AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્યારેય ખાધી છે બરફવાળી ‘બોન-બોન પકોડી’? એકદમ લાજવાબ છે આ ‘ફ્યુઝન રેસિપી’, મોંમાં પાણી આવી જશે

ગોલગપ્પા કે પકોડીનું નામ પડતાં જ કોના મોંમાં પાણી ન આવે? એમાંય જો અમે તમને કહીએ કે, હવે આ જ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ એકદમ નવા અને અનોખા અંદાજમાં ખાવા મળશે, તો તમારું મન ચોક્કસ લલચાઈ જશે. હા, આજકાલ બજારમાં 'બોન બોન પકોડી' ખૂબ જ ધૂમ મચાવી રહી છે.

ક્યારેય ખાધી છે બરફવાળી 'બોન-બોન પકોડી'? એકદમ લાજવાબ છે આ 'ફ્યુઝન રેસિપી', મોંમાં પાણી આવી જશે
| Updated on: Nov 15, 2026 | 5:22 PM
Share

પકોડી એક એવું સ્ટ્રીટ ફૂડ છે, જેનું નામ સાંભળતાં જ કોઈપણના મોંમાં પાણી આવી જાય છે. આજકાલ બજારમાં પકોડીના ઘણા અલગ-અલગ અને અનોખા સ્વાદ જોવા મળે છે પરંતુ ‘બોન બોન પકોડી’ પોતાની અનોખી શૈલીને કારણે લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે.

આ પકોડીની સૌથી ખાસ વાત તેનું પાણી છે, જેને સામાન્ય પાણીની જેમ પીરસવાને બદલે પહેલા બરફની જેમ જમાવવામાં આવે છે. આ પછી આ જમેલા મસાલેદાર અને ચટપટા પાણીને ક્રશ કરીને અથવા ખાસ રીતે તૈયાર કરીને પૂરીઓ સાથે સર્વ કરવામાં આવે છે, જે ખાવામાં ખૂબ જ ઠંડા અને ક્રંચી લાગે છે.

બોન બોન પકોડી રેસિપી

બોન બોન પકોડીની ખાસ વાત એ છે કે, તેના પાણીને બનાવવા માટે પહેલા બરફની જેમ જમાવવામાં આવે છે.

પાપડી માટે સામગ્રી

  • 1/2 કપ મેદો
  • 1 મોટો ચમચી ઘી
  • સ્વાદાનુસાર મીઠું
  • 1/4 ચમચી જીરું અથવા અજમો
  • જરૂરિયાત મુજબ પાણી

પકોડી બોન બોન પાણી સામગ્રી

  • 200 ગ્રામ કોથમીર
  • 2-3 મરચાં
  • 80 ગ્રામ ફુદીનો
  • 1 ઇંચ આદુ
  • 1 નાની ચમચી શેકેલું જીરું
  • 1 નાની ચમચી આમલી
  • 1 નાની ચમચી આમચૂર
  • કોકો બટર
  • સ્વાદાનુસાર મીઠું અને ખાંડ
  • જરૂરિયાત મુજબ પાણી
  • બ્લૂબેરી હંગ કર્ડ સામગ્રી
  • બ્લૂબેરી
  • થોડી માત્રામાં ખાંડ
  • લીંબુનો રસ
  • જાડું ગાળેલું દહીં
  • મીઠું અને શેકેલા જીરાનો પાવડર

બનાવવાની રીત

  1. બોન બોન પકોડી બનાવવા માટે સૌથી પહેલા પાણી બનાવવાનું છે.
  2. આ માટે મિક્સી જારમાં 200 ગ્રામ કોથમીર, 2-3 મરચાં અને 80 ગ્રામ ફુદીનો નાખો.
  3. આ પછી 1 ઇંચ આદુ, 1 નાની ચમચી આમલી અને જરૂરિયાત મુજબ પાણી નાખીને તેને એકદમ ઝીણું પીસી લેવું.
  4. આ પાણીને ગાળીને અલગ વાસણમાં લઈ લો અને પછી સિલિકોન મોલ્ડમાં નાખીને જામવા માટે મૂકી દો.
  5. 3-4 કલાક પછી તેને જામવા માટે છોડી દો. બીજી તરફ પકોડી બનાવવાની તૈયારી કરો.
  6. એક વાસણમાં 1/2 કપ મેદો લો અને તેમાં 1 મોટો ચમચી ઘી, સ્વાદાનુસાર મીઠું, 1/4 ચમચી જીરું અથવા અજમો નાખો.
  7. આ પછી જરૂરિયાત મુજબ પાણી નાખીને તેનો સખત લોટ બાંધી લો.
  8. તેને એકદમ પાતળો વણીને નાની-નાની લુઓ બનાવી લો.
  9. તેને તમે બેક કરી લો અથવા કઢાઈમાં તેલ નાખીને પાપડી તળી લો.
  10. હવે જમેલા આઈસ ક્યુબ્સને ઓગળેલા કોકો બટરમાં ડૂબાડો અને પછી ઓછામાં ઓછી 15 મિનિટ સુધી રૂમ ટેમ્પરેચર પર છોડી દો.
  11. આનાથી અંદરનું પાણી ઓગળી જશે અને બહારની કોકો બટરની પરત જામી જશે.
  12. આ પછી બ્લૂબેરી હંગ કર્ડની રેસિપી બનાવવાની છે. આ માટે બેરીઝ, ખાંડ અને લીંબુના રસને જામ જેવું ગાઢું થઈ જાય ત્યાં સુધી પકાવો.
  13. તે જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે હંગ કર્ડ, શેકેલું જીરું અને મીઠું મિક્સ કરો. આ રીતે હંગ કર્ડ ડિપ તૈયાર છે.

કેવી રીતે પીરસવું?

  1. ક્રિસ્પી પાપડી ઉપર ચમચીથી બ્લૂબેરી હંગ કાર્ડ લગાવો.
  2. તેની ઉપર બોનબોન પાણી રાખો. ત્યારબાદ ચપટીભર મસાલો, દાડમ અને ફુદીનાના પાન લગાવો.
  3. તેને ડિશમાં મૂકીને તરત જ પીરસો. તેને એક જ બાઇટમાં ખા્યા પછી જે મજા છે, તે સામાન્ય પકોડીમાં પણ નથી.

શિયાળાની ગુલાબી ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવો નાસ્તો, મિનિટોમાં બનાવો એકદમ સોફ્ટ અને ‘સ્પેશિયલ ખીચું’

Follow Us
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
Breaking News : દૂધ બાદ અમુલના દહીં અને લસ્સીના ભાવ વધ્યા
Breaking News : દૂધ બાદ અમુલના દહીં અને લસ્સીના ભાવ વધ્યા
g clip-path="url(#clip0_868_265)">