Surat : રો મટીરીયલ્સના સતત વધતા ભાવોથી પ્રોસેસર્સ દ્વારા જોબ ચાર્જમાં 10 ટકાનો કરાયો વધારો

10% જોબ ચાર્જ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારો તારીખ 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. નોંધનીય છે કે બે મહિનામાં બીજી વાર જોબ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે.

Surat : રો મટીરીયલ્સના સતત વધતા ભાવોથી પ્રોસેસર્સ દ્વારા જોબ ચાર્જમાં 10 ટકાનો કરાયો વધારો
Surat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 4:30 PM

ગેરકાયદેસર રીતે ચાલી રહેલી પ્રોસેસિંગ એકમો સામે પગલાં ભરવા તેમજ જોબ ચાર્જમાં ભાવ વધારાને લઈને સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિયેશનની બેઠક મળી હતી. આ બેઠકમાં 10% જોબ ચાર્જ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારો તારીખ 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. નોંધનીય છે કે બે મહિનામાં બીજી વાર જોબ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે.

બીજી તરફ શહેરના અલગ-અલગ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ચાલતી 200 થી વધુ ગેરકાયદે મિલો સામે જી.પી.સી.બી અને રાજ્ય સરકારને રજૂઆત કરવાનો નિર્ણય આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે. કેમિકલ અને કોલસાના ભાવમાં થઇ રહેલા વધારાને કારણે પ્રોસેસર્સ દ્વારા જોબ ચાર્જમાં વધારો કરવાની વિચારણા ચાલી રહી હતી.  દરમિયાન આ અંગે નિર્ણય લેવા સાઉથ ગુજરાત પોલીસ સ્ટેશનની મીટીંગ મળી હતી.

આ મીટિંગમાં છેલ્લા એક મહિનામાં કોલસાના ભાવમાં 30 ટકાનો વધારો, પ્રિન્ટિંગના ભાવમાં 25 ટકાનો વધારો, હાઈડ્રોના ભાવમાં 20 ટકાના વધારા મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતો. કોલસાનો ભાવ 8,000 રૂપિયાથી 10,500 રૂપિયા સુધી વધી ગયું છે. જેથી સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિયેશન દ્વારા પ્રોસેસિંગ ચાર્જમાં 10 ટકાનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો 1 ઓક્ટોબરથી અમલમાં આવશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કોલસા સહીત રો મટોરિયલ્સના ભાવો સતત વધી રહ્યા છે. ખાસ કરીને ચીનથી ઈમ્પોર્ટ થતા કેમિકલના ભાવ પણ ખુબ વધ્યા છે. તે સ્થિતિમાં નિયમોનું પાલન કરનાર અને પ્રામાણિકતાથી મિલ ચલાવનાર સંચાલકો જો જોબ ચાર્જમાં વધારો નહિ કરે તો પ્રોસેસ હાઉસને તાળા મારવા જેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે.

સાઉથ ગુજરાત ટ્રાન્સપોર્ટર્સ એસોસિયેશનના પ્રમુખના જણાવ્યા પ્રમાણે ગેરકાયદે ચાલતી મીલો અને જે તે મિલમાં કોલસાની જગ્યાએ બળતણ તરીકે ચીંધીનો ઉપયોગ કરવામાં આવે છે તેની સામે પગલાં ભરવા જી.પી.સી.બી અને રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવશે. પાંડેસરા પ્રોસેસ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા પ્રમાણે બેઠકમાં 100 થી વધુ પ્રોસેસર હાજર રહ્યા હતા. જે રીતે કોલસા અને કેમિકલના ભાવમાં વધારો થયો છે તે વધારાના કારણે પ્રોસેસિંગ ચાર્જમાં 10 ટકાનો વધારો કરવો જરૂરી હતો.

પ્રોસેસર્સ વર્ષો જુના વેપારીઓ સાથે બિઝનેસ ધરાવે છે. જેથી આ સ્થિતિથી તેઓ પણ વાકેફ છે. તે જોતા પ્રોસેસર્સને નવો જોબ ચાર્જ વધારો કરવો પણ પડે તો ટ્રેડર્સો તે સ્વીકારવો જ પડશે. અન્ય એક મિલ સંચાલકનું કહેવું છે કે કોરોના પછી માંડ માંડ બિઝનેસ પાટે ચડ્યો હતો. પરંતુ હવે રો મટીરીયલ્સના સતત વધતા ભાવોથી મિલ માલિકોની મુશ્કેલી ડબલ થઇ ગઈ છે.

આ જોબ ચાર્જમાં 10 ટકાની સીધી અસર હવે સુરતના કાપડ અને ડ્રેસ મટિરિયલ્સની કિંમત પર પડશે. સુરતની સસ્તી સાડી અને ડ્રેસ મટિરિયલ્સની કિંમત માં પણ 50 થી લઈને 100 રૂપિયા સુધીનો વધારો જોવા મળશે.

આ પણ વાંચો :

Surat : પીએમ મોદીના જન્મદિને ગ્રાન્ડ ઇવેન્ટ “નમોત્સવ” નું સુરતના આંગણે આયોજન

આ પણ વાંચો :

Surat : જન્મદિનની યાદગાર બનાવવા હવે પોસ્ટ વિભાગ ફોટો સાથેની ટિકિટ છાપી આપશે

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">