પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી પેટ્રોલિંંગ, મંદિર અને અરબી સમુદ્રની સુરક્ષા ચુસ્ત

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર સુરક્ષા માટે કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી પેટ્રોલિંંગ કરવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડના 2 હેલિકોપ્ટર આ પેટ્રોલિંગમાં લાગ્યા હતા.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સોમનાથ મંદિર પર કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી પેટ્રોલિંંગ કરવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડના 2 હેલિકોપ્ટર આ પેટ્રોલિંગમાં લાગ્યા હતા. 2 હેલિકોપ્ટર દ્વારા 700 મીટર જેટલી ઉંચાઈ પર લો લેવલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે સોમનાથ મંદિર Z+ સુરક્ષા ધરાવે છે. ખાસ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરની સુરક્ષા સાથે જ અરબી સમુદ્રની સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે સુરક્ષા તંત્રના તમામ વિભાગ સતત ખડેપગે રાખવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે આ ખુબ નીચી ઊંચાઈએ એટલે કે માત્ર 700 મીટરની ઊંચાઈથી આ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. મંદિરની સુરક્ષા સાથે આ સમુદ્રની સુરક્ષાનો પણ મામલો છે. આવામાં સુરક્ષા તંત્રના દરેક વિભાગ દ્વારા કડક બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. વૈશ્વિક લેવલની પરિસ્થિતિને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સુરક્ષા વિભાગો સજ્જ બન્યા છે. એવામાં પેટ્રોલિંગ વધુ ચુસ્ત કરવામાં આવ્યું છે. દેશ અને દુનિયામાં બની રહેલી ઘટનાઓને લઈને આ પગલા ભરાઈ રહ્યા છે. ત્યારે મંદિરની સુરક્ષાને લઈને સુરક્ષાના દરેક વિભાગ કામે લાગ્યા હોવાની માહિતી બહાર આવી છે.

 

આ પણ વાંચો: કોરોના બાદ અમદાવાદ અન્ય એક રોગના ભરડામાં, ગુલિયન બારી સિન્ડ્રોમે મચાવ્યો કહેર, આવ્યા આટલા કેસ

આ પણ વાંચો: લો બોલો.! રાજ્યમાં GST ચોરીમાં અમદાવાદ-સુરત અવ્વલ નંબરે, આટલા હજાર કરોડનું બોગસ બિલિંગ પકડાયું

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati