88 વર્ષના વૃદ્ધ જ્યારે પોતાના પેન્શનના 50 હજાર રુપિયા લઈને શહીદોના પરિવારને આપવા મેયર પાસે પહોંચ્યાં તે જોઈને બધા ગદગદિત થઈ ગયા
સુરત મહાનગર પાલિકાની કચેરીમાં 88 વર્ષના વુધ્ધ આવ્યા ત્યારે બધાને લાગ્યું કે કોઈ કામ હશે. 88 વર્ષના વયોવૃદ્ધે જ્યારે શહીદોને મદદ કરવાની વાત મેયરને કરી તો બધા અચંબામાં પડી ગયાં હતાં. સામાન્ય રીતે સરકારી કચેરીઓમાં કોઈ વૃદ્ધ પ્રવેશ કરે ત્યારે કોઈપણ એવું અનુમાન લગાવી લે કે વર્ષોથી અટકેલું કામ પૂરું કરાવવા કે પછી પોતાની વોર્ડની […]
સુરત મહાનગર પાલિકાની કચેરીમાં 88 વર્ષના વુધ્ધ આવ્યા ત્યારે બધાને લાગ્યું કે કોઈ કામ હશે. 88 વર્ષના વયોવૃદ્ધે જ્યારે શહીદોને મદદ કરવાની વાત મેયરને કરી તો બધા અચંબામાં પડી ગયાં હતાં.
સામાન્ય રીતે સરકારી કચેરીઓમાં કોઈ વૃદ્ધ પ્રવેશ કરે ત્યારે કોઈપણ એવું અનુમાન લગાવી લે કે વર્ષોથી અટકેલું કામ પૂરું કરાવવા કે પછી પોતાની વોર્ડની રોડ,ગટર કે પાણીની સમસ્યા લઈને તેઓ આવ્યા હશે. સુરત મહાનગરપાલિકાની કચેરીમાં પણ 88 વર્ષના એક વયોવૃદ્ધ પહોંચ્યા ત્યારે પણ સૌએ એવું માની જ લીધું હતું કે તેઓ પોતાની કોઈ સમસ્યા અથવા તો રાહતની માંગણી લઈને આવ્યા હશે. પણ જ્યારે તેમણે મેયર સમક્ષ 50 હજાર રૂપિયા ધરી દઈ જણાવ્યું કે જીવનમાં જમા કરેલી આ તમામ મૂડી તેઓ શહીદ પરિવારને આપવા માંગે છે ત્યારે ખીચોખીચ ભરેલી મેયરની કેબિનમાં સૌ કોઈ ગદગદિત થઈ ગયા હતા.
88 વર્ષની ઉંમરે એક પિતા પોતાની બધી મૂડી સંતાનોને આપવામાં માને છે. ત્યારે આ પિતાએ તો જાણે સરહદ પર દેશની રક્ષા કરતા જવાનોને જ પોતાના સંતાનો માન્યા છે. મેયરે વૃદ્ધ દાદાની વાત તેટલાં જ પ્રેમથી સાંભળી અને દેશના શહીદ જવાનો માટે તેમની લાગણીને માન આપીને તેઓ જમા કરાવવા માંગતી રકમને ચેક સ્વરૂપે સેના ફંડમાં જમા કરાવવાનું માર્ગદર્શન પણ આપ્યું હતું. 88 વર્ષના વયોવૃદ્ધ ખેતીવાડી વિભાગમાં નોકરી કરતાં અને પોતાની આખી જિંંદગીનું પેન્શન હતું તે લઈને મેયરની ઓફિસમાં પહોંચી ગયા હતા. આ 86 વર્ષના વયોવૃધ્ધનું નામ છે બાબુ પટેલ અને પોતે શહીદોના પરિવારો માટે 50 હજાર જેટલી રકમ મોકલાવવા માગે છે.
[yop_poll id=1674]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]