Surat : ચોર્યાસી અને કામરેજ ટોલનાકુ 1 એપ્રિલથી નેશનલ હાઇવે ઓથોરિટી હસ્તક લેવાશે, ટોલટેક્સ પેટે 120 રૂપિયા વસુલાશે, કોંગ્રેસ લડતના મૂડમાં

ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું કે આ કોઈ એક સુરત જિલ્લાના લાભનો પ્રશ્ન નથી. મુંબઇ - અમદાવાદ હાઈવેનો ઉપયોગ કરતા હજારો વાહન માલિકો ટ્રાન્સપોર્ટરોને લગતો મામલો છે. 31 માર્ચ સુધી અમે રાહ જોઈશું તે પછી આગળની રણનીતિ નક્કી કરીશું.

Surat : ચોર્યાસી અને કામરેજ ટોલનાકુ 1 એપ્રિલથી નેશનલ હાઇવે ઓથોરિટી હસ્તક લેવાશે, ટોલટેક્સ પેટે 120 રૂપિયા વસુલાશે, કોંગ્રેસ લડતના મૂડમાં
Choryasi, Kamaraj Toll plaza to be taken over by National Highway Authority (File image)
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Mar 26, 2022 | 12:58 PM

પૂર્વ કેન્દ્રીય વાહન વ્યવહાર પ્રધાન અને પ્રદેશ કોંગ્રેસના (Congress) આગેવાન ડૉ. તુષાર ચૌધરી (Dr. Tushar Chaudhary)એ કેન્દ્રના વાહન વ્યવહાર પ્રધાન નિતીન ગડકરીને (Nitin Gadkari) પત્ર લખી સુરતના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ચોર્યાસી ટોલ પ્લાઝા- કામરેજ ટોલ નાકા પર ઉઘરાવાતા ટોલ ટેક્સના દરોમાં ઘટાડો કરવાની માગણી કરી હતી. જો કે તે પછી સરકારે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ચોર્યાસી ટોલ પ્લાઝા- કામરેજ ટોલ પ્લાઝાનું સંચાલન કરનાર એજન્સીને 31 માર્ચે મુક્ત કરવાની અને 1 એપ્રિલથી ટોલ પ્લાઝા નેશનલ હાઇવે ઓથોરીટી હસ્તક લઈ લેવાનો તથા 120 રૂપિયા ટોલ ટેક્સ વસુલવાની જાહેરાત કરી છે. જેને લઇને રોષ ફેલાયો છે.

નેશનલ હાઈવે ઓથોરિટીના સુરત રિજયનના અધિકારી સુરાજસિંહે જણાવ્યું હતું કે , એજન્સીના 13 વર્ષ પુરા થતા 1 એપ્રિલથી આ ટોલનાકુ NHAI ચલાવશે અને જરૂર પડશે તો બીજી ખાનગી એજન્સીના માણસો પણ ટોલની વસુલાત માટે જોતરાશે.

કોંગ્રેસનું નિવેદન

તો આ મામલે પૂર્વ કેન્દ્રીય પરિવહન પ્રધાન ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે કરજણ ટોલ પ્લાઝાનો કોન્ટ્રાકટ 17 માર્ચે અને કામરેજનો 31 માર્ચે પૂરો થવા જઈ રહ્યો છે. નિયમ પ્રમાણે ખાનગી વાહનો અને ટ્રાન્સપોર્ટરોને 60 ટેક્સમાં ઘટાડાની રાહત મળવી જોઈતી હતી. પણ NHAI ના નામે કેન્દ્ર સરકાર જ દેશના સૌથી બીઝી હાઇવે પર અવર જવર વાહન માલિકો , વ્યવસાયીઓ અને ટ્રાન્સપોર્ટરોને લૂંટવા માંગે છે. ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું કે આ કોઈ એક સુરત જિલ્લાના લાભનો પ્રશ્ન નથી. મુંબઇ – અમદાવાદ હાઈવેનો ઉપયોગ કરતા હજારો વાહન માલિકો ટ્રાન્સપોર્ટરોને લગતો મામલો છે. 31 માર્ચ સુધી અમે રાહ જોઈશું તે પછી આગળની રણનીતિ નક્કી કરીશું.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

હાલમાં પેટ્રોલ – ડીઝલના ભાવોને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું છે . જેને કારણે દરેક જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ મોંઘી થવા પામી છે. જેની સીધી અસર સામાન્ય માણસના જનજીવન પર પડી છે. ત્યારે જો ટોલના દરોમાં ઘટાડો થાય તો ટ્રાન્સપોર્ટેશન થોડું ઘણું સસ્તુ થાય અને તેનાથી લોકોને ઘણો મોટો ફાયદો મળી રહે તેમ છે.

આ પણ વાંચો-

Amit Shah Gujarat Visit Live : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કલોલમાં,વિવિધ વિકાસ કાર્યોનુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ

આ પણ વાંચો-

ગાંધીનગર પોલીસના સર્વેલન્સ સ્કવોર્ડે બોગસ ડિગ્રી કૌભાંડ ઝડપ્યુ, આરોપીઓની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">