નવા શૈક્ષણિક સત્ર શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે બિન અનામત જ્ઞાતિ અને EWS પ્રમાણ પત્ર માટે વિદ્યાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નોન ક્રિમિલિયર સર્ટીફિકેટ માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ સવારે ચાર વાગ્યાથી લાઈનમાં ઉભા રહેતા હોવા છતાં વારંવાર ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.
સુરતના જનસેવા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ અને વાલીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ આ અંગે આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીને રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓ મોરચો લઈને કુમાર કાનાણીના ઘરે પહોંચી ગયા હતાં. જ્યાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ પ્રમાણપત્ર મેળવવા પડતી હાલાકી અંગે રજૂઆત કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો