SURAT : રેડી ટુ ઇટનો ટ્રેંડ વધ્યો, કંઇ-કંઇ પ્રોડક્ટ થાય છે તૈયાર ? વાંચો આ અહેવાલ

SURAT : સુરત શહેર ઝડપથી વિકસતુ શહેર છે. અહીં, લોકો ધંધા-રોજગાર માટે બહારગામથી સતત આવતા રહે છે. આવા મુસાફરો અને નોકરીયાત, ધંધાર્થીઓને જમવાનો પ્રશ્ન ઉપસ્થિતિ થતો હોય છે.

SURAT :  રેડી ટુ ઇટનો ટ્રેંડ વધ્યો, કંઇ-કંઇ પ્રોડક્ટ થાય છે તૈયાર ? વાંચો આ અહેવાલ
Follow Us:
| Updated on: Mar 22, 2021 | 4:15 PM

SURAT : સુરત શહેર ઝડપથી વિકસતુ શહેર છે. અહીં, લોકો ધંધા-રોજગાર માટે બહારગામથી સતત આવતા રહે છે. આવા મુસાફરો અને નોકરીયાત, ધંધાર્થીઓને જમવાનો પ્રશ્ન ઉપસ્થિતિ થતો હોય છે. ત્યારે શહેરમાં ધીરેધીરે રેડી ટુ ઇટનો ટ્રેન્ડ વધ્યો છે. જેમાં જમવાની વસ્તુઓનો ઉમેરો થયો છે. જે એક અચરજ પમાડે તેવી વાત છે.

આવું કરવા પાછળનો હેતું બહાર ફરવા જતા લોકો, NRI લોકો, વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઇને કરાયો છે. સુરતમાં એવા પણ ખાદ્ય પ્રોડક્ટ બની રહ્યા છે કે જેને બે વર્ષે પણ ઉપયોગમાં લઇ શકાય છે. આવા પ્રોડક્ટમાં ખીચડી, દાળ-ભાત, દાલબાટી, વડાપાઉં જેવી ખાદ્ય વાનગીઓનો પણ સમાવેશ થયો છે. રેડી ટુ ઇડનો ટ્રેડ સુરતમાં ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. જેમાં 500થી વધારે પ્રોડક્ટ સુરતમાં બની રહી છે. ખાસ કરીને શહેરમાં વર્કિંગ ફેમિલીની સંખ્યા વધી રહી છે ત્યારે આ કોન્સેપ્ટનો વ્યાપ પણ વધી રહ્યો છે. ત્યારે રેડી ટુ ઇટ પ્રોડક્ટના કોન્સેપ્ટે સામાન્ય લોકોમાં પણ પસંદગીમાં સ્થાન બનાવ્યું છે. તેનું મુખ્ય કારણ છે કે આવા ભોજન ખુબ જ ઓછા સમયમાં બની જાય છે તેમજ આવા ભોજનને લાંબો સમય સાચવી પણ શકાય છે. વિદેશમાં વસતા વિદ્યાર્થીઓ, બહાર ફરવાના શોખિનો અને એનઆરઆઇ આ પ્રોડક્ટનો સૌથી વધારે ઉપયોગ કરે છે. આ ફુડ પેકેટ પ્રોસેસિંગ કરતા 36 કલાક જેટલો સમય લાગે છે. ત્યાર બાદ એર ટાઇટ બોક્સમાં પેક કરવામાં આવે છે અને પછી એક્સપોર્ટ કરવામાં આવે છે.

આ પ્રોડક્ટ લાંબો સમય તાજા રહે છે

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

આ રીતે તૈયાર થતા ફુડને ઉંચા તાપમાનથી સુકવવામાં આવે છે. તેમાં પાણીનું પ્રમાણ પણ નહિંવત હોય છે. જેથી આવા ફુડની બગડવાની સંભાવના ઓછી રહે છે.આવા ખોરાકને પેસ્ટ્યુરાઇઝેશનનો ઉપયોગ કર્યા વગર મશીન દ્વારા સુકવીને પેકિંગ કરાય છે. કેટલાક ચીજવસ્તુઓને ફ્રીજમાં વધારે તાપમાને ઠંડી કરાય છે. આ સમગ્ર પ્રક્રિયા માટે 36 કલાક થાય છે.

કેવા ફુડની ડિમાન્ડ વધારે ?

આ રીતે તૈયાર થતા અને લાંબો સમય સુધી સાચવી શકાય તેવી પ્રોડક્ટમાં પંજાબી ફુડની ડિમાન્ડ વધારે છે. મટર પનીર, દાલ મખની, સુપ, વડાપાઉં, કોકો, રવાનો શિરો, ઘઉંનો શિરો, મગનો શિરો, મીઠાઇ, પનીર મખની, પાલક પનીર, ઉપમા, પેપર ઢોસા સહિતની 500 પ્રોડક્ટ સુરતમાં બની રહી છે.

ફુડ પ્રોડક્ટની દેશ-વિદેશમાં નિકાસ કરાય છે

યુરોપિયન દેશોમાં આ ફુડની વધારે ડિમાન્ડ હોવાથી વધારે નિકાસ પણ આ દેશોમાં કરવામાં આવે છે. આ ફુડ ખાસ કરીને જર્મની, ઇટલી, ફ્રાન્સ, સ્વિત્ઝર્લેન્ડ, નેધરલેન્ડ, ગ્રીસ, પોલેન્ડ, કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં પ્રોડક્ટ સપ્લાય થાય છે. બે વર્ષ પહેલા સુરતમાં આવી 4 જ કંપનીઓ હતી. અને, છેલ્લા એકથી બે વર્ષમાં આની 12 કંપનીઓ બની ગઇ છે.

આવા પ્રોડક્ટમાં વિટામિન ખુબ ઓછા હોય છે

જાણકારો અને ડાયેટેશિયનના જણાવ્યા પ્રમાણે, ‘રેડી ટુ ઇટ પેકેટમાં પ્રોટીન, કાર્બન, કેલરી મળી રહે છે. પરંતુ વિટામિન ઓછા હોય છે. સામાન્ય રીતે જ્યારે પાણી સુકાઇ જાય ત્યારે આવા ખોરાકમાં વિટામીન નાશ પામી જાય છે. જેથી લોકોના સ્વાસ્થયને વધારે ફાયદો થતો નથી. જોકે હાલના ટ્રેન્ડ પ્રમાણે આવી પ્રોડક્ટને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">