Surat: સ્કૂલમાં 50 થી 70 વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેતા વાલીઓમાં રોષ, જાણો સંપૂર્ણ વિગત

સુરતની એક સ્કૂલ દ્વારા ફી ન ભરી હોવાથી 50થી 70 વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દેવામાં આવ્યા. જે બાદ બાળકો તેમજ વાલીઓમાં રોષ વ્યાપ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 12:49 PM

સુરતમાં એક સ્કૂલમાં હોબાળો થયો છે. સ્કૂલમાં  વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા આપવાનો અધિકાર છીનવાયો હોવાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી આરએમજી મહેશ્વરી સ્કૂલમાં આ ઘટના ઘટી છે. જ્યાં બાળકોને પરીક્ષા ન આપવા દેટા વિદ્યાર્થીઓ અને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.

જણાવી દઈએ કે સ્કૂલ દ્વારા ફી ન ભરી હોવાથી 50થી 70 વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દેવામાં આવ્યા. જે બાદ બાળકો તેમજ વાલીઓમાં રોષ વ્યાપ્યો છે. ઘટનાને પગલે કેટલાક સવાલો પણ ઉઠી રહ્યા છે. ફી માટે વિદ્યાર્થીઓના ભાવિ સાથે કેમ ચેડાં કરાય છે? ફી વસૂલવા માટે વિદ્યાર્થીને પરીક્ષામાં ન બેસવા દેવા કેટલા યોગ્ય? સમજદારીથી કામ લેવાની જગ્યાએ કેમ લેવાય છે આવા પગલાં?

આ મામલે એક વિદ્યાર્થીનીએ જણાવ્યું કે ત્રણ મહિનાની ફી ભરાઈ ગઈ છે. જ્યારે ત્રણ મહિનાની બાકી છે. એટલું જ નહીં આગામી દિવાળીએ હજુ ત્રણ મહિના પૂર્ણ થાય છે. તો પણ અત્યારથી ફીને લઈને હેરાન કરવામાં આવે છે. આ સાથે પરીક્ષા પણ આપવા દેવામાં આવતી નથી. જેને લઈને બાળકો ખુબ હેરાન થઇ રહ્યા છે.

બાદમાં હોબાળો થતા અને મીડિયાના ડરથી બાળકોને જ્યારે 15 મિનીટ બાકી હતી ત્યારે કહેવામાં આવ્યું કે હવે પરીક્ષા આપી દો. આ મામલો છેવટે પોલીસ સ્ટેસન પહોંચ્યો હતો.

 

આ પણ વાંચો: Surat: સ્વામિનારાયણ મંદિરના સ્વામીને ધમકી આપવામાં 2 સામે ફરિયાદ, માતાજી પર ટિપ્પણી કરતા વિવાદ, જાણો વિગત

આ પણ વાંચો: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી પેટ્રોલિંંગ, મંદિર અને અરબી સમુદ્રની સુરક્ષા ચુસ્ત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">