સુરતમાં ગણેશ વિસર્જન માટે 1.32 કરોડના ખર્ચે 21 કૃત્રિમ તળાવનું નિર્માણ

સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પ્રદુષણ અટકાવવા માટે ગત વર્ષે ગણેશ વિસર્જન દરમ્યાન એકપણ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું ન હતું. ગત વર્ષની જેમ આ વર્ષે પણ એકપણ પ્રતિમાનું તાપી નદીમાં વિસર્જન ન થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. વિસર્જન દરમ્યાન ગણેશ આયોજકોને મુશ્કેલી ન પડે તે માટે સુરત મહાનગરપાલિકાએ અંદાજે 1.32 કરોડના ખર્ચે શહેરના […]

સુરતમાં ગણેશ વિસર્જન માટે 1.32 કરોડના ખર્ચે 21 કૃત્રિમ તળાવનું નિર્માણ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 10, 2019 | 10:17 AM

સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પ્રદુષણ અટકાવવા માટે ગત વર્ષે ગણેશ વિસર્જન દરમ્યાન એકપણ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું ન હતું. ગત વર્ષની જેમ આ વર્ષે પણ એકપણ પ્રતિમાનું તાપી નદીમાં વિસર્જન ન થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. વિસર્જન દરમ્યાન ગણેશ આયોજકોને મુશ્કેલી ન પડે તે માટે સુરત મહાનગરપાલિકાએ અંદાજે 1.32 કરોડના ખર્ચે શહેરના જુદા જુદા વિસ્તારમાં 21 કૃત્રિમ તળાવો બનાવ્યા છે.

વર્ષોથી સુરતની તાપી નદીમાં POP અને હાનિકારક કલરવાળી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવતું હતું. તાપી શુદ્ધિકરણ માટે મનપા તંત્રએ પહેલાં પણ કૃત્રિમ તળાવો બનાવ્યા હતા પણ તેને નબળો પ્રતિસાદ મળતો હતો. ગત વર્ષે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરના જાહેરનામા બાદ તાપી નદીમાં એક પણ ગણેશ પ્રતિમાનું વિસર્જન તાપી નદીમાં થયું ન હતું.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે આ વર્ષે પણ મનપાએ 21 જેટલા કૃત્રિમ તળાવો તૈયાર કર્યા છે.15 X40ફૂટ પહોળા 8 ફૂટ ઊંડા તળાવો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સુરતમાં બિરાજમાન એવી અંદાજે 60 હજાર પ્રતિમાઓ વિસર્જિત કરવામાં આવશે. જ્યારે કેટલાક ગણેશ આયોજકો ઘરઆંગણે જ ઈકો ફ્રેન્ડલી રીતે ગણપતિનું વિસર્જન કરશે.

સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં અત્યાર સુધી ગણપતિની હજારો પ્રતિમાઓનું વિસર્જન થતું હતું પણ ગયા વર્ષથી તાપી શુદ્ધિકરણના ભાગરૂપે સુરત મનપા કમિશનર અને પોલીસ કમિશનરના જાહેરનામા બાદ હવે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન ફક્ત કૃત્રિમ તળાવોમાં જ કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે પણ આ પહેલ બાદ સુરતના ગણેશ આયોજકોમાં પણ ખૂબ જાગૃતિ આવી છે અને કેટલાક આયોજકો હવે મંડપમાં કે ઘરઆંગણે જ ગણપતિ પ્રતિમાઓનું વિસર્જન કરતા થયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા ગાર્ડન ગ્રૂપ દ્વારા આ વર્ષે માટીની ગણપતિ પ્રતિમા બેસાડવામાં આવી છે. જેનું લાઈવ વિસર્જન ગણપતિ ભક્તો જોઈ શકે તેવું આયોજન રાખવામાં આવ્યું છે. ગણપતિની મૂર્તિ પણ એ રીતે બેસાડવામાં આવી છે કે મૂર્તિમાંથી અને મુષકમાં લગાવવામાં આવેલી પાઇપ મારફતે પાણી મૂર્તિ પર પડશે અને મૂર્તિ 2 થી 2.30 કલાકમાં આપોઆપ કુંડમાં વિસર્જિત થઈ જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ મંડપમાં થીમ પણ તાપી બચાવો પર તૈયાર કરવામાં આવી છે. ગણપતિ મહોત્સવ દરમ્યાન તેમજ લોકો દ્વારા જે રીતે કચરો તાપી નદીમાં ફેંકવામાં આવે છે તેના કારણે નદીની હાલત કેવી બદતર થાય છે તે પણ દર્શાવવામાં આવ્યું છે. જેથી ગણપતિના દર્શન માટે આવતા ભક્તો ઈકોફ્રેન્ડલી ગણપતિની સ્થાપના અને વિસર્જનનો સંદેશો લેતા જાય.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">