AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : શહેરના સચિન GIDC પોલીસે ત્રણ દેશી તમંચા અને 4 જીવતા કારતુસ સાથે બે આરોપીઓની કરી ધરપકડ

સુરતના સચિન GIDC વિસ્તારમાંથી જીઆઇડીસી પોલીસએ બાતમીના આધારે હાથ બનાવટનો 3 તમંચો અને 4 જીવતા કારતુસ સાથે આરોપીની ધરપકડ કરી હતી, સાથે જ એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો હતો.

Surat : શહેરના સચિન GIDC પોલીસે ત્રણ દેશી તમંચા અને 4 જીવતા કારતુસ સાથે બે આરોપીઓની કરી ધરપકડ
Surat
Baldev Suthar
| Edited By: | Updated on: May 07, 2023 | 8:29 AM
Share

સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારમાંથી 2 મેના રોજ બે હાથ બનાવટના દેશી તમંચા અને એક કારતુસ સાથે જીઆઇડીસી પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ આરોપીની પૂછપરછ બાદ એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની પાસેથી હાથ બનાવટનો એક તમંચો અને 3 જીવતા કારતુસ જપ્ત કરવામાં આવ્યા હતા. આમ પોલીસે ત્રણ દેશી તમંચા અને 4 જીવતા કારતુસ સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ બંનેની પૂછપરતમાં સામે આવ્યું હતું કે તે બંને હથિયાર પોતાના વતનથી લાવ્યા હતા અને સુરતમાં આ હથિયારોનું વેચાણ કરવાના હતા.

આ પણ વાંચો : Surat: કોર્ટ સંકુલ બહાર હત્યાના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી, બદલો લેવા કરાઇ હતી હત્યા

એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો

સુરતની સચીન જીઆઇડીસી વિસ્તારમા વ્યક્તિ હાથ બનાવટના તમંચા સાથે ફરી રહેતો હોવાની બાતમી સચિન જીઆઇડીસી પોલીસને મળી હતી. તેથી બાતમીના આધારે પોલીસ દ્વારા આ મામલે રાહુલ ગૌતમ નામના ઇસમની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી દેશી હાથ બનાવટના બે તમંચા અને એક જીવતો કારતુસ મળી આવ્યો હતો. રાહુલ ગૌતમની ધરપકડ બાદ પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેની સાથે પ્રિયાંશુ ગૌતમ નામનો પણ એક આરોપી સંડોવાયેલો છે. ત્યારે સચિન જીઆઇડીસી પોલીસે પ્રિયાંશુ ગૌતમને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

સચિન જીઆઇડીસી પોલીસે બાતમીના આધારે સચિન જીઆઇડીસી ઊન સનામિલ પાસેથી વોન્ટેડ આરોપી પ્રિયાંશુ ગૌતમને પણ ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી વધુ એક દેશી હાથ બનાવટ નો તમંચો અને ત્રણ જીવતા કારતુસ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. સચિન જીઆઇડીસી પોલીસે રાહુલ ગૌતમ અને પ્રિયાંશુ ગૌતમની ધરપકડ કરી બંને આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી બંને આરોપી પાસેથી કુલ ત્રણ દેશી હાથ બનાવટના તમંચા અને ચાર જીવતા કારતુસ જપ્ત કરવામાં આવ્યા હતા.

હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે કે આ બંને આરોપી કોની પાસેથી દેશી હાથ બનાવટના તમંચા લાવ્યા હતા. કેટલા સમયથી તેઓ આ પ્રકારે હથિયારના વેચાણનું ગેરકાયદેસર રીતે કામ કરતા હતા અને અત્યાર સુધીમાં કેટલા લોકોને તેઓ હથિયાર વેચી ચૂક્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
g clip-path="url(#clip0_868_265)">