AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Crime : વીમા પોલિસીના નામે પડાવ્યા લાખો રૂપિયા, પછી પોલીસે કર્યું એવું કે જોવા જેવી થઈ, જાણો ઘટના

સાયબર ફ્રોડ કરી રૂપિયા ખેરવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે. પરંતુ આ બનાવો માથી કેટલાક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાય તો કેટલાક ગુનાઓમાં ભોગ બનનાર વ્યક્તિ ફરિયાદ કરવાની પ્રક્રિયા જાણતો નહીં હોવાને લઈ મામલો રફેદફે કરી દેવામાં આવે છે. પરંતુ સુરતમાં સાયબર ફ્રોડની ઘટનામાં પોલીસે સરાહનીય કામગીરી સામે આવી છે.

Cyber Crime : વીમા પોલિસીના નામે પડાવ્યા લાખો રૂપિયા, પછી પોલીસે કર્યું એવું કે જોવા જેવી થઈ, જાણો ઘટના
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 30, 2023 | 10:09 PM
Share

cyber crime: સુરતમાં ઓનલાઇનમાં ઠગબાજ દ્વારા વૃદ્ધ સાથે ઇન્સ્યોરન્સમાં વીમા પોલિસીના બહાને લાખોના રૂપિયાની છેતરપિંડીનો બનાવ બન્યો હતો. જુદા જુદા નંબર પરથી ફોન કરી વૃદ્ધ પાસેથી ચાર લાખથી વધુના રૂપિયા પડાવી લીધા હતા. વૃદ્ધ દ્વારા સાયબર પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે તાત્કાલિક આ અંગે ફરિયાદ લઈ તેમણે ચૂકવેલા ચાર લાખથી વધુ રૂપિયા ફિઝ કરાવી લીધા હતા. પોલીસે આ કેસમાં અગાઉ છ જેટલા આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે આજે ફ્રીઝ કરાવેલ રૂપિયા સુરત પોલીસ કમિશનરના હસ્તે ભોગ બનનાર વૃદ્ધ વ્યક્તિને પરત કરાવ્યા હતા.

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા તુજકો તેરા અર્પણ મુજબ ખાસ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં પોલીસની કામગીરી દરમિયાન મુદ્દા માલ જે તે ફરિયાદીનો હોય તેને પરત કરવા માં આવી રહ્યા છે. આજ કાર્યક્રમ અંતર્ગત સુરત પોલીસ કમિશનર દ્વારા આજે ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનેલ એક વૃદ્ધને તેના ચાર લાખથી વધુ રૂપિયા પરત આપ્યા હતા.

ગત 10 ઓક્ટોબર 2022 ના રોજ સુરત સાયબર સેલ પોલીસ મથકમાં વૃદ્ધ સુરેન્દ્રભાઈ મિસ્ત્રી દ્વારા પોતાની સાથે વીમા પોલિસીના નામે છેતરપિંડી થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમને ઓક્ટોબર 2020થી અલગ અલગ મોબાઇલ નંબર ઉપરથી ફોન કરીને ઠગબાજો દ્વારા પૂર્વ આયોજીત કાવતરૂ રચીને સુરેન્દ્રભાઈ સાથે છેતરપિંડી કરી હતી. સુરેન્દ્રભાઈ ને રિલાયન્સ કંપનીની વીમા પોલિસી આપવાના બહાને તેમની 4,63,000 રૂપિયા પડાવી લીધા હતા. પોલીસે આ ગુનામાં અગાઉ વૃદ્ધ સાથે છેતરપિંડી કરનાર છ જેટલા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત સાયબર સેલની ટીમ આરોપીની ધરપકડ કર્યા બાદ સૌપ્રથમ વૃદ્ધના પડાવી લીધેલ જુદા જુદા બેન્ક એકાઉન્ટના ખાતાના રૂપિયા તાત્કાલિક ફ્રીઝ કરાવી લીધા હતા. આરોપીઓ દ્વારા જુદા જુદા બેન્ક એકાઉન્ટ ઉપયોગમાં લીધા હતા. ત્યારે પોલીસે તમામ બેન્ક એકાઉન્ટમાં તપાસ કરીને બેંકોમાં જરૂરી પુરાવાઓ રજૂ કરીને ભોગ બનનાર વૃદ્ધના 4,63,951 રૂપિયા ફ્રીઝ કરાવવામાં સફળતા મળી હતી. ત્યારે આ તમામ રૂપિયા આજે વૃદ્ધ સુરેન્દ્રભાઈ મિસ્ત્રીને સુરત પોલીસ અજય કુમારના હસ્તે તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદના જોધપુર સહિત વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ, રસ્તામાં ભરાયા પાણી, જુઓ Video

છેતરપિંડીનો ભોગ બનનાર સુરેન્દ્રભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આવા લોકો ઓછું ભણેલા હોય તેવા વ્યક્તિઓને ખાસ પોતાનું નિશાન બનાવે છે. ઉપરાંત મોટી ઉંમરના અને જેણે ઓપરેશન કરાવ્યા હોય છે તેવાની વિગતો મેળવીને તેમને વીમા પોલિસી અપાવવા માટે લોભામણી લાલચો આપે છે અને તેઓને ફસાવવામાં આવે છે. મને પણ આવી જ રીતે ફસાવીને મારી પાસેથી 4,63,000 રૂપિયા પડાવી લીધા હતા. આજે મારા ગયેલા બધા જ રૂપિયા પોલીસે મને પરત અપાવતા હું પોલીસનો ખૂબ જ આભાર માનું છું.

અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">