સુરત અગ્નિકાંડ બાદ તંત્ર એકશનમાં, શહેરના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે કરી કાર્યવાહી
સુરતના સરથાણામાં થયેલા અગ્નિકાંડ બાદ તંત્ર એકશનમાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા શોપિંગ કોમ્પલેક્ષ, ટ્યુશન ક્લાસના ગેરકાયદે બાંધકામ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શાળાઓમાં પણ ચેકિંગ કરીને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ રવિવારે 43 હજાર ચોરસ ફૂટ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. આ પણ વાંચો: રાજ્યમાં અઠવાડિયા […]
સુરતના સરથાણામાં થયેલા અગ્નિકાંડ બાદ તંત્ર એકશનમાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા શોપિંગ કોમ્પલેક્ષ, ટ્યુશન ક્લાસના ગેરકાયદે બાંધકામ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શાળાઓમાં પણ ચેકિંગ કરીને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ રવિવારે 43 હજાર ચોરસ ફૂટ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: રાજ્યમાં અઠવાડિયા સુધી ગરમીનું જોર વધારે રહેવાની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
તક્ષશિલા કોમ્પલેક્ષમાં તંત્રની બેદરકારીથી 22 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ગોઝારી ઘટના બાદ તંત્ર એક્શનમાં આવ્યું અને સુરતના સંખ્યાબંધ કોમ્પલેક્ષમાં નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી ચાલતા કોચિંગ ક્લાસ અને શાળાઓ સામે ત્વરિત કાર્યવાહી કરવામાં આવી રહીં છે.