સુરત પોલીસની કામગીરી પર મોટા સવાલો? શહેરમાં 48 કલાકમાં એક પછી એક હત્યાની 4 ઘટના આવી સામે

સુરત: બળદેવ સુથાર 48 કલાકમાં સુરત શહેરમાં 4 યુવકને મોતને ઘાટ ઉતારી દેતા શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરાં ઉડ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ભેસ્તાન, સારોલી, લિંબાયત અને પાંડેસરામાં હત્યાની જુદી-જુદી 4 ઘટના બની છે. જે પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરી રહી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

સુરત પોલીસની કામગીરી પર મોટા સવાલો? શહેરમાં 48 કલાકમાં એક પછી એક હત્યાની 4 ઘટના આવી સામે
TV9 Web Desk101

| Edited By: Kunjan Shukal

Sep 18, 2020 | 3:33 PM


સુરત: બળદેવ સુથાર

48 કલાકમાં સુરત શહેરમાં 4 યુવકને મોતને ઘાટ ઉતારી દેતા શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરાં ઉડ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ભેસ્તાન, સારોલી, લિંબાયત અને પાંડેસરામાં હત્યાની જુદી-જુદી 4 ઘટના બની છે. જે પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરી રહી છે.

Surat Police ni kamgiri par mota savalo shehar ma 48 kalak ma ek pachi ek 4 hatya ni gatna aavi same

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Surat Police ni kamgiri par mota savalo shehar ma 48 kalak ma ek pachi ek 4 hatya ni gatna aavi sameઘટના નંબર 1

મૂળ બિહારનો નિલેશકુમાર જાગદેવસિંહ ભુમિહાર માતા-પિતા સાથે નવાગામમાં ગૃહલક્ષ્મીનગરમાં રહેતો હતો. રવિવારે સવારે ભેસ્તાન નીયોલ રેલવે લાઈન પરથી નિલેશની લાશ મળી આવી હતી. ટ્રેનની અડફેટે નિલેશના બે ટુકડા થઈ ગયા હતા. પીએમ રિપોર્ટમાં ખબર પડી કે નિલેશનું ગળું દબાવીને હત્યા કરાઈ છે અને લાશ પાસેથી એક ફોન મળી આવ્યો હતો. ફોન સેન્ટુ અરૂણસિંગ ભુમિહાર(રહે. બીલીયાનગર,નવાગામ)નો હતો. સેન્ટુ ફરાર છે. સેન્ટુને એક જરીના ખાતામાં નિલેશકુમારે નોકરીએ રખાવ્યો હતો. તે માટે નિલેશે એડવાન્સમાં 5 હજાર રૂપિયા લઈ લીધા હતા. શનિવારે નીલેશકુમાર કામ પર ગયો ન હતો. તેથી સેન્ટુએ તેને કહ્યું કે જો કામ પર ન આવવું હોય તો એડવાન્સમાં લીધેલા રૂપિયા પાછા આપી દે. બંનેના ઝઘડામાં સેન્ટુએ જ નિલેશની હત્યા કરી હોવાનું બહાર આવ્યું. ડીંડોલી પોલીસે આ બાબતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઘટના નંબર 2

પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડોદરા રોડ પર સારોલી પાસે એક મુક્કો મારીને યુવકની હત્યા કરાઈ છે. પુણા સારોલી ગામની હદમાં ન્યુ સારોલી નગરીમાં રહેતો હિતેશ ગણેશસિંગ રાજપુત( 20 વર્ષ) ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આરોપી આકાશસિંગ રંજનસિંગ ઠાકુર (રહે. કુંભારિયા ગામ) હાલ કોઈ કામધંધો કરતો નથી. આકાશસિંગ હિતેશ પાસે અવાર-નવાર 100 અથવા 200 રૂપિયા માંગ્યા કરતો હતો. સોમવારે રાત્રે પણ આકાશિંગે હિતેશ પાસે 200 રૂપિયા માંગ્યા હતા. હિતેશે રૂપિયા નહીં આપતા બંને વચ્ચે ઝગડો થયો હતો. તેમાં આકાશસિંહે હિતેશને મોઢાના ભાગે મુક્કો મારી દેતા હિતેશ નીચે પટકાયો હતો. તેનું તરત જ સ્થળ પર જ મોત નિપજ્યું હતું. પોલીસે મોડી રાત્રે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપી આકાશસિંગની અટકાયત કરી લીધી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Surat Police ni kamgiri par mota savalo shehar ma 48 kalak ma ek pachi ek 4 hatya ni gatna aavi sameઘટના નંબર 3

ધંધાની અદાવત રાખી લિંબાયતમાં સંજયનગરમાં બુટલેગર પર બે જણાએ જાહેરમાં ચપ્પુ મારીને તેની હત્યા કરી. બુટલેગરનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. લિંબાયત સંજયનગર પાસે સુભાષનગરમાં રહેતો બુટલેગર પ્રદીપ ઉર્ફ દાદા પાટીલ સાંજે સંજયનગર પાસેથી પસાર થતો હતો. ત્યારે બે જણા તેની પાસે આવ્યા અને તેની સાથે ઝઘડો કરીને ચપ્પુ મારીને નાસી ગયા હતા. જાહેરમાં બનેલા આ બનાવમાં પ્રદીપનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું છે. મોડી રાત્રે બે પૈકી એક આરોપીની ઓળખ થઈ. ત્યારે લીંબાયત પોલીસની તપાસમાં આરોપીનું નામ અજય ઉર્ફ લુંગી મોતીલાલ સોલંકી છે. અજય ઉર્ફ લુંગી ખુબ જ રીઢો છે. તેના પર સંખ્યાબંધ કેસ છે. મરનાર પ્રદીપ બુટલેગર છે. દારૂના ધંધાના અદાવતમાં જ તેની હત્યા થઈ હોવાનો પોલીસનો અનુમાન છે. મોડી રાત્રે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ઘટના નંબર 4

મુળ ઉત્તરપ્રદેશના આઝમગઢનો વતની બ્રિજેશ રામનયન રાજભર (ઉવ.22) હાલ ઉધના પ્રભુનગરમાં રહેતો હતો અને એમ્બ્રોડરીના કારખાનામાં છેલ્લા એક માસથી નોકરી કરતો હતો. બ્રિજેશને વતનમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ થયો હતો. પોતાના પ્રેમને મેળવવા માટે તે સુરત આવ્યો હતો. દરમિયાન સુરત આવેલી યુવતીને રોહિત નામના યુવક સાથે પ્રેમ થયો હતો. યુવતીના સુરતમાં રહેતા પ્રેમી રોહિતને સુરતમાં બ્રિજેશ આવ્યો હોવાની જાણ થતાં તેણે તેના બીજા પ્રેમી રોહિતેને ફોન કરીને પાંડેસરા કૈલાશ ચોકડી પાસે બોલાવ્યો હતો. બ્રિજેશ ત્યાં આવતા જ રોહિત તથા તેના સાગરિતોએ ચપ્પુ વડે તેની પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયો હતો. ગંભીર ઈજા પહોંચેલા બ્રિજેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati