Surat: સી. આર. પાટીલની અધ્યક્ષતામાં આજે પ્રદેશ ભાજપની કારોબારી, 1 હજારથી વધુ આગેવાનો ભાગ લેશે

બેઠકમાં ડિજિટલાઇઝેશનનો ઉપયોગ થઈ રહ્યો છે. તમામ હોદેદારોની કયુઆર કોડથી એન્ટ્રી કરાઈ છે. PM મોદી, અમિત શાહ સહિત રાષ્ટ્રીય નેતાઓના કટ આઉટ તૈયાર કરાયાં છે. સુરતમાં 72 ફૂટના ડોમમાં આ બેઠક યોજાઈ રહી છે. સભા સ્થળે PMની 3D હોલોગ્રામ ઇફેક્ટ મુકાઈ છે.

Surat: સી. આર. પાટીલની અધ્યક્ષતામાં આજે પ્રદેશ ભાજપની કારોબારી, 1 હજારથી વધુ આગેવાનો ભાગ લેશે
State BJP executive meeting
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2022 | 12:03 PM

વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલાં આજે સુરત (Surat) માં પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળી રહી છે. ભાજપ (BJP) અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં કારોબારી બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, સાંસદો, પ્રદેશ હોદેદારો મળીને 1 હજારથી વધુ આગેવાનો ભાગ લઇ રહ્યા છે. સવારે 10 કલાકે કારોબારીનો પ્રારંભ થયો હતો. આ બેઠકમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ માર્ગદર્શન આપશે. કારોબારીમાં કેન્દ્ર – રાજય સરકારને બિરદાવતો રાજકીય પ્રસ્તાવ પાસ થશે. કેન્દ્રની આર્થિક યોજનાઓ અંગે પ્રસ્તાવ રજૂ થશે. આ ઉપરાંત હૈદરાબાદમાં થયેલી કારોબારી બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી કાર્યકર્તાઓને આપવામાં આવશે. અહીં આવેલા સભ્યોને વિવિધ વિધાનસભા બેઠક વિસ્તારમાં જઈ વિસ્તારક તરીકે કામ કરવા સૂચના આપવામાં આવશે.

બેઠકમાં ડિજિટલાઇઝેશનનો ઉપયોગ થઈ રહ્યો છે. તમામ હોદેદારોની કયુઆર કોડથી એન્ટ્રી કરાઈ છે. સભા સ્થળે PM નરેન્દ્ર મોદીની ખાસ રંગોળી તૈયાર કરવાઈ છે. આ ઉપરાંત PM મોદી, અમિત શાહ સહિત રાષ્ટ્રીય નેતાઓના કટ આઉટ તૈયાર કરાયાં છે. સુરતમાં 72 ફૂટના ડોમમાં આ બેઠક યોજાઈ રહી છે. સભા સ્થળે PMની 3D હોલોગ્રામ ઇફેક્ટ મુકાઈ છે. પીએમની ફોલોગ્રામ ઇફેક્ટ પાસે ભાજપ કાર્યકરો ફોટો પડાવી રહ્યાં છે. 2012માં આ ટેક્નોલોજીનો પહેલીવાર ઉપયોગ કરાયો હતો. પીએમ મોદીએ એક સ્થળે રહી 100થી વધુ સ્થળે એક સાથે ભાષણ કર્યું હતું.

વિધાનસભાની ચૂંટણી પહેલાંની આ બેઠક છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત કેન્દ્રીય નેતા પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા છે. આગામી સમયના કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરાશે. વર્તમાન સરકારની આ અંતિમ કારોબોરી છે. આમાં નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે. નીતિન પટેલે જણાવ્યું કે ભાજપનું સંગઠન ખુબ મજબુતાઈ પૂર્વક રાજ્ય અને દેશનો વિકાસ કરવા માટે કાર્ય કરે છે. ટુંક સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે એક એક ગામડાં સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારની કામગીરી પ્રજા સુધી પહોંચે તે માટે આમારા કાર્યકર્તા સક્રિયતાથી કામ કરતા હોય છે. તેમને હૈદરાબાદમાં થયેલી કારોબારી બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી કાર્યકર્તાઓને આપવામાં આવશે. અહીં આવેલા સભ્યોને વિવિધ વિધાનસભા બેઠક વિસ્તારમાં જઈ વિસ્તારક તરીકે કામ કરવા સૂચના આપવામાં આવશે.

આ પણ વાંચો

અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને
અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને
ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video
ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video
અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video
અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video
સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video
સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video
આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા, 12ના મોત
આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા, 12ના મોત
મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video
મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video
વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video
વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video
લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ
લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
g clip-path="url(#clip0_868_265)">