે નહીં કરવો પડે. ખાડી પૂરની પરિસ્થિતિના કારણે લોકો રસ્તા પર અવરજવર કરી શકતા ન હતા કારણ કે રસ્તા પર ખાડીનું પાણી ભરાઈ જતું હતું, પરંતુ આ ખાડીપુલનું નિર્માણ થવાના કારણે હવે ચોમાસામાં પણ લોકો આ રસ્તા પરથી અવર-જવર કરી શકશે.
સ્થાનિકોએ મનપાનો આભાર માન્યો
સ્થાનિક લોકો પણ ખાડીપુલનું લોકાર્પણ થતાં ખુશીનો અનુભવ કરી રહ્યા છે. સ્થાનિક લોકોના કહેવાઅનુસાર ચોમાસામાં જો ખાડી પૂરની પરિસ્થિતિ સર્જાય તો લોકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે તકલીફનો સામનો કરવો પડશે નહીં. ખાડીપુલના નિર્માણનો નિર્ણય કરી આજે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવતા સ્થાનિકોએ પણ સુરત મહાનગરપાલિકાનો આભાર માન્યો હતો.
મહત્વની વાત છે કે, આ જગ્યા પર પહેલા જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો તે નીચો હોવાના કારણે ચોમાસામાં જો ખાડીમાં પાણીનું સ્તર વધે તો આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જતું હતું અને પુલ પાણીમાં ગરકાવ થઈ જતો હતો. જો કે 2020થી આ પુલ તોડીને નવા બ્રિજનું નિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને હવે આ નવો બ્રિજ નિર્માણ પામતા તેનું લોકાર્પણ સુરતના મેયરના હસ્તે કરવામાં આવ્યું છે.