Surat : સુરત મહાનગરપાલિકાને સાઇકલિંગના પ્રોજેક્ટ માટે મળ્યું 1 કરોડનું ઇનામ
સુરત મહાનગપાલિકાને બાઈસીકલ શેરિંગ પ્રોજેક્ટમાં લોકો તરફથી સારા પ્રતિસાદનું મળ્યું ઇનામ
Surat શહેરોમાં આજે વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધતી ચાલી છે. જેના કારણે પ્રદુષણ અને ટ્રાફિક(traffic Jam) જામની સમસ્યા વિકટ બનતી ચાલી છે. ત્યારે જાહેર પરિવહન માટે બસસેવા (Bus Facility) અને મેટ્રો સેવા (Metro Facility)નો પ્રારંભ તો કરાયો છે. પણ તેમાં પણ આ વાહનોમાં સાઇકલ સૌથી ઓછું પ્રદુષણ કરનાર અને આર્થિક રીતે પોષાય તેવું વાહન છે. હાલમાં કરાયેલ સર્વેમાં કોરોના રોગચાળા પછી સાઈકલના ઉપયોગમાં ઉત્તરોઉત્તર વધારો થયો છે.
સુરત મહાનગરપાલિકાએ(Surat Municipal Corporation ) સાઈકલનો ઉપયોગ વધે અને પ્રદુષણ ઘટે તે માટે સતત પ્રયત્ન કર્યો છે. ત્યારે કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દવારા ઇન્ડિયન સાઇકલ ફોર ચેન્જ ચેલેન્જ લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં સુરત સહિત કુલ 113 શહેરોએ ભાગ લીધો હતો. જે ચેલન્જના ભાગરૂપે ઓનલાઇન ઓનલાઇન સર્વે કરવામાં આવ્યો હતો. અને જાહેર જનતાના પ્રતિભાવો લેવામાં આવ્યા હતા.
સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રાયોગિક ધોરણે સુરતના અલગ અલગ વિસ્તારોમાં પબ્લિક બાઈસિકલિંગ શેરિંગ પ્રોજેક્ટ(public bicycle project ) કાર્યરત કરવામાં આવ્યો છે. જેને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને રોજ તેની રાઇડરશિપમાં પણ વધારો થઇ રહ્યો છે.
શહેરીજનોના પ્રતિસાદને લઈને સુરત શહેરને ટોપ 25 શહેરોમાં સ્થાન મળ્યું હતું.બુધવારના રોજ તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 11 શહેરોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરનું પણ નામ હતું. જેના ફળસ્વરૂપે સુરત મનપાને 1 કરોડ રૂપિયા પ્રોત્સાહનના ભાગરૂપે આપવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે સુરત શહેરમાં જુદા જુદા 52 કિમીના ડેડીકેટેડ સાઇકલ રૂટ છે. અને 5 કિમીના સાઇકલ ટ્રેક બનાવવાની કામગીરી ચાલી રહી છે. સુરતમાં ટ્રાફિકનું ભારણ અને પ્રદુષણ ઓછું કરવા માટે 1160 જેટલી બાઈસિકલો જુદા જુદા 130 ડૉકીંગ સ્ટેશનો પર મુકવામાં આવી છે. અત્યારસુધી કુલ 14 હજાર કરતા પણ વધુ રજીસ્ટર્ડ યુઝર છે. જે 3 હજાર ટ્રીપ પ્રતિ દિવસ ઉપયોગ કરી રહ્યા છે. શહેરીજનો હજી પણ સાઇકલનો મહત્તમ ઉપયોગ કરે તે માટે સુરત મનપા દ્વારા ભવિષ્યમાં પણ પ્રયાસો હાથ ધરવામાં આવશે.