Anand: જિલ્લા પુરવઠા વિભાગની ઘોર બેદરકારી, શાળાઓને સડેલી તુવેરદાળનો જથ્થો મોકલી દીધો
મધ્યાહન ભોજન માટે તુવેરદાળનું પેકિંગ ખોલતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. તુવેરદાળમાં રીતસર ધનેરા પ્રકારની જીવાત જોવા મળી રહી છે.. સાથે જ કેટલાંક દાણા સડેલી હાલતમાં પણ છે. આવી ગુણવત્તા વિનાની દાળનો ઉપયોગ મધ્યાહન ભોજન માટે કરવાનો હતો.
આણંદ (Anand) માં જિલ્લા પુરવઠા વિભાગ (Supply department) ની ઘોર બેદરકારી સામે આવી છે. પુરવઠા વિભાગે કોઇપણ પ્રકારની ચકાસણી કર્યા વિના જ જિલ્લાની તમામ શાળા (School) ઓને સડેલી તુવેરદાળનો જથ્થો મોકલી દીધો છે. મધ્યાહન ભોજન માટે તુવેરદાળનું પેકિંગ ખોલતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. તુવેરદાળમાં રીતસર ધનેરા પ્રકારની જીવાત જોવા મળી રહી છે.. સાથે જ કેટલાંક દાણા સડેલી હાલતમાં પણ છે. આવી ગુણવત્તા વિનાની દાળનો ઉપયોગ મધ્યાહન ભોજન માટે કરવાનો હતો. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે શું પુરવઠા વિભાગમાં લોલમલોલ ચાલી રહી છે. શું શાળાઓને અનાજનો જથ્થો પહોંચાડતા પહેલા કોઇ તપાસ નથી કરવામાં આવતી. હાલ તો તમામ શાળા સંચાલકોએ તુવેરદાળના જથ્થાને પરત કરી દીધો છે.
રાજ્યમાં શાળાઓ શરૂ થઈ ગઈ છે અને કોરોના દરમિયાન બંધ કરવામાં આવેલું મધ્યાહન ભોજન ફરી શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે વિવિધ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા રાજ્યભરની શાળાઓમાં અનાજ અને કઠોળનો જથ્થો રવાના કરવામાં આવી રહ્યો છે જોકે આ પુરવઠો ખબહ જ હલકી કક્ષાનો હોવાનું જણાઈ રહ્યુ છે કેમ કે આ જથ્થો સડેલો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ પહેલાં અમરેલીની એક શાળામાં મોકલવામાં આવેલો તુવેરનો જથ્થો સડેલો હોવાની ફરિયાદ ઉઠી હતી.
અમરેલી જિલ્લામાં પૂરવઠા વિભાગ દ્વારા શાળાઓમાં આવેલા મધ્યાહ્ન ભોજન કેન્દ્રોને ભોજન માટે તુવેરની સડેલી અને ધનેડાવાળી દાળનો જથ્થો ફાળવી દૃેવામાં આવ્યો છે જેના કારણે છાત્રોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહૃાાં છે. અમરેલી જિલ્લામાં આવેલા તમામ મધ્યાહ્ન ભોજન કેન્દ્રો માટે પૂવરઠા નિગામ દ્વારા અનાજનો જથ્થો ફાળવવામાં આવે છે. અમરેલી જિલ્લામાં આવેલા ગોડાઉનોમાં ફેબ્રુઆરી 2022 માં તુવેરની દાળનો જથ્થો ખરીદ કરવામાં આવ્યો હતો. આ જથ્થો વધુમાં વધુ 3 મહિના સુધી ઉપયોગ કરી શકાય તેમ હોવા છતા તે પછી નષ્ટ કરવાના બદલે જૂન મહિનામાં અમરેલી જિલ્લામાં મધ્યાહ્ન ભોજન કેન્દ્રો પર આ સડેલી અને ધનોડાવાળી તુવેરની દાળનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. આ મુદ્દે સબંધિત તમામ વિભાગને રજૂઆત કરવા છતા પણ અધિકારીઓના પેટનું પાણીએ પણ હલતું નથી. કોન્ટ્રાક્ટર સાથે ધરોબો ધરાવતા નિગમના અધિકારીઓ આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક અખાદ્ય જથ્થાના નિકાલનું મોટું સ્કેન્ડલ ચલાવી રહૃાાં હોવાનો પણ આક્ષેપ કરાવમાં આવ્યો છે.