સુરતના રાંદેર વિસ્તારમાં ઉછીના પૈસાની માથાકુટમાં પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી નાખી

મહિલાના ભાઈએ પોલીસને જણાવ્યું હતું કે તેની બહેનને ગામમાં રહેતો રાકેશ સંગાડા ભગાડી લાવ્યો હતો. મૃતકના મામાએ 2 હજારની રકમની માંગણી કરી હતી. જે બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેને લઈ આ મામલો હત્યા પહોંચ્યો હતો

સુરતના રાંદેર વિસ્તારમાં ઉછીના પૈસાની માથાકુટમાં પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી નાખી
સુરતના રાંદેર વિસ્તારમાં ઉછીના પૈસાની બબાલમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 28, 2022 | 5:18 PM

સુરત (Surat) ના શ્રમજીવી મહિલાની લાશ રાંદેર વિસ્તારમાંથી મળી હતી પણ કોઈ ઓળખ ન થઈ હતી પરંતુ મૃતક મહિલાનો ભાઈ વતનથી આવતા મામલાનો પર્દાફાશ થયો જેમાં આ હત્યા બીજા કોઈ નહી પણ તેમના ગામથી ભગાડીને લાવેલ પ્રેમી (lover) એ મહિલાની હત્યા કરી હતી. મામાને ઉછીના રૂપિયા આપવાની માથાકૂટમાં પ્રેમીએ પ્રેમિકા (girlfriend) ની હત્યા કરી હોવાનું ખુલ્યું છે.

સુરત શહેરમાં ઘરના ઝગડા અને પ્રેમી પ્રેમિકાની ઝગડામાં હત્યાનો ગ્રાફ પણ વધી થયો છે ત્યારે રાંદેરમાં રૂ.2 હજાર મામાને ઉછીના આપવાની માથાકૂટમાં પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ગત 13મી ફેબુઆરીએ રાત્રે રાંદેર રામનગર ભિક્ષુકગૃંહની પાછળથી મહિલાની લાશ મળી હતી. પણ ત્યારે લાશની ઓળખ થઈ શકી નહોતી.

શરૂઆતમાં લાશની ઓળખ થઈ ન હોવાથી પોલીસ (Police) અલગ અલગ દિશામાં તપાસ આદરી હતી બાદમાં બનાવના 5 દિવસ પછી જે મહિલાની હત્યા થઈ હતી તેનો ભાઈ વતનથી મક્કાઇ આપવા આવ્યો હતો. ત્યારે સવારે બહેન ઝૂંપડામાં ન મળતાં ભાઈ સાંજે પાછો આવ્યો હતો, ત્યારે પણ બહેન ન મળતા દુકાનદારને વાત કરી હતી. દુકાનદારે કહ્યું કે ઝુપડામાં જે મહિલા રહેતી હતી તેની હત્યા થઈ ગઈ છે જે સાંભળતા ભાઈ ચોકી ઉઠ્યો હતો અને આજુબાજુ વધુ તપાસ કરી અને તેની સાથે રહેતો ઈસમ પણ ગાયબ હતો આથી ભાઈ અને પરિવારના સભ્યો સાથે હોસ્પિટલમાં લાશની ઓળખ કરી હતી.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

મહિલાની લાશ મળી તેના 5 દિવસ બાદ વતનથી આવેલા ભાઈએ ઓળખ કરી હતી. ભાઈ વતનથી આવતા પોલીસે આ મામલે લાશની ઓળખ માટે લઈ ગયા હતા ત્યારે પોતાની બહેનની લાશ હોવાનું જાણવ્યુ હતું. પરિવારની પૂછપરછ આધારે મહિલાનું નામ સીતા હતું.

મહિલાના ભાઈએ પોલીસને જણાવ્યું હતું કે સીતાને ગામમાં રહેતો રાકેશ સંગાડા ભગાડી લાવ્યો હતો. બન્ને રાંદેરમાં ફુટપાથ પર ઝૂંપડામાં રહી મજૂરી કરતા હતા. સાથે મૃતક સીતાના મામાએ અગાઉ આરોપી રાકેશ પાસેથી 10 હજાર ઉછીના લીધા હતા અને તે રકમ આપી ન હતી. ઉપરથી સીતાના મામાએ બીજા 2 હજારની રકમની માંગણી કરી હતી. જે બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેને લઈ આ મામલો હત્યા પહોંચ્યો હતો. આ મામલે રાંદેર પોલીસે હત્યા નો ગુનો નોંધી હત્યારા રાકેશ સંગાડાની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

આ પણ વાંચોઃ ઓપરેશન ગંગા હેઠળ ગુજરાતનાં અટવાયેલા વિદ્યાર્થીઓ પરત ફરવાના શરૂ, 100 વિદ્યાર્થી પહોચ્યા ગુજરાત, આંતરરાષ્ટ્રીય સંબંધ ભારતને કામ લાગ્યા: જીતુ વાઘાણી

આ પણ વાંચોઃ Rajkot: 500 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપના મુદ્દે રૂપાણીએ કોંગ્રેસના નેતાઓને નોટિસ ફટકારી, પુરાવા નહીં આપે તો બદનક્ષીનો દાવો કરશે

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">