સી. આર. પાટીલે ભાજપ કારોબારીમાં કહ્યું, પૃથ્વીના ત્રણ ચક્કર લગાવી શકાય તેટલો સંગઠનાત્મક પ્રવાસ બે વર્ષમાં કર્યો
પાટીલે વન ડે વન ડિસ્ટ્રીક્ટ વિશે જણાવ્યું કે દેશમાં આ પ્રથમ પ્રયોગ છે. રાષ્ટીય કાર્યકારણીમાં ગુજરાતના પ્રયાસની પ્રધાનમંત્રી દ્વારા રણ સરહાના કરવામાં આવી છે. રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ કરવા માટે રાષ્ટ્રીય કારોબારીમાં આહવાન કરવામાં આવ્યું હતું.
વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલાં આજે સુરત (Surat) માં પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળી રહી છે. ભાજપ (BJP) અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં કારોબારી બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, સાંસદો, પ્રદેશ હોદેદારો મળીને 1 હજારથી વધુ આગેવાનો ભાગ લઇ રહ્યા છે. સવારે 10 કલાકે કારોબારીનો પ્રારંભ થયો હતો. આ બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપના નેતાઓ અને પેજ સમિતિ તથા પેજ પ્રમુખોનું સંબોધન કર્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે ભાજપની પેજ સમિતિ અને પેજ પ્રમુખો માત્ર રાજકીય વ્યવસ્થા કે ચૂંટલીલક્ષી કાર્યો માટે જ નહીં પરંતુ સામાજિક વ્યવસ્થામાં ઉપયોગી કાર્યો કરી સમાજ જીવન સાથે ઊભા છે. ગુજરાતભરમાં પેજ સમિતિ કાર્યક્રમ અંતર્ગત 67 લાખ પેજ સમિતિનાં ફોર્મ ભરાઈને આવ્યાં છે.
તેમણે વન ડે વન ડિસ્ટ્રીક્ટ વિશે જણાવ્યું કે દેશમાં આ પ્રથમ પ્રયોગ છે. રાષ્ટીય કાર્યકારણીમાં ગુજરાતના પ્રયાસની પ્રધાનમંત્રી દ્વારા રણ સરહાના કરવામાં આવી છે. રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ કરવા માટે રાષ્ટ્રીય કારોબારીમાં આહવાન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં સાત જીલ્લામાં પૂર્ણ થઈ ગયા છે. કાર્યકર્તા ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને વિવિધ સમાજનાં અગ્રણીઓ સાથે ચોવીસ કલાકમાં અલગ અલગ બેઠકો અને સંવાદ કરાય છે.
તેમણે જણાવ્યું કે બે વર્ષ નાં કાર્યકાળમાં એક લાખ બત્રીસ હજાર કિલોમીટરનો સંગઠનાત્મક પ્રવાસ કર્યો છે જેમાં 841 કાર્યક્રમ કર્યા છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં 40 હજાર કિમી થાય, ત્રણ પ્રદક્ષિણા જેટલો પ્રવાસ કર્યો, ચંદ્ર ઉપર જવા કરતાં ત્રીજા ભાગનું અંતર કાપ્યું છે. 33 જિલ્લા, 8 મહાનગર એમ કૂલ 41 ક્ષેત્રનો પ્રવાસ કર્યો છે. સંગઠનાત્મક-સક્રિયતા વિશે કહ્યું કે 182 વિધાનસભા સીટો ઉપર પ્રભારીની નિમણુક કરાી છે. 182 વિધાનસભામાં પ્રદેશ આગેવાનો દ્વારા ત્રણ દિવસનો રાજકીય અભ્યાસમાટે પ્રવાસ કર્યા છે. અલ્પકાલીન વિસ્તારકો દ્વારા આઠ હજાર પાંચસો શક્તિકેન્દ્રોમાં બુથનાં કાર્યકર્તા/પદાધીકારીનો સંપર્ક કરાયો છે. 111 વિધાનસભામાં છ માસ માટે પૂર્ણકાલીન વિસ્તારક કાર્યરત કરાયા છે. 35 વર્ષ કરતાં નીચેની ઉંમરનાં યુવાનો વિસ્તારક તરીકે ઉત્સાહ ભેર કામ કરી રહ્યાં છે.
ભાજપા ગુજરાત પ્રદેશના સંગઠન તેમજ ચૂંટણી પ્રક્રિયાને લગતા તમામ ડેટાબેઝની માહિતી એક જ સ્ક્રીન અને એક જ કલીક ઉપર જોઈ શકાય તેવી એપ્લિકેશન અધ્યક્ષ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. પોલિટિકલ સંગઠનમાં આખાએ ભારતમાં સર્વ પ્રથમ વાર પ્રયોગ છે. સંગઠનના તમામ કાર્યકરોનો અને ગુજરાતના તમામ મતદારોનો ડેટાબેઝ ફીડ કરવામાં આવ્યો છે. બુથ કક્ષાએ કાર્યકરો દ્વારા એપ્લિકેશન દ્વારા આખા ગુજરાતના બાવન હજાર જેટલા બુથ ઉપર પચાસ લાખથી વધુ પરિવારોનો સીધો સંપર્ક કરી માહિતી( ડેટાબેઝ ) એપ્લિકેશન ઉપર જ એકત્ર કરવાનુંનું શરૂ થયું છે.
જીતુભાઈ વાઘાણીએ વંદે ગુજરાત અભિયાનની માહિતી આપી
વંદે ગુજરાત અભિયાનની માહિતી મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા આપવામાં આવી હતી. 20 વર્ષનો વિકાસ, 20 વર્ષનો વિશ્વાસની માહિતી જીતુભાઈ વાઘાણી દ્વારા આપવામાં આવી હતી. 05 જુલાઈથી CM દ્વારા વંદે ગુજરાત વિકાસ રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 2500થી વધુ વિકાસ કાર્યક્રમ થયા છે. વિવિધ ક્ષેત્રમાં થયેલ કામગીરીનો સમાવેશ કરાયો છે. જેમાં સમગ્ર ગુજરાતમાં ઉત્સાહપૂર્વક યોગદાન અપાઈ રહ્યું છે. બે દાયકામાં ધરતીપુત્રોને માટે અનેકવિધ યોજના કાર્યાન્વીત કરાઈ છે. ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતમાં આકર્ષણ વધ્યું છે. વનબંધુ ગ્રામીણ ક્ષેત્રને જીવંત રાખવા અનેકવિધ યોજના લભાનવીતોને માટે આશીર્વાદરૂપ બન્યું છે. યુવા સ્વાવલંબન યોજનાથી અનેકવિધ લાભોની જાણકારી ઉપરાંત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝના પ્રારંભ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.