AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : આ ચંદની પડવા પર સુરતીઓ 150 ટન કરતા વધુ ઘારી-ભૂંસુ ઝાપટી જશે

રતીઓ ચંદી પડવાએ ઐતિહાસિક રીતે સૌથી વધુ ઘારી ઝાપટી જશે તે રીતનું પ્રોડક્શન થઇ રહ્યું છે. આ ઉપરાંત જુદા જુદા મીઠાઈ વિક્રેતાઓ, સહકારી મંડળીઓ, સંસ્થાઓ, સંગઠનો વગેરે દ્વારા ઘારી બનાવવાની શરૂઆત થઇ ચુકી છે.

Surat : આ ચંદની પડવા પર સુરતીઓ 150 ટન કરતા વધુ ઘારી-ભૂંસુ ઝાપટી જશે
Surat: One hundred and fifty tons of Suratis will be eaten on this festival
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 3:28 PM
Share

ચંદની પડવાની રોનક બજારોમાં જોવા મળી રહી છે. કોરોનાના કારણે ગયા વર્ષે એટલો ઉત્સાહ જોવા મળ્યો ન હતો. પણ આ વર્ષે હવે જયારે કોરોનાના કેસો ઘટી ગયા છે. ત્યારે બધા તહેવારોની રોનક પાછી ફરવા લાગી છે. તેવામાં સુરતીઓના પોતાના પર્વ મનાતા ચંદની પડવા માટે ઘારી(Ghari ) ખરીદવા પણ બજારોમાં રીતસરની પડાપડી જોવા મળી રહી છે. આ વર્ષે જે રીતે ઓર્ડર મળ્યા છે તેને જોતા એવું લાગે છે કે સુરતીઓ 150 ટન કરતા વધારે ઘારી ભુસુ ઓહિયા કરી જશે. 

દોઢસો ટન ઘારી ભુસુ ખાઈ જશે સુરતીઓ  આગામી ચંદી પડવાના પર્વે સુરતીઓની મનપસંદ ઘારીની ડિમાન્ડને પહોંચી વળવા માટે આ વખતે એકલી સુમુલ ડેરી એકલા હાથે 100 ટન ઘારી બનાવીને નવો રેકોર્ડ બનાવશે. અત્યાર સુધી સુમુલ ડેરી દ્વારા ચંદી પડવાના પર્વને અનુલક્ષીને 60 થી 80 ટન જેટલી ઘારીનું પ્રોડક્શન કરવામાં આવતું હતું.

પરંતુ આ વખતે રેકોર્ડ બ્રેક થાય એ હદે એટલે કે 100 ટન ઘારી બનાવવામાં આવે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સુરતીઓ ચંદી પડવાએ ઐતિહાસિક રીતે સૌથી વધુ ઘારી ઝાપટી જશે તે રીતનું પ્રોડક્શન થઇ રહ્યું છે. આ ઉપરાંત જુદા જુદા મીઠાઈ વિક્રેતાઓ, સહકારી મંડળીઓ, સંસ્થાઓ, સંગઠનો વગેરે દ્વારા ઘારી બનાવવાની શરૂઆત થઇ ચુકી છે.

વિદેશોથી પણ ઘારીનાં ઓર્ડર આવ્યા  સુરતના એક મીઠાઈ વિક્રેતાના જણાવ્યા પ્રમાણે કે ગયા વર્ષે કોરોનામાં ફ્લાઇટ પર પ્રતિબંધ હતા. પણ આ વખતે પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યા છે. જેથી આ વખતે ઓસ્ટ્રેલિયા, યુકે, યુએસ અને ન્યુઝીલેન્ડથી પણ એડવાન્સ ઓર્ડર આવવા લાગ્યા હતા. જેના માટે ખાસ વિદેશમાં પાર્સલ કરી શકાય અને ચંદની પડવા પર તેઓને ઘારી પાર્સલ મળી રહે તે રીતે અમે ઘારી મોકલવાની વ્યવસ્થા કરી હતી.

સુરતીઓના ચટાકાને ધ્યાનમાં રાખીને 12 ફ્લેવરની ઘારી ઘારીમાં એક-બે નહિં પણ 12 જેટલી વેરાયટીઓ મુકવામાં આવી છે..જેમાં ચોકલેટ ઘારી,કાજુમેંગો ઘારી,બદામપિસ્તા ઘારી,કેસર ઘારી,ઓરેન્જ ઘારી,અંજીર અખરોટ ઘારી,સ્ટ્રોબેરી ઘારી,કલકત્તી પાનમસાલા ઘારી,સ્પેશ્યલ કૃષ્ણ કસ્તુરી ઘારી,ડ્રાયફ્રુટ ઘારી અને સુગર ફ્રી ઘારીનો સમાવેશ થાય છે..બાળકો માટે બબલગમ ફ્લેવરની ઘારી પણ લાવવામાં આવી છે. આ ઉપરાંત ગોલ્ડની વરખ વાળી ઘારી પણ લોકો ખરીદી રહ્યા છે.

આ પણ વાંચો: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી પેટ્રોલિંંગ, મંદિર અને અરબી સમુદ્રની સુરક્ષા ચુસ્ત

આ પણ વાંચો: કોરોના બાદ અમદાવાદ અન્ય એક રોગના ભરડામાં, ગુલિયન બારી સિન્ડ્રોમે મચાવ્યો કહેર, આવ્યા આટલા કેસ

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">